નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ દહીના સેવનથી શરીરને થતા ફાયદા વિષે. ઉનાળામાં દહીનું સેવન કરવાથી શરીર એનેર્જી મળવાની સાથે શરીર હાઈડ્રેટ રહે છે. દહીંમાં કેલ્શિયમ, પોટેશિયમ , આયર્ન, ફોસ્ફરસ, પ્રોટીન, અને વિટામીન ભરપુર માત્રામાં હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. દહીં સાથે આ અમુક વસ્તુ મિક્સ કરીને સેવન કરવાથી શરીરને વધારે ફાયદો થાય છે.
નિયમિત દહીનું સેવન આપણા આંતરડા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. દહીં ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે. દહીંમાં પ્રોબાયોટીક બેક્ટેરિયા મળી આવે છે, જે પાચનક્રિયાને સારી રાખવાની સાથે કીડનીને પણ સાફ રાખે છે. ચાલો જાણીએ દહીંમાં કઈ વસ્તુ મિક્સ કરીને સેવન કરવાથી ફાયદાકારક સાબિત થાય છે.
દહીં અને ખાંડ : આયુર્વેદમાં પણ એવું કહેવામ આવ્યું છે કે દહીં અને ખાંડ મિક્સ કરીને ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. દહીં અને ખાંડ મિક્સ કરીને સેવન કરવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે, કારણ કે દહીં અને ખાંડ ખાવાથી શરીરને સારી માત્રામાં ગ્લુકોઝ મળે છે.
સવારના નાસ્તામાં દહીં અને ખાંડનું મિશ્રણ ખાવાથી શરીરની પાચનશક્તિ મજબુત બનવાની સાથે આંતરડા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. દહીં સાથે ખાંડનું સેવન કરવાથી પેટ પણ ઠંડુ રહે છે. પ્રાચીન સમયથી આ પ્રથા છે કે કોઈ પણ શુભ કાર્યમાં બહાર જતા સમયે પણ દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે.
દહીં અને જીરું : દહીંમાં જીરું મિક્સ કરીને સેવન કરવાથી પાચનતંત્ર સારું રહેવાની સાથે શરીરનું વજન પણ ઘટે છે. જીરાને તમે શેકીને પાવડર બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. આમ, દહીં અને જીરું મિક્સ કીને સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
દહીં અને શેકેલા જીરામાં એન્ટી-ડાયાબીટીક ગુણ હોય છે જે ડાયાબીટીસની સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. દહીં અને શેકેલા જીરાનું સેવન કરવાથી પાચનમાં મદદ મળે છે. જે લોકોને કબજીયાત, અપચો જેવી ફરિયાદ રહે છે તેમણે જીરાને દહીંમાં મિક્સ કરીને સેવન કરવાથી આરામ મળશે. દહીં અને સિંધાલુણનું સેવન કરવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે.
દહીં અને અજમો : દહીં અને અજમો મિક્સ કરીને ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બને છે. કબજીયાતની સમસ્યામાં પણ દહીં અને અજમાનો ઉપયોગ કરી શકો છો. દહીં અને અજમાનું સેવન કરવાથી દાંતના દુખાવાની તકલીફ અને મોઢામાં પડતા ચાંદામાંથી રાહત મળશે.
દહીં અને ગોળ : દહીં અને ગોળ મિક્સ કરીને સેવન કરવાથી ઘણા બધા રોગો મટે છે. દહીં અને ગોળ બંને શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. દહીંમાં ગોળ મિક્સ કરીને સેવન કરવાથી પાચનતંત્ર મજબુત બને છે અને એસીડીટીની સમસ્યા પણ દુર થાય છે.
દહીં અને કાળા મરી : દહીં અને કાળા મરીનુ સેવન કરવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે. દહીં અને કાળા મરીથી વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થઇ શકે છે. ત્રણ ચમચી દહીંમાં બે ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો, ત્યારબાદ આ પેસ્ટને વાળમાં લગાવો અને એક કલાક સુધી રહેવા દેવું. પછી વાળાને ધોઈ લેવા. આમ કરવાથી વાળ મુલાયમ બનશે અને વાળ ખરવાની સમસ્યા પણ દુર થશે.
નોધ : રાત્રે દહીનું સેવન ટાળવું જોઈએ. રાત્રીના સમયે દહીનું સેવન કરવાથી આપણા શરીર માટે હાનીકારક સાબિત થઇ શકે છે. રાત્રે દહીનું સેવન કરવાથી આપણા શરીરમાં પાચન અને કફની સમસ્યા થઇ શકે છે માટે રાત્રે દહીનું સેવન ન કરવું જોઈએ.
આમ, દહીં સાથે આ બધી વસ્તુ મિક્સ કરીને સેવન કરવાથી શરીરને ખુબ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત જરૂર શેર કરવા વિનંતી.