જો તમે અડદની દાળ બહુ વધુ પ્રમાણમાં ખાતા હોવ તો હવે તેનું સેવન કરતા પહેલા થોડી અગત્યની અડદની દાળ વિશેની માહિતી મેળવી લીધા પછીં જ તેનું સેવન કરજો નહિતર તમને અડદની દાળ ભારે પડી જશે.
અત્યારે ખાસ કરીને જોઈએ તો મોટાભાગના લોકો અડદની દાળનું સેવન કરે છે પરતું તેમને તે ખબર નથી કે અડદની દાળ એ અમુક પ્રકારના નિયમ અનુસાર જ ખાવી જોઈએ, અડદની દાળનું જો તમે વધુ પડતું સેવન કરશો તો પણ તમારા સ્વાસ્થ્યને તે માઠી અસર પહોચાડે છે એટલે તેનું સેવન પ્રમાણસર જ કરવું જોઈએ.
અડદની દાળ ખાવાથી ફાયદાઓ પણ થાય છે કારણ કે તેમાં જરૂરી એવા પોષકતત્વો મળી રહે છે, તથા અડદની દાળમાં પ્રોટીન પણ સૌથી વધુ મળી રહે છે. આમ જોઈએ તો અડદની દાળને મોટાભાગના લોકો માટે સારી માનવામાં આવે છે પરંતુ અડદની દાળ અમુક લોકો માટે નુકશાન કારક પણ સાબિત થાય છે.
અડદની દાળ વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેનું સેવન કરવાથી યુરિક એસીડ અને ગાઉટ ની સમસ્યા વધી જાય છે. આ સમસ્યા ન વધે તે માટે અડદની દાળનું ક્યાં ક્યાં લોકોએ સેવન કરવું જોઈએ અને કેટલા પ્રમાણમાં સેવન કરવું જોઈએ તે જાણવું ખુબજ જરૂરી છે.
અડદની દાળ કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ: અડદની દાળ ખાવાથી ફાયદો તો થાય જ છે પરંતુ જે લોકોને દરરોજ અડદની દાળ ખાવાની ટેવ પડી ગઈ હોય તે લોકોએ થોડું ચેતી જવું જોઈએ કારણ કે દરરોજ અડદની દાળ ખાવાથી તેમના સ્વાસ્થ્ય ઉપર થોડી વિપરીત અસર પડે છે. જો તમે વધુ પડતી અડદ દાળનું સેવન કરશો તો તે ફાયદો કરવાની સાથે સાથે નુકશાન પણ પહોચાડે છે.
ક્યાં ક્યાં લોકોએ બિલકુલ અડદની દાળ ખાવી જોઈએ નહિ: જે લોકોને પહેલેથી જ આર્થરાઈટીસ જેવી સમસ્યા હોય તો તે લોકોએ અડદની દાળનું સેવન કરવાનું બિલકુલ ટાળવું જોઈએ, ખરેખર જોઈએ તો અડદની દાળમાં એવા પણ ઘણાબધા તત્વો હોય છે જે ગાઉટની સમસ્યામાં સારો એવો વધારો કરે છે.
જે લોકોને અપચાની તકલીફ હોય છે તે લોકોએ અડદની દાળનું બહુ ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. અડદની દાળ એ એક એવા પ્રકારની દાળ છે જે પચાવમાં થોડો વધારે સમય લે છે તેથી તેના કારણે ઘણીવખત પેટમાં કબજિયાત, પેટમાં દુખાવો, પેટમાં ગેસ, અપચો, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓ થવાની શક્યતાઓ રહે છે.
જે લોકો સતત યુરિક એસીડથી પીડિત છે તેમને માટે પણ અડદની દાળ નુકશાન કરે છે કારણ કે વાસ્તવમાં જોઈએ તો અડદની દાળમાં એવા તત્વો સામેલ હોય છે જે કિડનીમાં કેલ્સીફીકેશન સ્ટોન્સને ઉત્તેજિત કરે છે અને તેના કારણે ઘણી વખત એવું પણ બને છે કે કીડનીની સમસ્યા વધારે છે આવી કંડીશનમાં તમારા લોહીમાં પહેલેથી જ યુરિક એસીડનું પ્રમાણ વધી ગયું હોય છે જે ખુબજ નુકશાન કરે છે.
આમ, અડદની દાળ કેવા કેવા લોકોને માટે નુકશાન કરે છે તેના વિશેની માહિતી મેળવી તેમજ અડદની દાળનું સેવન શા માટે ન કરવું જોઈએ તેના વિશે સમજ મેળવી.