નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ ડ્રેગન ફ્રુટ ખાવાથી શરીરને થતા અદભુત ફાયદા વિષે. ફળોના ફાયદા વિશે સૌ કોઈ લોકો જાણતા હોય છે. બધા ફળોની પોતાના ખાસ ગુણધર્મો હોય છે, જે આપણા શરીરને પોષક તત્ત્વો આપે છે. કેટલાક લોકોને ફળો વિશે વધુ ખબર પણ હોતી નથી. આજે અહીં અમે જે ફળની વાત કરી રહ્યા છીએ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ ફળનું નામ ડ્રેગન ફ્રૂટ છે. ભારતમાં હવે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ‘કમલમ’ કરવામાં આવ્યું છે.
ડ્રેગન ફ્રૂટ અથવા કમલમ શું છે : ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાનિક નામ હિલોસેરસ અન્ડસ (Hiloceras Undus)છે. ગુજરાત સરકારે તેનું નામ બદલ્યું છે. તેમનો વિચાર છે કે કોઈ પણ ફળમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ યોગ્ય નથી લાગતો. ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાય છે. આથી આ ફળનું નામ સંસ્કૃત શબ્દ ‘કમલમ’ પરથી આપવામાં આવ્યું છે. આ ફળ મુખ્યત્વે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે.
ડ્રેગન ફ્રૂટ બે પ્રકારનાં હોય છે- એક સફેદ પલ્પવાળા અને બીજું લાલ પલ્પવાળા. તમને જણાવી દઈએ કે તેના ફૂલો ખૂબ સુગંધિત હોય છે, જે ફક્ત રાત્રે જ ખીલે છે અને સવાર સુધીમાં ખરી જાય છે. તેના ફાયદાઓને ધ્યાનમાં રાખીને હવે તે પટાયા, ક્વીન્સલેન્ડ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ન્યુ સાઉથ વેલ્સમાં ઉગાડવામાં આવે છે. તેમાંથી સલાડ, મુરબ્બો, જેલી અને શેક્સ બનાવવામાં આવે છે. ચાલો જાણીએ ડ્રેગન ફ્રૂટના સેવનથી શરીરને થતા ફયદા વિષે.
હૃદય માટે ફાયદાકારક : ડાયાબિટીસને કારણે હ્રદય રોગની તકલીફ થવી સામાન્ય છે. તેનું કારણ છે શરીરમાં ઓક્સિડેટીવ તણાવની વધતી અસર. આવી સ્થિતિમાં, ડોકટરો દ્વારા એન્ટી ઓકીસેડન્ટ ગુણધર્મોવાળા ફળ અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ માટે તમારી પાસે ફળોમાં ડ્રેગન ફ્રૂટ સારો વિકલ્પ છે.
કેન્સરનું જોખમ ઘટાડે : સંશોધન મુજબ ડ્રેગન ફ્રૂટ કેન્સરની સારવારમાં પણ રાહત આપે છે. તેમાં એન્ટીટ્યુમર, એન્ટી ઓક્સીડેન્ટ અને ઈન્ફ્લેમેટરી ગુણધર્મો છે. ઘણા સંશોધનમાં તે સાબિત થયું છે કે ડ્રેગન ફ્રૂટમાં મળતા આ ખાસ ગુણધર્મો મહિલાઓને સ્તન કેન્સરથી સુરક્ષિત રાખે છે.
ડાયાબિટીસ : ડાયાબિટીસએ વિશ્વનો સૌથી ખતરનાક રોગ છે. ડ્રેગન ફ્રૂટમાં પ્રાકૃતિક એન્ટી-ઓક્સીડેન્ટ સાથે સાથે ફ્લેવોનોઇડ્સ, ફેનોલિક એસિડ, એસ્કોર્બિક એસિડ અને ફાઇબર (Flavonoids, Phenolic Acid, Ascorbic Acid And Fiber) જોવા મળે છે. તે આપણા શરીરમાં બ્લડ શુગરની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેને ડાયાબિટીઝ નથી, તેના માટે ડ્રેગન ફ્રૂડનું સેવન ડાયાબિટીઝથી બચવાનો એક સારો વિકલ્પ છે.
પેટ સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક : પેટને લગતી સમસ્યાઓથી રાહત મેળવવા માટે ડ્રેગન ફળનું સેવન પણ કરી શકાય છે. તેમાં હાજર ઓલિગોસેકરાઇડ્સ (એક પ્રકારનું રાસાયણિક સંયોજન)ની પૂર્વગ્રંથિ (પ્રીબાયોટિક) ગુણ આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયામાં વધારો કરે છે. આ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
સંધિવામાં અસરકારક : સંધિવા અથવા આર્થરાઇટિસ એવી શારીરિક સમસ્યા છે જે તમારા સાંધાને અસર કરે છે. આમાં સાંધામાં દુખાવો થાય છે, સોજો આવે છે અને ઉઠવા- બેસવામાં તકલીફ થાય છે. શરીરમાં ઓક્સિડેટીવ તણાવ વધી જવું આની પાછળનું એક મુખ્ય કારણ છે. તેને કંટ્રોલ કરવા માટે ડ્રેગન ફ્રૂટનું સેવન લાભદાયી હોય શકે છે.
ડેન્ગ્યુમાં ફાયદાકારક : ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ ડેન્ગ્યુના ઉપચારમાં પણ મદદરૂપ છે. માટે ડ્રેગન ફળના બીજનો ઉપયોગ કરી શકાય છે. તેના બીજમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જે ડેન્ગ્યુના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે.
ડ્રેગન ફ્રૂટના સેવનથી દમ થશે કંટ્રોલ : અસ્થમા એ એક લાંબી બિમારી છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આમાંથી રાહત મેળવવા માટે ડ્રેગન ફળનો ઉપયોગ પણ કરી શકાય છે. કોઈપણ પ્રકારની એલર્જીમાં ડ્રેગન ફળ ફાયદાકારક છે.
ગર્ભાવસ્થામાં ફાયદાકારક : લોકોના મનમાં સવાલ જ આવ્યો હશે કે ગર્ભાવસ્થામાં ડ્રેગન ફળ ખાવું જોઇએ કે નહીં. સગર્ભા સ્ત્રીઓ માટે ડ્રેગન ફળ ખાવાના ફાયદા પણ જોવા મળ્યા છે. સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરમાં એનીમિયાને કારણે લોહી ઉણપ આવે છે, જેથી ઘણી ગંભીર સમસ્યાઓનું જોખમ રહે છે, જેમ કે ગર્ભપાત, જન્મ સમયે બાળકનું મૃત્યુ, સમય પહેલા ડિલિવરી વગેરે. ડ્રેગન ફ્રૂટમાં આયર્નની માત્રા મળી આવે છે, જે સગર્ભા સ્ત્રીઓમાં એનીમિયાની સમસ્યા ઘટાડવામાં મદદ કરી શકે છે.
ભૂખ વધારવા માટે : ભૂખ વધારવામાં પણ ડ્રેગન ફળ ફાયદાકારક છે. ડ્રેગન ફળોમાં મળતા ફાઈબર અને વિટામિન પેટને લગતી બીમારી જેમ કે પાચન ક્રિયા જેવી સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે, જે ભૂખ વધારે છે.
આમ, ડ્રેગન ફ્રુટ સ્વાથ્ય માટે ખુબ જ ઉપયોગી ફળ માનવામાં આવે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે, જો તમે અન્ય કોઈ મેડીસીન લેતા હોય તો આ ફળનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.