નમસ્કાર મિત્રો, આજના આ આર્ટિકલમાં વાત કરવાના છીએ ઘર અથવા ઓફિસનું વાતાવરણ બંધિયાર હોવાથી થતું પ્રદુષણ વિષે. એક આર્ટીકલ મુજબ હવાના પ્રદુષણના કારણે દુનિયામાં 2019માં કોરોના પહેલા લગભગ 7 લાખ લોકોના મોત થયા હતા, જેમાં 4.30 લાખ લોકોના મોત ઇનડોર (ઘર અને ઓફીસ) પ્રદુષણથી થયા હતા.
સામાન્ય રીતે માણસ દિવસમાં 7-8 કલાક ઓફિસમાં હોય છે. ઓફીસના બંધિયાર વાતાવરણ પણ સ્વાથ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. ઇનડોર પ્રદુષણ બહારના પ્રદૂષણ કરતા ઘણું વધારે નુકશાનકારક હોય છે. ઇનડોર પ્રદુષણમાં પ્રદુષકો બંધિયાર વાતાવરણમાં અંદરને અંદર ઘુમરાતા હોવાથી તે વધારે નુકશાનકારક બની શકે છે અને સ્વાથ્ય સબંધિત રોગોને આમંત્રણ આપે છે.
ઘર અથવા ઓફિસનું બંધિયાર વાતાવરણમાં ધૂળના રંજકણ, ડસ્ટ માઈટસ, રેડોન, કાર્બન ડાયોક્સાઈડ, ધુમાડો, ઘરમાં ફર્નીચર સહીત ચીજો પર લગાવેલ કલર અને કેમિકલમાંથી નીકળતો ગેસ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ તત્વો માનસિક, ફેફસા, હદય સંબધિત બીમારી જેવા રોગોને આમંત્રણ આપે છે.
ઘર અને ઓફીસનું વાતાવરણ બંધિયાર હોવાથી પ્રદુષણ અંદર ઘુમરાતું રહે છે અને આપણા શ્વાસમાં ભળીને શરીરમાં જાય છે અને આ શરીર માટે ભયજનક પરિસ્થિતિ ઉભી કરે છે. ચાલો જાણીએ ઘર અને ઓફીસના પ્રદુષણને દુર કરવાના સરળ ઉપાયો વિષે.
ઘર અને ઓફીસમાંથી પ્રદુષણ દુર કરવા આટલું કરો : પ્રદુષણ ઉપર સંશોધન કરનાર ભરત દીક્ષિતના જણાવ્યા અનુસાર ઘર અને ઓફીસના ઇનડોર પ્રદુષણને દુર કરવા અને વાતાવરણને શુદ્ધ કરવા કરો આ સરળ ઉપાયો. ઘર અને ઓફસના બારી-દરવાજા ખુલ્લા રાખવા, કુંડામાં તુલસી-પીપળો જેવા ઝાડ ઉગાડો, ઘરમાં અને રસોડામાં ઉપરના ભાગે એક્ઝોસ્ટ ફેન લગાવો, કપૂર અને ગુગળનો હવન કરવો.
વિશ્વના ઘણા સંશોધનો અનુસાર એવું સાબિત થયું કે પ્રદુશને નાથવા માટેની વૈદિક પદ્ધતિ પણ ઘણી ઉપયોગી સાબિત થાય છે, જેમ કે ઘરમાં તુલસીનો છોડ લગાવવો, ભરપુર ઓક્સીજન આપતા વૃક્ષો ઉગાડવા જેમ કે પીપળો અને લીમડો ઉગાડવા, નિયમત સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે ગાયનું છાણું, શુદ્ધ ઘી સાથે ગુગળ, કપૂર, અજમો, લવિંગ, સુકો લીમડો, કોપરું અને ચોખાનો યજ્ઞ કરવો જેનાથી પ્રદુષણ દુર થશે અને વાયરસ અને બેકટેરિયાનો પણ નાશ થશે.
ભરત દીક્ષિતના જણાવ્યા અનુસાર આટલું કરવાથી ઘર અને ઓફીસના ઇનડોર પ્રદુષણને દુર કરી શકાય છે અને આપણ સ્વાથ્યને તંદુરસ્ત રાખી શકાય છે. ઇનડોર પ્રદુષણ દુર કરવું આપણ માટે ખુબ જ જરૂરી છે.
આમ, આ સરળ ઘરેલું ઉપાયો કરવાથી ઘર અને ઓફીસના ઇનડોર પ્રદુષણને દુર કરવાથી સાથે વાતાવરણ પણ શુદ્ધ રાખી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ ઘર અને ઓફીસના ઇનડોર પ્રદુષણથી બચી શકો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.