ચોમાસુની ઋતુ બધા માટે રાહતનો શ્વાસ લઈને આવે છે. આ સમયે સળગતી ગરમીનો અંત આવે છે સાથે જ વરસાદના છાંટાથી દરેકનું મન પ્રફ્ફુલ થઈ જાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ સમય ગેસ્ટ્રો ઈન્ટેસ્ટનાઇલ (Gastroenteritis) ચેપથી બચવાનો પણ છે. આ ઋતુમાં લોકોની રોગપ્રતિકારક ક્ષમતા નબળી થવા લાગે છે, જે ચેપનું જોખમ વધારે છે. આ સીઝનમાં તમારે તમારા ખાવા પીવાની ખૂબ કાળજી લેવી જોઈએ. નિષ્ણાંતોના મતે, વરસાદની મોસમમાં હવામાં ભેજનું પ્રમાણ વધતાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં પણ વધારો થાય છે. માટે ખોરાકને સંપૂર્ણ સુરક્ષિત રાખવાની જવાબદારી તમારી છે.
લોકો ચોમાસાની ઋતુમાં વાયરલ બીમારીઓ સૌથી વધારે પ્રમાણમાં ભોગ બનતા હોય છે. શરદી, તાવ જેવી બીમારી અવારનવાર થતી હોય છે. આ બીમારી બચવું પણ જરૂરી છે. જયારે તમે વરસાદમાં વધારે પ્રમાણમાં પલળો છો ત્યારે ભીના કપડા થોડો સમય પહેરવાથી શરીરમાં વિષેશ બેક્ટેરિયા જન્મ લે છે, પરિણામે તાવ, શરદી જેવી વાયરલ બીમારીઓ થાય છે. આજના આ આર્ટીકલ દ્વારા અમે તમને કેટલી બાબતો વિષે જણાવી રહ્યા છીએ તેનું ધ્યાન રાખવાથી તમે બીમારીઓથી બચી શકો છો.
ચોખ્ખુ પાણી પીવો : વરસાદની સિઝનમાં પીવાના પાણી અંગે થોડી વધુ સાવચેતી રાખવી જોઈએ. આ ઋતુમાં પાણીજન્ય રોગો વધારે પ્રમાણમાં થતા હોય છે. નિષ્ણાંતોના મતે ચોમાસામાં હાઇડ્રેટેડ રહેવા માટે વ્યક્તિએ પુષ્કળ પાણી પીવાની જરૂર હોય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે આ પીવાનું પાણી સંપૂર્ણપણે સ્વચ્છ હોય. પીતા પહેલા પાણીને ફિલ્ટર કરવું વધુ સારું છે અને પછી તેને ઉકાળીને રાખો. જો તે ઠંડું થયા પછી તેને પીશો, તો તે તમારા માટે સલામત રહેશે અને તમે પણ બીમાર નહીં પડો. મોટાભાગે ચોમાસામાં ઉકાળેલું પાણી પીવું જ સ્વાથ્ય માટે ફાયદાકારક બને છે.
સ્ટ્રીટ ફૂડ ટાળો : ચોમાસામાં શક્ય હોય ત્યાં સુધી સ્ટ્રીટ ફૂડથી બચવું. મોટાભાગના સ્ટ્રીટ ફૂડ ખુલ્લામાં તૈયાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વરસાદના પાણીથી ખોરાક બગડવાની સંભાવના વધારે છે. સ્ટોલ્સ કેટલીકવાર ખુલ્લા નાળાની નજીક થાય છે, જ્યાં કેલિફોર્મ બેક્ટેરિયાથી ખોરાક અસુરક્ષિત હોય શકે છે. આવા ખોરાકનું સેવન કરવાથી ઝાડા થઈ શકે છે. આ સિવાય પાણીપુરી જેવા મનપસંદ સ્ટ્રીટ ફૂડ તૈયાર કરવા માટે વપરાયેલા પાણી બગડવાની સંભાવના પણ ખૂબ વધી જાય છે. આ જ કારણ છે કે આ મોસમમાં ટાઇફોઇડ અને કોલેરા જેવા રોગો વધે છે.
દૂધ અને તેના ઉત્પાદનોની સારસંભાળ રાખો : આ સિઝનમાં દૂધ અને દૂધથી બનેલી પ્રોડક્ટની પણ સંભાળ જરૂરી છે. કારણ કે સુક્ષ્મસજીવોને કારણે તેઓ ખૂબ જ ઝડપથી બગડી જાય છે. માત્ર આ પદાર્થો માટે જ નહીં, પરંતુ અન્ય ખાદ્ય ચીજો માટે પણ ધ્યાનમાં રાખવું જોઈએ, જેનો ઉપયોગ વાનગીઓ તૈયાર કરવામાં થાય છે. તેને સીલબંધ ડબ્બામાં રાખો જેથી તે ભેજ સાથે સંપર્કમાં ન આવે.
કાળજી સાથે ખોરાક ભોજનનું સેવન કરો : ચોમાસાની ઋતુમાં ચોક્કસ પ્રકારના ખોરાકનું સેવન કરતી વખતે સાવચેત રહેવું. સામાન્ય રીતે બધા પ્રકારનાં મસાલેદાર અને તેલવાળા ખોરાકનું ઓછું સેવન કરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારું છે. આ સીજનમાં લાંબા સમય સુધી ખોરાકને રાખવો નહિ તથા ખોરાકને વારંવાર ગરમ કરીને પણ ખાવો જોઈએ નહિ. બહારનું તીખું તળેલું અને મસાલેદાર ખોરાકનું સેવન કરતા પહેલા તેની ગુણવત્તા જરૂર જોવી. આમ આ ઋતુમાં ભોજનનું સેવન કરતા પહેલા ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે.
ફળોને ખુલ્લો ન છોડો : આ મોસમમાં કાપેલા ફળને ખુલ્લા રાખવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સૂક્ષ્મજંતુઓ સાથે કોઈપણ દૂષણથી બચવા માટે તેને કાપતા જ ખાઇ લેવા જોઈએ. આ રીતે જો તમે ફળોનો રસ બનાવો છો તો તે જ સમયે તેનું સેવન કરો. પછી તેને સ્ટોર કરીને ન રાખવું જોઈએ.
સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો : મચ્છરોથી બચવા સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. આ ઋતુમાં પાણીના લીધે મચ્છરો વધારે ઉત્પન્ન થાય છે પરિણામે મચ્છર સંબધિત રોગો થાય છે જેમ કે ચીકનગુનિયા. જો તમે પુરતી સાવચેતી રાખો તો આ બીમારીથી બચી શકો છો.
લાંબા સમય સુધી બ્રેડને સ્ટોર ન કરાવી : બ્રેડ અને અન્ય બેકરી પ્રોડક્ટ મોલ્ડ દ્વારા બગડવાની વધુ સંભાવના રહે છે. માટે લાંબા સમય સુધી આ ખોરાકને ભેજવાળી હવા પર રાખવાનું ટાળો. આ વસ્તુઓ પેકેટ્સ અથવા પછી એર ટાઇટ ડબ્બામાંથી નીકળતા જ સેવન કરવું જોઈએ. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી સ્વાથ્ય પર ભરી પડી શકે છે.
રાંધેલો ખોરાક યોગ્ય રીતે સંગ્રહિત કરો : ચોમાસાની મોસમમાં રાંધેલા ખોરાકને યોગ્ય રીતે સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. રાંધ્યા પછી તરત જ તૈયાર ભોજન ખાવાનો પ્રયત્ન કરો. જો તમે તેને પછીથી ખાવા માંગતા હોય, તો તેને ઠંડુ કરો. માઇક્રોબાયલ દૂષણથી બચવા માટે તેને કાળજીપૂર્વક ઢાંકીને ઠંડુ કરો. રેફ્રિજરેટ કરતી વખતે તેને ધ્યાનમાં રાખવું જોઈએ કે રાંધેલ ખોરાક ઉપરની તરફ રાખવો જોઈએ અને કાચા ભોજનને નીચલા ખાનામાં સ્ટોર કરવો જોઈએ.
આમ, ચોમાસાની ઋતુમાં આ બાબતોનું ધ્યાન રાખવાથી ગંભીર બીમારીથી બચી શકાય છે. જો ચોમાસા દરમિયાન અહીં જણાવેલ સાવચેતી અને સ્વચ્છતાનું પાલન કરવામાં આવે તો તમે અને તમારા પરિવારજનો દરેક રોગથી સુરક્ષિત રહેશો. ઉપરાંત તમે આ મોસમની સુંદરતાનો આનંદ લઈ શકશો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે બીમાંરીઠું મુક્ત રહી શકો. આ ઉપયોગી માહિતીને જરૂર જનહિત માટે શેર કરવા વિનંતી.