નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ શરદી-ઉધરસ અને તાવના અસરકારક ઘરેલું ઉપાયો વિષે. મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન 37˚ સેન્ટીગ્રેટ અથવા 98.6˚ ફેરનહીટ હોય છે, જયારે શરીરનું તાપમાન સામાન્ય સ્તર કરતા વધી જાય તેવી સ્થિતિને તાવ કહેવામાં આવે છે. તાવ એ કોઈ રોગ નથી પરંતુ કોઈ પણ પ્રકારના ચેપ સામે શરીરની પ્રતિક્રિયા દર્શાવે છે. આ સ્થિતિમાં માથાનો દુખાવો, શરીરમાં ઠંડી ચડવી, કબજિયાત, થાક લગાવો, ભૂખ ન લગાવી જેવા લક્ષણો જોવા મળે છે. ચાલો જાણીએ તાવને મટાડવાના ઘરેલું ઉપાયો વિષે.
તુલસી : તુલસીમાં એક વિશિષ્ટ સુવાસ હોય છે જે તેમાં રહેલા ઉડનશીલ તેલના કારણે હોય છે. જે હવામાં પ્રસરીને હવાનું શુદ્ધિકરણ કરવામાં મદદરૂપ બને છે. માટે જ જયારે વાયરલ તાવ, મલેરિયા, ડેન્ગ્યું જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવો વધુ હોય તેવી જગ્યામાં આ સીજનમાં ઘરે નાના કુંડામાં તુલસીના છોડને વાવીને એરપ્યુરીફાયરનું કામ થઇ શકે છે.
આદુ, તુલસી અને લીંબુના રસમાં મધ મિક્સ કરીને સેવન કરવાથી શરદી-ઉધરસ, તાવ અને શરીરમાં થતું કળતર મટે છે. વાયરલ કે ડેન્ગ્યું તાવથી પીડાતા દર્દીના પીવાના પાણીમાં તુલસીના પાન નાખીને ઉકાળીને ઠંડુ થયા બાદ આ પાણી પીવડાવવાથી ઝડપથી રીકવરી આવી શકે છે. તુલસીના પાનનો નવશેકો ઉકાળો પીંધાના થોડા જ સમયમાં પરસેવો વળી તાવ ઉતારવા લાગે છે.
ફુદીનો અને આદુનો રસ : ફુદીનો અને આદુનો રસ પીવાથી તાવ ઉતરી જાય છે. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાના પાન નાખીને ઉકાળી લેવું, ત્યારબાદ થોડું ઠંડુ થયા બાદ તેમાં મધ નાખીને પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર પાણીના પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. જો તાવ વધારે જણાય તો ડોક્ટરને ઝડપથી બતાવો.
જીરું : જીરૂને બરાબર વાટીને તેના ચાર ગણ પાણીમાં રાત્રે પલાળીને સવારે ખાલી પેટ પીવાથી ટાઢિયો તાવ મટે છે. કોઈ પણ જાતના તાવમાં અડધી ચમચી મીઠું ગરમ પાણીમાં નાખી તે પાણી દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઉતરી જાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી આખા ધાણાને નાંખી અડધું રહે ત્યાં સુધી ઉકાળીને થોડું ઠંડુ થયા બાદ પીવાથી તાવ ઝડપથી ઉતરી જશે.
અજમો : વારંવાર ઠંડી લાગીને આવતા તાવમાં 1-2 ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડવાની સાથે પરસેવો વળીને તાવ ઉતરે છે. રાત્રે અજમાને પાણીમાં પલાળીને સવારે ગાળીને તેમાં થોડી મીઠું નાખીને પીવાથી મલેરિયા તાવ મટે છે. અજમાને શેકીને ચૂર્ણ બનાવીને લેવાથી પણ તાવ ઉતારી જાય છે. અજમાનો ઉકાળો બનાવીને ગરમ દૂધ સાથે સેવન કરવાથી શરદી-ઉધરસ, કફ, માથાનો દુખાવો જેવી સમસ્યામાં આરામ મળે છે.
એલચી : એલચી અને મરીંનું પાણી પીવાથી તાવ મટે છે. 2-2 એલચી અને મરીને રાત્રે પાણીમાં પલાળીને સવારે બરાબર ચોળીને તે પાણીને ગાળીને દિવસમાં 2-3 વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. વરીયાળી અને ધાણાનો ઉકાળો કરી તેમાં સાકાર નાખીને સેવન કરવાથી પિત્તનો તાવ મટે છે.
કાંદાનો રસ વારંવાર પીવાથી ફ્લુનો તાવ ઉતરી જાય છે. તુલસીના પાન, અજમો અને સુંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ મિક્સ કરીને સેવન કરવાથી ફ્લુનો તાવ મટે છે. 10 ગ્રામ ધાણા અને 3 ગ્રામ સુંઠ લઈને તેનો ઉકાળો બનાવીને તેમાં મધ ઉમેરીને મિક્સ કરી પીવાથી ફ્લુનો તાવ મટી જાય છે.
તુલસીનો રસ, મરીનું ચૂર્ણ મિક્સ કરીને તેમાં મધ ઉમેરીને પીવાથી તાધિઓ તાવ મટે છે. ગરમ કરેલા દુધમાં હળદર અને મરી મિક્સ કરીને સેવન કરવાથી ટાઢિયો તાવ મટે છે. ફુદીનાનો તાજો રસ મધ સાથે મિક્સ કરીને પીવાથી ન્યુમોનિયા તાવ મટે છે.
આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે તાવને મટાડી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરી શકો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.
નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.