મોટાભાગનો નાસ્તો બનાવવા માટે અત્યારે મમરાની જરૂર પડે છે જેવા કે ભેળ, સેવ મમરા, મમરાના લાડુ, શેવડો, વગેરે બનાવવા માટે મમરાની જરૂર પડે છે. આ મમરામાંથી બનાવેલો નાસ્તો ખાવાથી શું શું ફાયદો થાય છે તેની લોકોને જાણ નથી હોતી માટે અમે તમને આ નાસ્તામાં લેવામાં આવતા મમરા ખાવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ.
મમરા ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે તેમજ તમને વજન વધુ પડતું લાગતું હશે તો તે પણ સાવ ઘટાડી દેશે. આમ જોઈએ તો મમરા એકદમ સ્વાદમાં સ્વાદિષ્ટ હોય છે આ ઉપરાંત મમરા સ્વાદમાં મધુર હોવાની સાથે સાથે સ્વાસ્થ્યને માટે પણ ફાયદો કરે છે.

મમરા ખાવાથી શરીરને ખુબજ ફાયદો થતો હોવાથી તમારે મમરા ને અવશ્ય ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. મમરા બજારમાં બહુ સરળતાથી અને સસ્તા મળી રહે છે.
સીલીએક બીમારી માટે ફાયદો કરે છે : સીલીએક એ એક પ્રકારની ગંભીર બીમારી છે જે ઘઉં, રાઈમાંથી મળી આવતા લસ નામના પદાર્થના લીધે થતી હોય છે, માટે તમે આ પ્રકારની બીમારીથી સતત પીડાઈ રહ્યા છો તો તમે મમરાનું સેવન કરશો તો સાવ છુટકારો થાય છે.
વજન ઓછુ કરે છે : સામાન્ય રીતે જોઈએ તો તમે વધુ પડતા વજનથી સાવ કંટાળી ગયા છો તો તમે મમરા ખાશો તો વજન સાવ ઘટી જશે. મમરામાં કેલરીનું પ્રમાણ બહુ ઓછુ હોય છે તેથી તમે મમરાનું સેવન કરશો તો વજન ઓછુ થશે. મમરા માંથી ફાઈબર મળી રહેતું હોવાથી તમારું અખો દિવસ સુધી પેટ ભરી રાખે છે તેમજ ભૂખ પણ લાગવા દેતું નથી.
એલર્જીનું લેવલ વધારે છે : જે લોકો નાસ્તામાં મમરા ખાઈ છે તેમનું એલર્જી લેવલ પણ જળવાઈ રહે છે, તમે જો આખો દિવસ સુધી કામ કરતા હો તો પણ તમને જરા પણ થાક લાગતો નથી. મમરામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, એનર્જી, કાર્બોહાઈડ્રેટ, ઉર્જા, પોટેશિયમ, નીયાસીન, થાઇમીન, અને રીબોફ્લેવીન જેવા જરૂરી તત્વો મળી રહે છે.
કબજિયાતની સમસ્યા માંથી મુક્તિ અપાવે છે : મમરામાં ડાયેટરી ફાયબર મળી રહેતો હોવાથી તમે ખાધેલો કોઇપણ ખોરાક પચાવવામાં ફાયદો કરે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા થતી હોય તેમને માટે પણ ખાધા પચી મમરા ખાવાથી ફાયદો થાય છે.
પોષકતત્વોની ઉણપવાળા માટે ફાયદો કરે છે : તમને ખબર હશે કે આપણા શરીરને ચલાવવા માટે જરૂરી પોષકતત્વોની જરૂર પડે છે. જો તમારા શરીરમાં પોષકતત્વોની કમી હોય તો તે કમીને દુર કરવા માટે મમરાનું સેવન કરવાથી કમી દુર થાય છે.
આમ, મમરા હોય છે