નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ કંટોલા આયુર્વેદિક ગુણો વિષે. કંટોલા સામાન્ય રીતે ચોમાસાની સીજનમાં જોવા મળે છે. ચોમાસામાં વરસાદ થતા જ વાડીના સેઢે અને વગડામાં કંટોલાના વેલા ઉગી નીકળે છે. કંટોલા એક એવું શાકભાજી છે જે કોઈ પણ પ્રકારની જંતુનાશક દવા વગર થતું સંપૂર્ણ ઓર્ગેનિક શાકભાજી છે. આયુર્વેદમાં પણ કંટોલાને ખુબ જ ગુણકારી કહેવામાં આવ્યા છે. કંટોલાનો ઉપયોગ અમુક ખાસ દવાઓમાં પણ કરવામાં આવે છે.
આયુર્વેદમાં કંટોલાનો ઘણા રોગોમાં ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. કંટોલા ત્રિદોષનાશક હોવાથી કોઈ પણ ઋતુ, કોઈ પણ રોગ અને કોઈ પણ ઉમરના લોકો તેનું સેવન કરી શકાતું હોવાથી તેને શાકભાજી તરીકે હમેશા ખાઈ શકાય છે.
કંટોલા સ્વાદમાં સહેજ કડવા અને મધુર હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કંટોલામાં પ્રોટીનનું પ્રમાણ ભરપુર માત્રામાં હોવાથી તેને શરીર માટે ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે. કંટોલા પચવામાં હળવા, તાસીરમાં ઠંડા અને વાયુકારક હોવાથી તેના શાકમાં તલતેલ, હિંગ, લસણ, મેથી વગરે વધારે પ્રમાણમાં નાખવામાં આવે છે. વાયુના રોગો અને વાયુ પ્રકૃતિવાળા લોકોએ તેનું સેવન ઓછુ કરવું જોઈએ.
કંટોલામાં ફાઇટોકેમિકલ્સમળી આવે છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે લીવરને પણ સ્વસ્થ રાખે છે. કંટોલાનું સેવન કરવાથી શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે અને શરીરની નબળાઈ દુર કરે છે. કંટોલાનું સેવન કરવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે કારણ કે તેમાં ઓછી માત્રામાં કેલેરી હોય છે અને પ્રોટીન અને આયર્ન વધારે હોય છે. શરીરનું વજન ઘટાડનારા લોકો માટે આ એક સારો ઉપાય છે.
સુશ્રુતસંહિતમાં પણ કંટોલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આંખના રોગના દર્દી માટે તેનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કંટોલામાં લ્યુંટેન અને કેરોનોઈડસ તત્વ મળી આવે છે જે આંખ સંબધિત રોગો, હદય રોગ અને કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદરૂપ થાય છે. તાવની સમસ્યામાં કંટોલાના પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળી તેમાં એક ચમચી મધ નાખીને પીવાથી તાવમાં ઝડપથી આરામ મળે છે.
નિયમિત કંટોલાનું શાક ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. કબજિયાત અને અપચાની સમસ્યામાં કંટોલાનું સેવન કરવાથી છુટકારો મળે છે. અમુક સંશોધનો અનુસાર કંટોલાનું શાક ખાવાથી તે શરીરને ડીટોક્સ કરે છે જેનાથી શરીરની બધી ગંદગી બહાર નીકળવાની સાથે ચેહરા પરના ખીલ, દાગ-ધબ્બા દુર થાય છે અને ત્વચામાં નિખાર લાવે છે.
ડાયાબીટીસની સમસ્યામાં કંટોલા ફાયદાકારક સાબિત થાય છે. કારેલાની જેમ કન્તોલા પણ ડાયાબીટીસની સમસ્યામાં મદદરૂપ બને છે. કંટોલાનો રસ કાઢીને તેમાં હળદર મિક્સ કરીને નિયમિત સવારે પીવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. કંટોલાના સેવનથી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખી શકાય છે.
કંટોલાનું સેવન કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. હદયરોગના દર્દીઓ માટે કંટોલાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કંટોલામાં મોમોરડીસન નામનું તત્વ મળી આવે છે જે એક એન્ટી ઓક્સીડેંટ છે જે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે અને હદયને સ્વસ્થ રાખે છે.
કંટોલાનું શાક બાળકોને ખાસ ખવડાવવું જોઈએ કારણ કે તે પેટમાં કૃમિને થતા અટકાવે છે અને કૃમિનો નાશ કરે છે. કંટોલાના સેવનથી પેટના કૃમિની સમસ્યાને દુર કરી શકાય છે. કંટોલાનું સેવન કરવાથી ઉધરસની સમસ્યાને પણ દુર શકાય છે.
કંટોલામાં એન્ટીએલર્જીક ગુણ હોય છે. માટે તાવ અને શરદી-ઉધરસની સમસ્યા કંટોલાનું સેવન લાભદાયી બને છે. પથરીની સમસ્યામાં પણ કંટોલાનું સેવન ફાયદાકારક બને છે. શરીરમાં સોજા આવ્યા હોય તેમાં પણ કંટોલાનું શાક લાભદાયી છે. માટે જ કંટોલા શરીર માટે અમૃત સમાન ઔષધી માનવામાં આવે છે.
આમ, કુદરતી કંટોલાનું સેવન કરવાથી શરીરને અઢળક ફાયદાઓ થાય છે. કંટોલા શરીર માટે અમૃત સમાન ઔષધી સાબિત થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.