અત્યારે ખજુરભાઈથી લગભગ મોટાભાગના લોકો પરિચિત હશે જ તથા તે ગરીબ લોકો માટે ભગવાન કહીએ તો પણ કહી શકાય તે ગરીબ લોકોની ખુબજ સારી રીતે સેવા કરી રહ્યા છે.
તો ચાલો જાણી લઈએ કે ખજુરભાઈ દરરોજનું કેટલા રૂપિયાનું દાન કરે છે તેમજ તેમના દાન કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે ? આ ઉપરાંત ખજુરભાઈ આટલું દાન કરી રહ્યા છે તો તેમનો મુખ્ય આવકનો સ્ત્રોત શું છે તેના વિષે માહિતી મેળવી લઈએ.
ગુજરાતના શુદ્ધ સોના તરીકે ઓળખાતા એવા ખજુરભાઈ અત્યારે દરેક લોકોમાં સારી એવી નામના મેળવી છે. ગરીબલોકોને તે આર્થિક એવી જરૂરીઆત પૂરી કરે છે. અત્યારે બધા જ લોકોને ખબર છે કે ખજુરભાઈ એ ગુજરાતના ગરીબ વર્ગના લોકોને રહેવા માટે અંદાજે 200 કે તેથી વધુ ઘર બનાવી દીધા છે. આ ઉપરાંત ઉનાળાની બળબળતી ગરમીમાં તેમણે લોકોના ઘરે ઘરે જઈને કુલરનું પણ વિતરણ કર્યું છે.
આજે આપણે ખજુરભાઈની એક સરસ મજાની એવી વાત સંભાળવાની છે કે તે જાણીને સૌને નવાઈ જ લાગશે. ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની અંદાજે એક દિવસમાં કેટલા હાજર રૂપિયાનું દાન કરી નાખે છે તે આંકડો જાણીને તમને પણ નવાઈ લાગી જશે.
ખજુરભાઈ ગરીબ લોકોને અંદાજે એક જ દિવસ માં 50 હજાર કે તેથી પણ વધુ રૂપિયાનું દાન કરે છે, આ ઉપરાંત ખજુરભાઈ ગરીબ લોકોને ઘર બનાવી દે છે. તેમાં પણ ખજુરભાઈ 50 થી 60 રૂપિયા જેવો ખર્ચ કરે છે.
ખજુરભાઈનું એક ઈન્ટરવ્યું લેવાયું હતું અને તે ઈન્ટરવ્યુંમાં તેમને ઘણાબધા સવાલો કરવામાં આવ્યા હતા તથા તેમણે પોતાની જાતે તે કઈ રીતે આટલે સુધી સિદ્ધિ હાંસલ કરી તે પણ જણાવે છે. ખજુરભાઈ એ જણાવ્યું હતું કે તે પોતાની કુલ આવકમાંથી અંદાજે ૭૫% આવક ગરીબ લોકોને દાન કરે છે.
ખજુરભાઈ ને પોતાની આવક નો મુખ્ય સ્ત્રોત એ YouTube ચેનલ છે. તેમની એક સરસ મજાની YouTube ચેનલ છે અને તે ચેનલમાંથી ખજુરભાઈને મુખ્ય આવક થાય છે. આમ જોઈએ તો ખજુરભાઈને YouTube માં બે ચેનલ છે તેમાં એક નું નામ છે Khajur Bhai Vlogs અને બીજી ચેનલનું નામ છે Khajur Bhai.
ખજુરભાઈ આ પોતાની ખજુરભાઈ નામની ચેનલમાં કોમેડી વિડીઓ અપલોડ કરે છે અને લોકોને આ કોમેડી વિડીઓ ના માધ્યમથી મનોરંજન કરાવે છે. લોકોને પણ આ વિડીઓ જોવાનું ખુબજ ગમે છે.
ખરેખર ખજુરભાઈએ અત્યાર સુધીમાં કેટલાય લોકોના જીવન સુધારી નાખ્યા છે તથા ખજુરભાઈ ગરીબ લોકો વિશે કહે છે કે ગરીબ લોકોની સેવા કરવી તથા તે લોકોની આર્થિક જરૂરિયાતને પૂરી કરવી એ તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ખજુરભાઈ એ પોતાનું કામ છોડીને બીજા લોકોની સેવા કરી એ બદલ લોકો તેમને લાખ લાખ સલામ કરે છે.
આમ, ખજુરભાઈ એ કરેલી ગરીબ લોકોની મદદ અને પૂરી કરેલી તેમની જરૂરિયાતો વિશે માહિતી મેળવી.