નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ દહીં સાથે ગોળનું સેવન કરવાથી આરોગ્યને થતા ફાયદા વિષે. દહીંમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે, જે ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ સાથે ગોળમાં પુષ્કળ આયર્ન મળે છે. કેટલીક વસ્તુઓ એક સાથે ખાવાથી તેમની શક્તિ વધે છે અને ફાયદા પણ વધારે મળે છે. ગોળ અને દહીંનું કોમ્બિનેશન પણ આશ્ચર્યજનક છે. દહીં સાથે ગોળ ખાવાથી ફાયદા બમણા થાય છે. તે ફક્ત તમારા પેટના સ્વાસ્થ્ય માટે જ શ્રેષ્ઠ નહીં પરંતુ આરોગ્યની અનેક સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
ગોળ સ્વાદનો ખજાનો જ નહીં સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ડોક્ટર હંમેશાં સારી તંદુરસ્તી માટે મીઠાઈઓથી ખાસ કરીને ખાંડથી દૂર રહેવાની સલાહ આપે છે, પરંતુ ગોળ સાથે આવું કોઈ બંધન નથી. ગોળ ખાવામાં માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે ઘણા ઔષધીય ગુણથી ભરેલો છે. આ એક સુપર ફૂડ છે જેના ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ ફક્ત શિયાળાની ઋતુમાં જ કરે છે, જ્યારે તે આખા વર્ષ દરમિયાન ખાઈ શકાય છે અને શરીરને પણ તેનાથી ઘણા ફાયદાઓ મળે છે. અહીં અમે તમને ગોળની સાથે દહીંના આરોગ્ય લાભો જણાવી રહ્યા છીએ.
લોહીની ઉણપને દૂર કરે : લોહીની ઉણપને દુર કરવા દહીં સાથે ગોળનું સેવન કરવું સારું માનવામાં આવે છે. લોહીની ઉણપ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેને એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. જો તમે પણ તમારા શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માંગતા હોય તો દહીંમાં ગોળ મિક્સ કરીને દરરોજ પીવો. જો શરીરમાં લોહીનો અભાવ હોય તો ગોળ ખાવાનું સારું માનવામાં આવે છે, પરંતુ દહીં સાથે ગોળનું સેવન કરવાથી તેના સ્વાસ્થ્ય લાભ બમણા થઈ શકે છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક : સામાન્ય રીતે તમારું વજન ઓછું કરવા માટે બે બાબતો સૌથી મહત્વપૂર્ણ છે. તમારો આહાર અને શારીરિક રીતે સક્રિય રહેવું. આહારમાં તમે દરરોજ એક વાટકી દહીંમાં ગોળ ઉમેરીને લઈ શકો છો. જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો તમે દહી અને ગોળનું સેવન કરી શકો છો.
આંતરડાને સ્વસ્થ રાખવા માટે : ગોળમાં એન્ટી-ઓકિસડન્ટો હોય છે. જે શરીરને ફ્રી રેડિકલથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. ગોળ ખાવાથી આંતરડા મજબૂત થાય છે. તે શરીરનું તાપમાન પણ બરાબર રાખે છે. ગોળ ખાવાથી શ્વાસની તકલીફો મટે છે. દહીંમાં કેલ્શિયમ ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.
શરદી- ઉધરસ : સામાન્ય રીતે મોસમમાં બદલાવના કારણે દરેકને શરદી-ઉધરસ થાય છે. ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, મેંગેનીઝ અને કોપર જેવા ખનીજ તત્વો હોય છે, જે તમને અનેક રોગોથી દૂર રાખે છે. જો તમે શરદી-ઉધરસની સમસ્યાથી પરેશાન છો, તો દહીંમાં ગોળ અને કાળા મરી નાખીને તેનું સેવન કરો. શરદી-ઉધરસમાં આ ઉપાય અસરકારક સાબિત થઇ શકે છે.
પાચન સુધારે છે : આજના સમયમાં ખરાબ ખાણી-પીણીના કારણે ઘણા લોકોને અપચોની સમસ્યા થતી હોય છે, તેના કારણે પેટની અન્ય સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. જેમ કે કબજિયાત, ઉબકા, પેટનું ફૂલવું વગેરે. જો તમે નિયમિત એક વાટકી દહીંનું મિશ્રણ ગોળ સાથે સેવન કરો છો તો તે તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. દહીં અને ગોળમાં એવા ગુણ મળી આવે છે જે તમારી પાચક શક્તિને બરાબર રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. પાચનની સમસ્યાને આ ઉપાય દ્વારા મટાડી શકાય છે.
પીરિયડ્ ની પીડાથી રાહત આપશે : પીરિયડના દુખાવાથી રાહત મેળવવા માટે તમે દહીંમાં ગોળ મિક્સ કરીને સેવન શકો છો. તે ફક્ત પીરિયડની પીડાથી રાહત આપી શકતું નથી પરંતુ પેટની એંઠનને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે હજી સુધી પ્રયત્ન કર્યો નથી, તો પછી આજથી જ તેનું સેવન શરૂ કરી દો. પરંતુ જો તમે અન્ય કોઈ દવા લેતા હોય તો સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
આમ, દહીં સાથે ગોળનું સેવન કરવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમે તંદુરસ્ત અને સ્વસ્થ રહો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરુરને જરૂર શેર કરવા વિનંતી.