નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ વરસાદના પ્રકારો વિષે. આપણે ઘણી વાર વડીલો પાસે સાંભળ્યું હશે કે આજે તો બારે મેઘ ખાંગા થયા, આ નો અર્થ એ થાય છે કે અત્તીશય વરસાદ થવો. જયારે ખુબ જ વરસાદ પડે ત્યારે સામાન્ય રીતે આવા શબ્દો બોલતા હોય છે કે આજે તો “બારે મેધ ખાંગા થયા”, તો આપણે બીજો પ્રશ્ન ઉદભવે કે આ બારે મેઘ વળી ક્યાં ક્યાં. ચાલો જાણીએ આ બારે મેઘના નામ અને તેના અર્થ વિષે.
1) ફરફર વરસાદ : ફરફર મેઘ જે માત્ર ધીમો ધીમો વારસદ હોય તેનાથી માત્ર હાથ પગના રુંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ હોય છે માટે તેને ફરફરિયો વરસાદ કહેવામાં આવે છે.
2) છાંટા વરસાદ : આ વરસાદના પ્રકારમાં ફરફરથી થોડો વધારે માત્રામાં વરસાદ હોય છે, જે નાના છાંટા સ્વરૂપે આવે છે.
3) ફોરા વરસાદ : આ વરસાદના પ્રકારમાં છાંટાથી થોડા મોટા ટીપા સ્વરૂપે વરસાદ આવે છે.
4) કરા વરસાદ : આ વરસાદના પ્રકારમાં ફોરાથી વધુ પણ જેનું તરત જ બફરમાં રૂપાંતર થઇ જાય છે તેવો વરસાદ એટલે કરા. આ વરસાદમાં નાના બરફના ટુકડા સ્વરૂપે કરા નીચ પડે છે.
5) પછેડીવા વરસાદ : આ વરસાદનું નામ સામાન્ય રીતે પછેડીના નામ પરથી પાડવામાં આવ્યું હશે. આ વરસાદમાં પછેડીથી પોતાનું રક્ષણ કરી શકાય તેવો વરસાદ. જેથી તેને પછેડીવા વરસાદ કેહવામાં આવે છે.
6) નેવાધાર વરસાદ : આ વરસાદમાં સામાન્ય રીતે છાપરાના નળિયા ઉપરથી પાણી વહેવા લાગે છે તેવો વરસાદ. ગામડામાં નળિયા વાળા ઘર હોય છે, વરસાદના કારણે તેના નળિયા પરથી પાણી વહેવા લાગે અને નેવાધાર થાય માટે તેને નેવાધાર વરસાદ કહેવામ આવે છે.
7) અનરાધાર વરસાદ : આ વરસાદના પ્રકારમાં એક વરસાદનો છાંટો બીજા વરસાદના છાંટાને સ્પર્શી જાય અને ધાર પાડવા લાગે તેવો વરસાદ. આ વરસાદ ધાર સ્વરૂપે થાય છે.
8) મોલ મેહ વરસાદ : આ વરસાદના પ્રકારમાં એટલો વરસાદ કે જે મોલ અને પાકને જરૂરી અને અનુકૂળ હોય તેવો વરસાદ. આ વરસાદ પાક માટે ખુબ સારો વરસાદ માનવામાં આવે છે.
9) મુશળધાર વરસાદ : આ વરસાદના પ્રકારમાં અનરાધાર વરસાદથી તીવ્ર વરસાદ હોય છે.
10) ઢેફાભાંગ વરસાદ : ઢેફાભાંગ વરસાદમાં તિવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઇ તૂટી જાય તેવો વરસાદ. આ વરસાદ મોટા મોટા છાંટા રૂપે આવે છે.
11) પાણ મેહ વરસાદ : પાણ મેહ વરસાદમાં ખેતરોમાં પાણીથી છલોછલ ભરાઈ જાય અને કુવામાં પાણી ઉપર આવી જાય તેવો વરસાદ. આ વરસાદમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પડે છે.
12) હેલી વરસાદ : હેલી વરસાદમાં આ અગ્યાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયુ ચાલે તેવો વરસાદ. સામાન્ય રીતે આ વરસાદ અઠવાડિયા સુધી પડે છે.
આશા રાખીએ કે હવે દરેક મિત્રોને ખબર પડી ગઈ હશે કે શા માટે વડીલો કહેતા કે બારે મેઘ ખાંગા થયા, સાથે જ બાધા જ વરસાદના પ્રકાર વિષે. આ જાણવા જેવી અને ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.