આપણે બધા જાણીએ જ છીએ કે જેમનો જન્મ છે તેમનું મૃત્યુ પણ અવશ્ય છે. અત્યારે મોટાભાગના લોકોના ધર્મ પ્રમાણે અંતિમસંસ્કાર એટલે કે મૃત્યુ પછી કરવામાં આવતી વિધિ એ અલગ અલગ હોય છે, હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, વગેરે લોકોમાં અંતિમ સંસ્કારની વિધિ તેમના ધર્મ મુજબ અલગ અલગ કરવામાં આવતી હોય છે. આજે અમે તમને જણાવવાના છીએ કે જયારે પારસી લોકોમાં કોઈપણ મૃત્યુ થાય છે ત્યારે તેની કઈ રીતે વિધિ કરવામાં આવે છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું.
પારસી ધર્મમાં જયારે કોઇપણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેમના શબને બીજા બધા જ ધર્મ કરતા કંઇક અલગ જ વિધિ કરવામાં આવે છે, તેમના શબને અગ્નિ સંસ્કાર પણ નથી કરવામાં આવતું તથા તેમના શબને દફન વિધિ પણ નથી કરવમાં આવતી, તથા તેમના શબને નદી કે વહેતા પાણીમાં પધરાવી દેવામાં પણ નથી આવતા.
પારસી લોકોના મૃત્યુ વિશે એવું માનવામાં આવે છે કે જ્યારથી તેમના પૂર્વજો ઈરાનમાં રહેતા હતા ત્યારથી તેમના મૃત્યુ પછીની તમામ પ્રકારની વિધિ કંઇક અલગ રીતે જ કરવામાં આવતી હોય છે. આ રીત પદ્ધતિ બીજા બધા ધર્મો કરતા સાવ અલગ જ હોય છે તેવું માનવમાં આવે છે તો ચાલો જાણી લઈએ કે શું હોય છે તેમની વિધિ.
પારસી લોકો પોતાના અંતિમ સંસ્કાર માટે જે વિધિ કરે છે તે વિધિને તીખ મીનાશની વિધિ નામથી ઓળખવામાં આવે છે. આ વિધિમાં પારસી લોકો તેમના મૃત્યુ પછી તેમના શબને ખાસ એવી એકાંત જગ્યામાં લઇ જાય છે, આ વાત જાણીને તમને સાવ નવાઈ જ લાગશે અને સવાલ પણ થશે કે આ લોકો તેમના મૃત્યુ પછી શબને શા માટે એકાંત જગ્યા એ લઇ જતા હોય છે, ત્યાં લઇ જઈને પછી તેમના શબને લટકાવી દેતા હોય છે , આના વિશે એવું પણ કહેવામાં આવે છે કે ત્યાં એકાંત જગ્યા ઉપર ગીધ પક્ષી આવતા હોય છે અને તે ગીધ આ શબને ખાઈ જાય છે માટે ગીધના ભોજન માટે આવી જગ્યા ઉપર તે લોકો મૃત્યુ પછી પછીના શબને લાવતા હોય છે.
પારસી લોકોનો સમુદાય અંદાજે ૧૭ ટકા જેટલો મુંબઈમાં રહે છે. સૌ પ્રથમ ઇ.સ ૧૬૬૧માં પારસી સમાજ મુંબઈમાં વસવા લાગ્યો હતો. મુંબઈ જેવા મહાન સીટીમાં પણ પારસી લોકો માટે એક જગ્યા એવી બનાવવામાં આવેલી છે કે ત્યાં પારસી લોકોનું કોઈપણનું મૃત્યુ થયું હોય તો તેની અંતિમ વિધિ આ જગ્યા ઉપર કરવામાં આવે છે તે જગ્યા મલબાર હિલમાં ટાવર ઓફ સાઈલેન્સના નામથી પ્રસિદ્ધ છે. આ જગ્યા આમ જોઈએ તો એક બગીચા જેવી જ છે આ જગ્યા ઉપર પારસીઓના મૃત્યુ પછીની વિધિ કરવામાં આવે છે.
એવું પણ માનવામાં આવે છે કે પારસી લોકો આ વંશ પરંપરાને જાળવી રાખવા માટે ગીધ ઉપર નિર્ભર હોય છે પરંતુ અત્યારે આપણે બધા જોઈએ જ છીએ કે દિવસેને દિવસે ગીધની સંખ્યામાં ઘટાડો થતો જાય છે આ ઘટતી જતી સંખ્યા તે લોકો માટે એક ચિંતાનો વિષય બની ગઈ છે. પારસી લોકો અંતિમ વીધી અગ્નિની પૂજા અને તીખ મીનાશની અંતિમ વિધી કરતા હોય છે.
પારસીલોકોની અંતિમ વિધિમાં તેમના મૃત શરીરને એક એકાંત એવા ઉંચા ટાવર ઉપર લટકાવી દેવામાં આવે છે તે જગ્યા ઉપર કોઈપણ અવર જવર કરતું હોતું નથી. ત્યાં તેમના શબને અટકાવી દેવામાં આવતું હોય છે. ત્યારબાદ તે લટકાવેલા મૃત દેહ ને ગીધ ખાઈ છે. પારસી લોકો અગ્નિને ઈશ્વર માને છે અને અગ્નિની પૂજા કરે છે.
પારસી લોકોની અથવા તો તેમના સમુદાયની કોઈપણ છોકરી બીજા સમુદાયના છોકરા સાથે અથવા તો બીજા ધર્મના પુરુષ સાથે જો લગ્ન કરે તો તેમના બાળકોને કોઈપણ પારસી મંદિરમાં કે તેમના અંતિમ વિધિ કરવાના સ્થળે જવા માટેની મંજુરી આપવમાં આવતી નથી.
એક સરેરાશ મુજબ ભારતમાં મોટાભાગનો પારસી લોકોનો સમુદાઈ મુંબઈમાં રહે છે. જે ટાવર ઓફ સાઈલન્સમાં તેમના મૃતદેહ ની અંતિમ વિધિ કરવમાં આવે છે. દર વર્ષે મુંબઈમાં અંદાજે ૮૫૦ કે તેથી પણ વધુ લોકો અવસાન પામતા હોય છે તેની સરખામણીએ ૨૦૦ કે તેથી પણ વધુ બાળકો જન્મ લે છે.
એક ઈતિહાસ પ્રમાણે જયારે સૌ પ્રથમ પારસી લોકો દરિયાઈ મારફતે ભારત આવ્યા ત્યારે તેને ત્યાં કિનારે જ રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને મળવા માટે રાજા પોતે આવ્યા હતા. જયારે રાજા પારસીને મળવા માટે ગયા ત્યારે રાજાએ પારસીને કહ્યું કે તમે અહિયાં રહી નહિ શકો ત્યારે પારસી લોકોએ તેમને વળતો ઉત્તર આપ્યો અને કહ્યું કે એક દૂધથી ભરેલો ગ્લાસ લાવો પછી તેમાં થોડી સાકાર નાખો હવે જેમ સાકર દૂધમાં ભળી જાય છે તેમ અમે પણ તમારામાં ભળી જશું એવું પારસી લોકોએ મળવા આવેલા રાજાને કહ્યું ત્યારબાદ રાજાએ તેમને રહેવા માટેની મંજુરી આપી.
આમ, અમે તમને પારસી લોકોના મૃત્યુ પછીની અંતિમ સંસ્કાર વિધિ શું હોય છે તેના વિશે તમને અમે વિગત વાર માહિતી આપી. તથા પારસી લોકોનું ભારતમાં આગમન કેવી રીતે થયું તેના વિશે પણ જરૂરી સમજ આપી.