નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ દુધીની છાલનો ઉપયોગ કરીને આપણી ત્વચાને ચમકદાર બનાવવાના ઘરેલું ઉપાયો વિષે. દુધીનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના રૂપમાં કરવામાં આવે છે. દુધીનો રસ અને તેની છાલનો ઉપયોગ પણ સ્વાથ્ય માટે ફાયદાકારક બને છે.
દુધીમાં સારા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને સારી રીતે કાર્ય કરવા અને ઘણી બધી બીમારીઓને દુર કરવા લાભદાયી થાય છે. દુધી લોહીમાં બ્લડ શુગરને ઘટાડે માટે ડાયાબિટીસની સમસ્યામાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
ત્વચા માટે : ત્વચાને ચમકદાર બનાવવા માટે દુધી કારગત ઈલાજ સાબિત થાય છે. દુધીની તાજી છાલને વાટીને તેનો લેપ ચેહરા પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે.
વજન ઘટાડવા : શરીરનું વજન ઝડપથી ઘટાડવા માટે દુધી અસરકારક થાય છે. દુધીમાં 96 ટકા પાણીનું પ્રમાણ હોવાની સાથે તેમાં ફાયબરનું પ્રમાણ પણ વધારે હોવાથી જલ્દી ભૂખ પણ નથી લાગતી જેના કારણે વજન ઘટે છે.
પગના તળિયામાં બળતરા : દુધીને કાપીને પગના તળિયે ઘસવાથી પગની ગરમી અને બળતરા દુર થાય છે. પગના તળિયામાં થતી બળતરા દુર કરવા દુધી લાભદાયી બને છે.
કબજિયાત : કબજીયાતની સમસ્યામાં દુધી ફાયદાકારક બને છે. કબજીયાતની સમસ્યામાં દુધીનું સેવન કરવાથી લાભ થાય છે. પેટની સમસ્યામાં પણ દુધી ફાયદાકારક થાય છે. દુધીમાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી પેટ માટે ઉપયોગી બની શકે છે.
માથાનો દુખાવો : માથાના દુખાવાને દુર કરવા દુધીના બીજના તેલનું માલીશ તથા તેને માથામાં લગાવવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
દાંતની સમસ્યા : દાંતની સમસ્યામાં કડવી દુધીના મૂળનું ચૂર્ણથી મંજન કરવાથી દાંતના કીડાના દર્દમાં ફાયદો થાય છે. દુધીના ફૂલને વાટીને દાંત પર રગડવાથી દાંતના દર્દમાં રાહત મળે છે.
ટાલ : દુધીના પાંદડાના રસને માથા પર લગાવવાથી ટાલ પડવાની સમસ્યા દુર થાય છે. વાળ ખરવાની સમસ્યામાં કે ટાલની સમસ્યામાં દુધીનો રસ કારગત ઘરેલું ઈલાજ સાબિત થાય છે.
પેટના રોગો : પેટના રોગોમાં પણ દુધી ઉપયોગી સાબી થાય છે. દુધીને ધીમા તાપ પર શેકીને ભુર્તું બનાવી લો, ત્યારબાદ તેના રસને નીચોડીને તેમાં સાકર મિક્સ કરીને પીવાથી લીવરના રોગોમાં લાભ થશે.
બવાસીર : દુધીની છાલને છાયડામાં સુકવીને બરાબર વાટીને પાવડર બનાવી લો, ત્યારબાદ આ પાવડરને સવાર સાંજ એક ચમચી ઠંડા પાણી સાથે ફાકવાથી બવાસીરમાં ફાયદો થાય છે.
આવી રીતે દુધીનો ઉપયોગ કરવાથી સ્વાથ્યને ઘણા ફાયદા થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારીને બીમારીને દુર કરે. આ આયુર્વેદિક નુસકા બધાની તાસીર અનુસાર કામ કરતા હોય છે, તમે અન્ય કોઈ દવા લેતા હોય તો આ નુસકા અપનાવતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂરને જરૂર શેર કરવા વિનંતી.