નમસ્કાર મિત્રો આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ પેટની ચરબીને ઓગળવાના ઘરેલું ઉપાયો વિષે. આજની આ વર્તમાન સમયમાં વધતા વજનની સમસ્યાથી મોટા ભાગના લોકો પરેશાન છે. વજનને નિયંત્રણ કરવા અવનવી કસરત અને નુસખા અપનાવતા હોય છે પરંતુ કોઈ સફળતા મળતી નથી. વધતું વજનએ આપણી જીવનશૈલી સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે બ્લડપ્રેશર, ડાયાબીટીસ અને હાર્ટની બીમારીને આમંત્રણ આપે છે.
હાલના સમયમાં લોકો વધારે ચરબી વાળો અને ટેસ્ટી ખોરાક ખાવાના શોખીન બની ગયા છે જેના પરિણામ સ્વરૂપે દિવસેને દિવસે શરીરના વજનમાં વધારો થતો જોવા મળે છે. વજન વધવાની સમસ્યાથી દરેક લોકો પરેશાન થઇ જાય છે કારણકે હળવા-ચાલવા, ઉઠવા બેસવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. આજે અમે એક એવા ચૂર્ણ વિષે જણાવવાના છીએ તેનું સેવન કરવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે.
આ રીતે બનાવો ચૂર્ણ : આ ચૂર્ણ બનાવવા માટે સૌપ્રથમાં 50 ગ્રામ વરીયાળી, 50 ગ્રામ અળસી અને 50 ગ્રામ અજમો લેવો. સૌપ્રથમ એક એક કરીને અળસી, અજમો અને વરીયાળીને તવીમાં ગરમ કરીને શેકી લેવું. જયારે આ બધી વસ્તુઓ શેકાઈ જાય ત્યારબાદ તેનો મિક્સરમાં પાવડર બનાવી લો. આ પાવડરને એક પેક ડબ્બામાં ભરીને મૂકી દો. આ તમારું ચૂર્ણ થઇ ગયું તૈયાર.
આ ચૂર્ણને તમે રાત્રે સુતા પહેલા હુફાળા ગરમ પાણી સાથે સેવન કરવાનો રહેશે. આ ચૂર્ણનું સેવન થોડા સમય કરવાથી ચરબી ઘટી જશે. આ ચૂર્ણમાં ઉપયોગમાં લેવામાં આવેલ પહેલો ઘટક એટલે વરીયાળી. વરીયાળીમાં ફાયબર, વિટામીન અને ઘણા બધા પોષક તત્વોથી ભરપુર હોય છે. વરીયાળી પાચન માટે બેસ્ટ માનવામાં આવે છે. માટે જ તેનું સેવન જમ્યા પછી મુખવાસ તરીકે કરવામાં આવે છે.
વરિયાળીમાં ફાયબર વધારે માત્રામાં હોવાથી પાચન માટે ખુબ જ ઉપયોગી બને છે અને કબજીયાતની સમસ્યાને પણ દુર છે, જેથી પેટને લગતી કોઈ સમસ્યા થતી નથી અને શરીરની ચરબી વધશે નહિ.
આ ચૂર્ણમાં ઉપયોમાં લેવામાં આવેલ બીજો ઘટક એટલે અળસી, અળસી પણ પેટ સંબધિત સમસ્યાને દુર કરીને પાચનને સારું રાખે છે. અળસીના બીજામાં ઓમેગા-3 ફેટી એસીડ હાજર હોય છે જે હદયના સ્વાથ્ય માટે ખુબ લાભદાયી બને છે. અળસીના ઉપયોગથી શરીરની વધારાની ચરબીને દુર કરી શરીરનું વજન ઘટાડી શકાય છે.
અ ચૂર્ણમાં ઉપયોગમાં લેવાયેલ ત્રીજો ઘટક એટલે અજમો, અજમો પાચનને સુધારવામાં માટે ઉપયોગી થાય છે. ખાધેલા ખોરાકને પચાવવા માટે અજમો મદદરૂપ થાય છે. કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યામાં પણ અજમો ફાયદાકારક થઇ શકે છે. અજમો ગરમ તાસીરનો હોવાથી યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરવો નહિતર નુકશાન કરે છે. જો તમારે અન્ય કોઈ દવા ચાલુ હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું.
વજને ઘટાડવા માટે ભોજન પર અંકુશ રાખવાની સાથે બહારના ચરબી વાળા ખોરાકનું સેવન ટાળવું જોઈએ. મેંદાવાળી અને બહારના જંક ફૂડનું સેવન પણ ટાળવું જોઈએ જેથી કરીને આપણે વધતા વજનને ઘટાડી શકીએ.
આમ, આ ચૂર્ણના સેવનથી તમે શરીરની ચરબીને ઓગળી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ વધતા વજનથી બચી શકો. જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો જરૂર શેર કરવા વિંનતી.