અત્યારે ચોમાસાની આ ઋતુ છે અને તેમાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, મોટા ભાગે વરસાદ પણ ઠેર ઠેર થઇ ગયો છે. આમ જોઈએ તો સર્વત્ર જગ્યાએ ઠંડુ ઠંડુ વાતાવરણ થઇ ગયું છે. તો આ ઠંડા વાતાવરણમાં આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ખુબજ કાળજી લેવાની જરૂર છે. ચોમાસુ એ એક એવા પ્રકારની ઋતુ છે કે તમને આ ઋતુમાં ખુબજ મજા આવે છે કારણ કે બધી જ જગ્યા એ લીલી લીલી હરિયાળી જ જોવા મળે છે. માટે લોકો બહુ કુદરતી સૌંદર્યનો આનંદ લેતા હોય છે.
આ ચોમાસાની ઋતુઓમાં બીજી બધી ઋતુઓ કરતા લોકો સૌથી વધુ પ્રમાણમાં બીમાર પણ પડતા હોય છે, અને એમાં મોટા ભાગના લોકોને ગેસની તકલીફ થવી, તથા અપચો આવવો, તથા આફરાની સમસ્યા થવી વગેરે જેવી તકલીફ થતી હોય છે તો આ બધી જ તકલીફને તમે ઘરે બેઠા દવાખાને ગયા વગર કઈ રીતે ઈલાજ કરી શકાય તેના વિશે આજે તમને વાત કરવી છે.
આવી સમસ્યાના યોગ્ય નિવારણ માટે તમારે એક લીંબુ લેવાનું અને તેના બે ભાગ કરી નાખવા ત્યારબાદ તે લીંબુના બંને ભાગ ઉપર થોડું સિંધવ મીઠું ભભરાવવું તથા થોડો સંચળ પણ તેની ઉપર નાખવો, તથા તેની ઉપર તમારે થોડો મરીનો ભૂકો એટલે કે મરીનું ચૂર્ણ મુકવું અને છેલ્લે કીડામારીનું ચૂર્ણ મુકવું.
આ ચારેય વસ્તુને તમારે બંને લીંબુના ફાડા ઉપર મુકવી અને ત્યારબાદ તમારે એક થોડી કડક હોય તેવી સળી લેવાની અને તે સળીની મદદથી લીંબુના ફાડા ઉપર નાના નાના કાણા પાડીને જે લીંબુના ફાડા ઉપર તમે આ જે ચાર વસ્તુ મૂકી છે તે ચારેયને તમારે તે સળીથી પાડેલા કાણામાં નીચે ઉતારી દેવાની રહેશે.
હવે તમારે તે લીબુને ચુલામાં જે દેતવા પડ્યો હોય અથવા તો ગેસ ઉપર સાણચીની મદદથી તે લીબુને પકડીને ગરમ કરવું થોડી વાર ગરમ થવા દેવું ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને તે લીંબુ થોડું ઠંડુ થઇ જાય પછી તેને સુસવું અથવા તો તેના રસનું સેવન કરવું. દિવસ દરમિયાન તમે ચાર થી પાંચ વખત આ રીતે પ્રયોગ કરશો તો તમને ગેસ, આફરો, કે અપચો જેવી તકલીફ માંથી સાવ છુટકારો થશે.
એ કહેવું પણ સ્વાભાવિક છે કે ચોમાસાની ઋતુઓમાં નાના નાના ગામડાઓમાં દવાખાનાના અભાવે સમયસર સારવાર કદાસ ન પણ મળે માટે આજે અમે તમને ઘરે બેઠા દેશી ઓસડીયા એટલે કે ઘરેલું ઉપચાર થી કઈ રીતે ઈલાજ કરી શકાય તેના વિશે જણાવી દઈએ.
ચોમાસા દરમિયાન દરેક માણસની જઠરાગ્ની મંદ પડી જતી હોય છે માટે તે થોડી ધીમી ગતિએ કામ કરે છે. આપણી જઠરાગ્ની ચોમાસા દરમિયાન મંદ પડે છે પરંતુ આપણું જમવાનું તો એટલું ને એટલું જ રહે છે પરિણામે બને છે એવું કે આપણને પેટને લગતી અમુક ખાસ એવી સમસ્યા જેવી કે ખાધેલું બરાબર પચે નહિ એટલે આફરો ચડી જાય છે તથા ક્યારેક અમુક વસ્તુ પ્રત્યે અપચો પણ આવી જાય છે અને ઘણીવખત પેટમાં ગેસ પણ થવા લાગે છે જેથી પેટમાં દુખાવો થાય છે.
આ ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં તમને આ રીતે સમસ્યા અવારનવાર થતી રહેશે માટે જયારે પણ તમે આ રીતે સમસ્યાથી પીડાવ છો ત્યારે તમારે આ પ્રયોગ કરવાથી આ સમસ્યાનો સાવ અંત આવે છે તેમજ જો તમારા કોઈપણ સગા સંબંધિમાં આ રીતે સમસ્યાથી હેરાન થતા હોય તો તમે આ ઉપાય બતાવી દેજો તેનું તમને 100 ટકા પરિણામ મળશે તેની ગેરંટી આપું છું.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા તમે ચોમાસાની ઋતુમાં ગેસ, અપચો કે પછી આફરાની તકલીફથી પીડાઈ રહ્યા છો તો તેનો કઈ રીતે દેશી ઈલાજ કરવો તેની જરૂરી એવી માહિતી આપી.