નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ ઊંડા શ્વાસ લેવાથી શરીરને થતા અદભુત ફાયદા વિષે. દરરોજ થોડા સમય માટે ઊંડા શ્વાસ લેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેવાની સાથે આપણી તંદુરસ્તી વધે છે. ઊંડા શ્વાસ લેવાથી મન અને શરીરને આરામ મળવાની સાથે ઊંઘ સારી આવે છે અને એકાગ્રતા વધે છે.
ધીમા, ઊંડા અને લાંબા શ્વાસ લેવાથી સ્વભાવ શાંત બને છે અને નીંદર ગાઢ અને સારી આવે છે. જયારે તમે કોઈને કોઈ ચિંતા કે તકલીફમાં હોવ ત્યારે હૃદયના ધબકારા ઝડપી થઇ જાય છે અને બ્લડફલો હૃદય અને મગજ તરફ ધસી જાય છે, આ પરિસ્થિતિથી બચવા નિયમિત ઊંડા શ્વાસનો અભ્યાસ કરવો જોઈએ. ઊંડા શ્વાસ લેવાથી તમારા મનની એકાગ્રતા વધે છે અને તમારું મન પ્રફુલ્લિત રહે છે. ચાલો જાણીએ ઊંડા શ્વાસ લેવાથી શરીરને થતા અદભુત ફાયદા વિષે.
શરીરની ઈમ્યુનીટી મજબુત બને : ઊંડા શ્વાસ લેવાથી શરીરને તાજો ઓક્સીજન મળે છે અને ઝેરી તત્વો તથા કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે. જયારે બ્લડ ઓક્સીજનેટેડ હોય ત્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બને છે. ઊંડા શ્વાસ લેવાથી આપણા બ્લડમાં સંક્રમણ ફેલાવતા તત્વો નાશ થવાની સાથે બ્લડ ક્લીન, ટોક્સીનમુક્ત અને હેલ્ધી રહી શકે છે.
શરીરમાંથી ઝેરી તત્વો દુર થાય છે : દરરોજ ઊંડા શ્વાસ લેવાથી શરીરમાંથી પ્રાકૃતિક ઝેરી કચરો, કાર્બન ડાયોક્સાઈડ ઉચ્છવાસથી બહાર નીકળી જાય છે. જયારે ટૂંકા શ્વાસ લેવાથી ફેફસા ઓછા કામ કરે છે માટે આપણા અંગોને આ કચરો બહાર ફેકવા માટે વધારે મહેનત કરવી પડે છે.
તણાવ ઓછો થાય છે : ઊંડા શ્વાસ લેવાથી તણાવની પરીસ્થીતીમાં ઘટાડો થઇ શકે છે. ઊંડા શ્વાસ લેવાથી ચિંતાજનક વિચારો અને ગભરામણથી આરામ મળે છે અને હદયની ગતિ ધીમી પડે છે જેથી શરીર વધારે ઓક્સીજન લઇ શકે છે અને હોર્મોન સંતુલિત રહે છે. ઊંડા શ્વાસ લેવાથી કોર્ટીસોલનું લેવલ ઓછુ થાય છે, કોર્ટીસોલ એક સ્ટ્રેસ હોર્મોન છે જયારે તેનું લેવલ શરીરમાં વધી જાય છે ત્યારે તે સૌથી વધારે નુકશાન પહોચાડી શકે છે.
થાક ઓછો લાગે : ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં થાક ઓછો લાગે છે. જયારે તમે ઊંડા શ્વાસ લો છો ત્યારે શરીરમાં એન્ડોર્ફીન બને છે. આ એન્ડોર્ફીન એક ગુડ હોર્મોન છે અને શરીર દ્વારા બનાવેલું એક પ્રાકૃતિક દર્દનિવારક છે.
લોહીનું પરિભ્રમણ ઠીક થાય : ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં બ્લડફલોની ગતિ વધે છે જેનાથી ઝેરી તત્વો શરીરમાંથી બહાર કાઢવામાં મદદ મળે છે. ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં બ્લડફલો ઠીક થવાની સાથે બધા અંગોને ઓક્સીજન મળી રહે છે.
હદયને તંદુરસ્ત રાખે : નિયમિત ઊંડા શ્વાસની કસરત કરતા લોકોના ફેફસાની ક્ષમતા અન્ય લોકો કરતા વધારે હોય છે પરિણામે હૃદયને લગતા રોગોનું પ્રમાણ નહીવત થઇ જાય છે. હાર્ટ એટેકના દુખાવાને અટકાવવા ઊંડા શ્વાસ ખુબ મદદરૂપ થઇ શકે છે.
આમ, દરરોજ ઊંડા શ્વાસ લેવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. શરીરમાં બ્લડફલો ઠીક થવાની સાથે શરીરની ઈમ્યુનીટી મજબુત થાય છે અને શરીર નીરોગી રહી શકે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે નીરોગી રહો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.