આજે અમે તમને એક સરસ મજાના એવા વિષય ઉપર વાત કરવાના છીએ જે મોટા ભાગના લોકોને તેની જરૂર હોય છે અને તે આ સમસ્યાથી સતત પીડાતા હોય છે અનેક દવાખાને જવા છતાં પણ તેમને ધાર્યું પરિણામ મળતું હોતું નથી. માટે અમે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું.
તો ચાલો વાત કરીએ તેના વિશે અત્યારે નાનાથી માંડીને છેક મોટા અને વૃદ્ધ લોકો પણ આ રીતે સમસ્યાથી સતત હેરાન અને પરેશાન થતા હોય છે તે મુખ્ય સમસ્યા આ રીતે હોય છે જેવી કે અમુક ઉંમરે લોહીની ઉણપ થવી, કમરનો સતત દુખાવો થવો, અશક્તિ જેવું લાગવું, શરીરમાં નબળાઈ જેવું સતત લાગ્યા કરવું વગેરે જેવી સમસ્યાથી લોકો સતત હેરાન થતા હોઇ છે. માટે આજે અમે તમને એક આયુર્વેદિક લાડવો બનાવીને તેનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે તમને માહિતગાર કરીશું. આ લાડવામાં મુખ્ય એવી વસ્તુઓનો ઉપયોગ થયેલો હશે જે આ તમામ પ્રકારના રોગો સામે ફાયદો કરે છે.
આ લાડવા બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે: આ લાડવા બનાવવા માટે તમારે સૌ પ્રથમ તો ૨૫૦ ગ્રામ જેટલા અખરોટ લેવા તથા ૧૫૦ ગ્રામ કાળા તલ લેવા, 500 ગ્રામ દેશી ગોળ, તથા ૭૫ ગ્રામ જેટલા મગફળીના દાણા લેવા, તથા ૧૫૦ ગ્રામ મગફળીના દાણા ફોતરા વગરના એટલે કે ચોખ્ખા દાણા લેવા અને ૧૦૦ ગ્રામ જેટલું તેમાં દેશી ગાયનું ઘી નાખવું.

હવે વાત કરી લઈએ લાડવો કઈ રીતે બનાવવો: જો ઉપર જણાવેલ દરેક વસ્તુ તમારી પાસે હોય તો તમારે લાડવા બનાવવા સાવ સરળ છે આના માટે તમારે સૌ પ્રથમ અખરોટને મિક્સરમાં નાખીને અધકચરો ભૂકો કરી નાખવો, અખરોટમાં જોવા મળતા મુખ્ય જરૂરી એવા તત્વોની વાત કરીએ તો તેમાં મેગ્નેશિયમ, આયર્ન, અને સલ્ફર સારા એવા પ્રમાણમાં મળી રહે છે જે શરીરમાં લોહી વધારવા માટે તેમજ જરૂરી એવી ઉર્જાવાન કરવા માટે ઉપયોગી છે. તમારે અખરોટને પીસતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તેનો સાવ પાઉડર કરવો નહિ પરંતુ તેને અધકચરા જ રેવા દેવા જેથી કરીને તમને લાડવામાં અખરોટની ક્રન્ચીનો સારા એવા પ્રમાણમાં ટેસ્ટ આવે.
હવે તમારી પાસે જે સફેદ અને કાળા તલ છે તેને એક પેનમાં નાખીને રોસ્ટ તૈયાર કરો જેથી તમને તેમાં રહેલું મોઈચ્છર દુર કરી શકાય છે, આ રીતે તમે એક દોઢ મિનીટ સુધી આ રીતે રોસ્ટ થવા દ્યો ત્યારબાદ તે થોડો ઠંડો થઇ જાય પછી તલને અખરોટની માફક જ અધકચરા પીસી નાખો.
હવે તમે જે ૧૫૦ ગ્રામ જેટલી ફોતરા વગર જે મગફળીના દાણા લીધેલા છે તેને તમે સીધી જ તે મગફળીના દાણાને મિક્સરની મદદથી અધકચરા પીસી લો, મગફળીમાં રહેલા મહત્વના તત્વ એવા ન્યુટ્રીશન એ કાજુમાં રહેલું ન્યુટ્રીશન જેટલું જ મહત્વ ધરાવે છે. મગફળી વિશે એવું પણ કહેવામાં આવે છે કે બદામ જેટલી જ વેલ્યુ અને ફાયદાઓ મગફળીના દાણામાં પણ છે તેથી ગરીબ લોકો માટે મગફળી એ બદામ જેટલી જ કિંમત ધરાવે છે.
હવે તમે આ જે ત્રણ વસ્તુને પીસેલી છે જેવી કે અખરોટ, મગફળી અને તલ તેને એક બોટલમાં નાખીને પછી સારી રીતે તેને મિક્સ કરી દ્યો તથા તેમાં ૧૦૦ ગ્રામ જેટલું ઘી નાખો અને તેને પણ સારી રીતે મિક્સ કરી દ્યો.
હવે તમે એક કડાઈ લો તેને ગેસ ઉપર ધીમા તાપે મૂકો ત્યારબાદ તે કડાઈમાં ૭૫૦ ગ્રામ જેટલો દેશી ગોળ નાખીને તેને બરાબર હલાવી નાખો અને હવે ગોળ બરાબર ઓગળી જાય ત્યાં સુધી ગેસ ઉપર ગરમ થવા દ્યો જેવો તે ઓગળી જાય એટલે તરત ગેસને બંધ કરી દ્યો અને તમે જે કડાઈમાં 3 વસ્તુને અધકચરી પીસેલી છે તેને તેમાં નાખો.
હવે તે કરેલા મિશ્રણને થોડું ઠંડુ થવા દ્યો એકદમ ઠંડુ પણ થવા દેવાનું નથી માત્ર સામાન્ય ઠંડુ થવા દ્યો જેથી કરીને લાડવા સારી રીતે વળે, તમે હવે તમારા હાથે થોડું થોડું ઘી ચોપડતા જાવ અને લાડવા વાળતા જાવ કદાસ બની શકે કે થોડું વધારે ઠંડુ થઇ જાય અને લાડવા ન વળે તો તેને ફરી વખત ગરમ થવા દો અને પછી લાડવા વાળવાનું શરુ કરી દ્યો.
હવે આ તૈયાર થયેલા લાડવાને કોઈ સારા એવા પાત્રમાં મુકીને પછી તેને સ્ટોર કરીને 10 થી ૧૫ દિવસ સુધી તેનું સેવન કરી શકાય છે. માટે તમે પણ આ રીતે ઘરે જ આયુર્વેદિક લાડવા બનાવીને ચોમાસાની ઋતુમાં તેનું સેવન કરી શકો છો. એનાથી તમને ભરપુર પ્રમાણમાં એનર્જી મળી રહેશે.
આમ, અમે તમને ઘરે બેઠા આ આયુર્વેદિક લાડવા કઈ રીતે બનાવવા તેના વિશે સંપૂર્ણ માહિતી આપી તથા આ લડવાનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે પણ તમને જરૂરી એવી સમજ આપી.