આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા એક એવા સરસ મજાના ટોપિક વિશે વાત કરવાના છીએ કે જેનો તમે ઉપયોગ કરશો તો ચોક્કસ તમને ચોમાસાની આ ઋતુમાં ખુબજ ફાયદો થશે. તમે બીમાર પડો પછી દવાખાને જાવ એના કરતા તમે આ ઉપાય એક વખત અજમાવી તો જુઓ દવાખાને જવું જ નહિ પડે.
તમને એક દેશી ઉકાળા દ્વારા તંદુરસ્ત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. માટે દરેક વ્યક્તિએ તેની ખાસ નોંધ લેવી. તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ઉકાળો એ વ્યક્તિદીઠ પ્રમાણસર જ લેવો જોઈએ જો કે આ ઉકાળાની કોઈપણ પ્રકારની આડઅસર નહિ થાય પરંતુ કોઈપણ વસ્તુ પ્રમાણસર હોય તો તેની અસર સારી થાય છે.
આ ઉકાળો બનાવવાની યોગ્ય રીત : આ ઉકાળો બનાવતી વખતે ફક્ત ૫ જ વસ્તુ તમારે એકઠી કરવાની છે ૧) હળદર ૨) ગળો ૩) તુલસી ૪) સુંઠ ૫) અરડૂસી
આ બધી વસ્તુ તમને ઘરે સહેલાઇથી મળી રહેશે વાત કરીએ તુલસીની તો એવું કોઈ આંગણું નહિ હોય જ્યાં તમને તુલસી નહિ મળી રહે માટે ઘરના આંગણેથી તુલસીના પાન લ્યો, વાત કરીએ હળદરની તો હળદર પણ આપણા રસોડામાં સહેલાઇથી મળી રહેશે. તથા સુંઠ પણ આપણા રસોડામાંથી મળી રહેશે હવે બાકી રહ્યા ગળો અને અરડૂસી તો તે પણ બહુ સહેલાઇથી મળી રહેશે.
આ મુખ્ય 5 ઔષધી છે તેનો ઉકાળો કઈ રીતે બનાવવો તેની સમજ મેળવી લઈએ: તમારે સૌ પ્રથમ આ ઔષધીનો ઉકાળો બનાવતા પહેલા એક કપ ભરીને પાણી લેવું, આ એક કપ ભરેલા પાણીની અંદર ચાર થી પાંચ ચપટી ભરીને તેમાં હળદર નાખો તથા તેમાં ચાર થી પાંચ પાન તુલસીના લ્યો અને એક પાન અરડૂસીનું લ્યો, ગળો જો લીલો હોય તો અડધો વેઢાનો કટકો લેવો તથા જો ગળો સુકો હોય તો તેનો પાઉડર ચાર ચમસી જેટલો લ્યો, હવે વાત કરીએ સુંઠની તો જો ગરમીનો કોઠો હોય તો એક ચપટી અને જો કફ હોય તો ચાર ચપટી જેટલી લેવી,
આ તમામ ઔષધીને તમારે રાત્રે પાણીમાં પલાળી દેવી ત્યારબાદ તેને સવારે ગરમ કરીને અને ગરમ કરવા માટે જે પાણીનો ઉપયોગ કરેલો છે તે પૈકીનું મોટા ભાગનું પાણી બાળી દેવું અને અડધો કપ વધે તેટલું જ પાણી રેવા દેવું, તે પાણીને ગાળી લેવું. આ અડધો કપ પાણી સવારે નરણા કોઠે કંઈ પણ ખાધા વગર જ લેવું. આ ઉકાળાનું સેવન કર્યા પછી એક થી બે કલાક સુધી કંઈપણ ન લેવું અને જો બપોર સુધી કંઈપણ ન લ્યો તો સૌથી ઉત્તમ કહેવાય. આ ઉકાળો ૧૫ દિવસ સુધી ઘરના બધા જ સભ્યોને લેવડાવવો તથા કુટુંબમાં, ગામમાં કે તમારા સગાસંબંધીઓ ને પણ આ ઉકાળો લેવડાવવા યોગ્ય સલાહ આપવી. આ પાંચેય અલગ અલગ પ્રકારની ઔષધીએ તમારા શરીરના તમામ દોષોને દુર રાખશે.
ચોમાસા દરમિયાન આ ઉકાળાનું સેવન કરવાથી 99.99 ટકા તો રોગો આવશે જ નહિ તેની ગેરંટી છે. આ ઉપરાંત પણ તમને જો શરદી, ઉધરસ, તાવ,તથા ઝાડા, ઉલટી હોય તો તમારે મગનું પાણી અને ગરમ કરેલું પાણીનું સેવન કરવાથી તમે તંદુરસ્ત રહેશો કોઈપણ પ્રકારનો રોગ તમારા શરીરમાં પ્રવેશ નહિ કરી શકે.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા ચોમાસાની ઋતુમાં તમે બીમાર ન પડો તેના માટે જરૂરી એવો એક સરસ મજાનો બહુ સહેલાઈથી ઉકાળો બનાવી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપી.