અમે તમને આજના આ આર્ટીકલમાં અત્યારે તમને બધાને ખબર જ છે કે મંકીપોક્સ વાઇરસ આખા વિશ્વમાં વ્યાપી ઉઠ્યો છે. માટે તે વાયરસને રીતે કાબુમાં લાવી શકાય તથા તેને હવે આગળ વધતો અટકાવવા માટે કેવા કેવા આયુર્વેદિક નુસ્કાઓ અપનાવવા જોઈએ તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું.
આ મંકીપોક્સ વાઇરસ આગળ ન વધે તેના માટે કઈ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી દઈશું. આ રોગ અનેક દેશોમાં પ્રસરી ગયો છે અને વાત કરીએ આપણા ભારત દેશની તો આપણા દેશમાં કેરળ રાજ્યમાં 2 મંકીપોક્સના પોઝીટીવ કેસો આવી ચુક્યા છે.
મંકીપોક્સ વાઇરસ વિશે અત્યારે તો મોટા ભાગના લોકો જાણે છે કે શું હોય છે આ વાયરસના લક્ષણો અને આ રોગ કઈ રીતે ફેલાય છે વગેરે બાબતોથી લોકો પરિચિત છે. જેમ કોરોના વાઇરસની વેક્સીન શોધાણી તેવી જ રીતે મંકીપોક્સ વાઇરસની પણ વેક્સીન છે લોકોને એ વાતનો મુખ્ય ડર છે કે જો આ રોગ વકરશે તો લોકો વેક્સીન લેવા માટે પડાપડી કરશે માટે આ રોગને દેશી ઓસડીયાથી કઈ રીતે નાબુદ અને અટકાવી શકાય તેના વિશ સચોટ જાણકારી મેળવી લઈએ.
મંકીપોક્સ વાઇરસ વિશે શું કહેવું છે પ્રખ્યાત વૈદ્ય એવા અશોકભાઈ તળાવીયા નું : આયુર્વેદના ખાસ એવા નિષ્ણાંત વૈદ્ય અશોકભાઈ તળાવીયા જણાવે છે કે આ વકરી ચુકેલો મંકીપોક્સ વાઇરસને જો તમારે આગળ વધતો અટકાવવો હોય તો તેના વિરુધ આહાર ખાવાનું ટાળવું જોઈએ, જો તમે વિરુધ આહાર કરવાનું ટાળી દેશો તો મંકીપોક્સ જ નહિ પરંતુ કોઇપણ પ્રકારના રોગો થતા નથી. તમે વિરુધ આહાર ખાશો તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જશે.
વૈદ્ય એવા અશોકભાઈ તળાવીયાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે શરીર ઉપર ફોડલાઓ થાય તેવા આયુર્વેદ શાસ્ત્રમાં મુખ્ય ચાર પ્રકારના રોગો છે જેવા કે શીતળા, ઓરી, અછબડા, વિસ્ફોટક આ તમામ રોગો એક જ કેટેગરીના રોગો છે તો વાત કરીએ મંકીપોક્સ વાઇરસની તો મંકીપોક્સ વાઇરસ પણ આ જ કેટેગરીમાં આવે છે. જો તમારા શરીર ઉપર નાની ફોડલીઓ નીકળે તો તે ઓરી કે અછબડા હોય છે મંકીપોક્સ વાઇરસમાં ચણા જેવડા ફોડલાઓ થાય છે અને વિસ્ફોટક વાઇરસમાં બહુ વધુ પ્રમાણમાં ફોડલાઓ થાય છે.
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ રોગના ઈલાજ માટે જે તે વ્યક્તિએ ૧૫ દિવસ સુધી અલગ રૂમમાં આરામ કરવો જોઈએ, તેમણે કોઇપણ પ્રકારનો શ્રમ કરવો નહિ, તેમણે દરરોજ દિવસમાં ત્રણ વખત કડવા લીમડાના પાનનો રસ પીવો જોઈએ. તમારે બે બે ચમસી રસ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત સેવન કરવાનું કહેવામાં આવ્યું છે.
આ ૧૫ દિવસ દરમિયાન તમારે એક પણ દાણો અનાજનો લેવો નહિ તેમજ દિવસમાં ત્રણ વખત મગનું પાણી પીવાથી ફાયદો થાય છે તથા જો બની શકે તો નાળીયેરનું પાણી જેમ બને તેમ વધુ પીવાથી ફાયદો થાય છે.
મગની દાળનું પાણી પીવાથી પણ ફાયદો થાય છે : તમે મગના પાણીની સાથે સાથે મગની દાળનું પાણી પીશો તો પણ ફાયદો થાય છે મગની દાળનું પાણી બનાવવા માટે તમારે એક પ્રેશર કુકરમાં બે ગ્લાસ ભરીને પાણી તેમાં નાખો અને સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખો. ત્યારબાદ પ્રેશર કુકરને ચાલુ કરી દ્યો તે પાણી ગરમ થઇ જાય પસી તેમાં થોડી મગની દાળ નાખીને બે થી ત્રણ સીટી વાગી જાય ત્યાં સુધી તેને રેવા દ્યો ત્યારબાદ તે દાળ સાવ બફાઈ જાય પસી તે બધી જ દાળને ગળણીની મદદથી ગાળી લો અને તેનું સેવન કરવું. આ સાથે સાથે તમે મગ પણ ખાઈ શકો છો.
વિરોધી આહાર ખાવાનું ટાળવું : જો તમે ક્યારેક ક્યારેક વિરોધી આહારનું સેવન કરતા હોવ તો તે ખાવાનું પણ તમારે ટાળવું જોઈએ જેમ કે તમે દૂધ ખાતા હોવ તો તેની સાથે દહીં ન ખવાય, તથા દૂધ સાથે ખટાશ વાળી વસ્તુ ન ખાવી જોઈએ, દૂધ સાથે ડુંગળી, છાશ, ગોળ ન ખાવા જોઈએ તથા શરીરમાં એસીડ થાય તેવા પીણાં પણ પીવા જોઈએ નહિ. જો તમે છાશનું સેવન કરતા હોવ તો તે તમારે બપોરે જ પીવી જોઈએ રાત્રી દરમિયાન છાશ ન પીવી જોઈએ, દહીં ખાવ છો ત્યારે થોડું તેમાં ધાણા જીરું અને ખાંડ નાખીને દહીં ખાવું એ સ્વાસ્થ્ય માટે યોગ્ય છે.
આયુર્વેદમાં બે શાક જેવા કે બટેટા-ટામેટા, રીંગણ-બટેટા અને ચોળી બટેટા આ શાક ભેગા કરીને ખાવા જોઈએ નહિ. વાત કરીએ અત્યારના સમયની તો મોટા ભાગના લોકો આ રીતે ભેગું કરીને જ શાક ખાતા હોય છે કોઈપણ બે વિરુધ પ્રકારની વસ્તુને જો તમે ભેગી કરીને ખાશો તો તે શરીર માટે નુકશાન કરે છે.
તમે કડવા લીમડાના પાણીથી સ્નાન કરશો તો પણ ફાયદો થાય છે અને તમને તેના લીધે રાહત પણ મળે છે. અથવા તો તમારે ન્હાવાના ગરમ પાણીમાં કડવા લીમડાના પાન નાખીને પસી તેનાથી સ્નાન કરવાથી ફાયદો થાય છે.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા મંકીપોક્સ વાઇરસ ને દુર કરવા કેવા કેવા દેશી ઉપાયો અજમાવવાથી ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.