જો તમે દૂધ પીવાના ખુબજ શોખીન હોવ તો દૂધ પિતા પહેલા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે પશુના દૂધનું સેવન કરો છો તે પશુ લમ્પી વાઇરસ વાળું તો નથી ને અથવા તો જો તે પશુ લમ્પી વાયરસ વાળું હોય તો તેનું દૂધ પીવું જોઈએ કે નહિ અને જો તેનું દૂધ પીવામાં આવે તો તે દૂધનું સેવન કઈ રીતે કરવું જોઈએ વગેરે વિશે અમે તમને જરૂરી માહિતી આપીશું.
અત્યારે તમને કદાસ ખબર જ હશે એમ છતાં પણ અમે તમને જણાવી દઈએ કે પશુઓમાં લમ્પી રોગ ખુબજ ફેલાઈ રહ્યો છે તથા તેની સીધી જ દૂધ ઉપર પડી છે જે પહેલા પશુ દૂધ આપતું હતું તેની તુલના એ હવે દૂધમાં ઘટાડો થયો છે માટે દરેક લોકોને પ્રશ્ન થાય છે કે પશુઓમાં પણ ખરેખર આ લમ્પી વાઇરસ વાળા પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ. આ સવાલના જવાબ માં આણંદની કામધેનું યુનીવર્સીટીના ખાસ નિષ્ણાંત સાથે વાતચીત કરી છે.
આ વાઇરસ વિશે શું કહેવું છે નિષ્ણાંતોનું ? આણંદની કામધેનું યુનીવર્સીટીના વેટરનરી માઈક્રોબાયોલોજી વિભાગના નિષ્ણાંત એવા આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. રફિયુદીન માથકીયા જણાવે છે કે અમે લોકોએ પશુઓમાં થતા તમામ રોગો વિશે ખાસ એવો ઊંડો અભ્યાસ કરેલો છે તથા આ લમ્પી વાયરસનો પણ ખાસ અભ્યાસ કરેલો છે તેમ કહેતા તે જણાવે છે કે આજ સુધી એવું જાણવા નથી મળ્યું કે વાઇરસજન્ય પશુનું દૂધ પીવાથી કોઈ માણસ ઉપર તેની અસર થઈ હોય.
તેમણે એ પણ જણાવી દીધું હતું કે આપણે ત્યાં જે દૂધ આવે છે તે મુખ્ય બે રીતે આવે છે એક તો પ્લાસ્ટીકના પેકિંગમાં પેક દૂધ આવે છે અને બીજું ડેરી માંથી છુટક દૂધ આવે છે. જે દૂધ પાઉંસમાં આવે છે તે દૂધમેં પેચ્યુરાઈઝ કરાયેલું હોય છે એટલે તેમાં જીવાણું કે કીટાણું રહેતા નથી. જયારે તમે છુટક ડેરીથી દૂધ લ્યો છો તે દૂધનું તમારે ડાઈરેકટ સેવન કરવું જોઈએ નહિ, તે દૂધને પિતા પહેલા ફરજીયાતપણે ગરમ કરીને જ પીવું જોઈએ તેનું કારણ છે કે ગરમ કરેલા દૂધમાંથી જીવાણું કે કીટાણું સાવ નાશ થઈ જાય છે.
લમ્પી એ કોઈ રોગ નથી: લમ્પી રોગ નથી તેવું તેમણે કહ્યું છે આ વાઇરસ ૨૦૧૯ થી છેક છે, આ વાઇરસ એ આજ કાલ આવેલો વાઇરસ નથી આ વાઈરસનો સૌથી પહેલો કેસ ૧૯ નવેમ્બર ૨૦૧૯ ના રોજ પહેલો કેસ ઓરિસ્સામાં નોંધાયો હતો. ત્યારબાદ ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ આ રોગ ફેલાયો હતો, ગયા વર્ષે મહારાષ્ટ્ર રાજ્યમાં આ લમ્પી વાઇરસે હાહાકાર મચાવી દીધો હતો. તે વખતે કોઈ માણસમાં પશુનું દૂધ પીવાથી કાઈ માઠી અસર થઈ હોય તેવું બન્યું નથી એટલે રોગ વાળા પશુનું જો દૂધ પીવામાં આવે તો તેનાથી તેની અસર કોઈપણ માનવ ઉપર પડી હોય તેવું બન્યું નથી.
બહારના મિલ્ક શેઈક પીવા જોઈએ નહિ: સામાન્ય રીતે જોઈએ તો બહાર જે કોલ્દ્રીન્ક્સની દુકાન હોય છે તેમાં મોટા ભાગે કાચું દૂધ જ વાપરવામાં આવ્યું હોય છે તથા મિલ્ક શેઈક બનાવવા માટે પણ આ દૂધનો જ ઉપયોગ થતો હોય છે માટે તમારે કાચું દૂધ પીવાનું બિલકુલ ટાળવું જોઈએ અને બહારનું ખાવાનું પણ ટાળવું જોઈએ. તમે જે દૂધનું સેવન કરો છો તેને ભૂલ્યા વગર ગરમ કરીને પસી જ તેનું સેવન કરવું જોઈએ. બાળકોને પણ આ રીતે ગરમ કરેલા દૂધ ખવડાવવાની જ ટેવ પાડવી જોઈએ, તેવું કહેવામાં આવે છે કે ગરમ કરેલા દૂધમાં જીવાણું નાશ પામે છે.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા જો તમારા ઘરે પશુઓમાં આ રીતે લમ્પી વાઇરસની બીમારી થઇ હોય તો તેવા સમયે તમારે દૂધ ખાવું જોઈએ કે નહિ અને જો દૂધ ખાવામાં આવે તો તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ વગેરે જેવી તમને માહિતી આપી.