નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ સ્વસ્થ, હેલ્ધી અને એર્જીથી ભરપુર આહાર વિષે જે તમને અનેક ગંભીર બીમારીઓથી બચાવશે. આજની આ વ્યસ્તતા ભરેલી જીંદગીમાં સ્વસ્થ રહેવા માટે આહારમાં હેલ્ધી વસ્તુઓ ખાવી ખુબ જ આવશ્યક બને છે. સ્વથ અને સુંદર દેખાવા માટે પણ આહાર પર પુરતું ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે. આહાર હંમેશાં ઋતુ અનુસાર વસ્તુનું સેવન કરવું જોઈએ. ચાલો જાણીએ કઈ છે આ હેલ્ધી વસ્તુઓ.
અંજીર : જીવનમાં હેલ્ધી રહેવા અને દવાખાનાથી દુર રહેવા મહિનામાં 2-3 વાર અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરમાં આયર્ન અને કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે જે એનીમિયાની સમસ્યાને દુર કરવા માટે લાભદાયી બને છે. અંજીરને એન્ટીઓક્સીડેન્ટનો બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે. અંજીરમાં ફાયબર, વિટામીન અને મિનરલ્સ સારા પ્રમાણમાં હોવાથી લોકો વર્ષોથી પોતાના ડાયટ પ્લાનમાં તેનો સમાવેશ કરતા આવ્યા છે. અંજીર વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
કીસમીસ : નિયમિત કીસમીસ ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. કીસમીસમાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોવાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા કંટ્રોલમાં રહે છે. એક સંશોધન અનુસાર દિવસમાં મુઠ્ઠીભર કીસમીસ ચાવાવથી બ્લડપ્રેશર ઝડપથી નિયંત્રિત થઇ જાય છે.
દૂધ : દૂધ એક એવી વસ્તુ છે જે શરીરની તંદુરસ્તી માટે ખુબ જ મહત્વની વસ્તુ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે દૈનિક આહારમાં એક ગ્લાસ ગાયના દૂધનો સમાવેશ કરવાની સલાહ આપે છે. દુધએ કેલ્શિયમ અને વિટામીન-D નો બેસ્ટ સ્ત્રોત છે જે હાડકાની મજબૂતી માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. દૂધ એ શરીરના વિકાસ માટે એક સંપૂર્ણ આહાર માનો એક ઘટક છે. નિયમિત સાંજે એક ગ્લાસ દૂધનું સેવન કરવું શરીર માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે.
કેળાં : કેળામાં રહેલું કેરોનોઈડ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે, કેળાંમાં ભરપુર માત્રામાં ફાયબર અને કુદરતી ખાંડ હોવાથી શરીરને તરત જ એનેર્જી આપવાની સાથે પાચનને પણ સારું રાખે છે. કેળામાં પોટેશિયમ હોવાથી હૃદયની તંદુરસ્તી જાળવવા માટે પણ મદદરૂપ બને છે. નિયમિત કેળા ખાવાથી કબજિયાત, એસીડીટી, બ્લડપ્રેશર, કમજોરી વગેરે જેવી સમસ્યાઓ દુર થાય છે.
લસણ : લસણ એક એવી વસ્તુ છે જેમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાયરલ અને ઇંફ્લેમેટરી ગુણ મળી આવે છે, માટે વાયરલ બીમારીઓથી બચવા માટે ખુબ જ લાભદાયી બને છે. લસણમાં સેલેનીયમ, વિટામીન-C, વિટામીન-A, વિટામીન-B6 હોય જે શરીરીની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે બ્લડપ્રેશરને પણ કન્ટ્રોલમાં રાખે છે. નિયમિત 2-3 શેકેલી લસણની કળીનું સેવન કરવાથી શરીરની અંદર ઉત્પન્ન થનારી ઘણીબધી બીમારીઓ દુર થાય છે.
નાશપતી : નાશપતી અનેક પૌષ્ટિક ગુણોથી ભરપુર ફળ છે. સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓના નિવારણ માટે વર્ષોથી નાશપતીનો ઉપયોગ થતો આવ્યો છે. નાશપતીમાં મિનરલ્સ, વિટામીન, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ઝાઈમ્સ ગુણ ભરપુર હોય છે. નાશપતીમાં પેક્ટીન નામનું ફાયબર મળી આવે છે જે કોલેસ્ટ્રોલનું લેવલ વધતા ટકાવે છે, જેથી હૃદય રોગ અને ડાયાબીટીસનું જોખમ ઓછુ રહે છે.
દહીં : નિયમિત દહીનું સેવન કરવાથી આંતરડા માટે લાભદાયી સાબિત થાય છે. દહીંમાં પ્રોબાયોટીક બેક્ટેરિયા મળી આવે છે, જે પાચનક્રિયાને સારી રાખવાની સાથે પેટના કૃમિને પણ દુર કરે છે. દહીનું સેવન શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને પણ મજબુત બનાવે છે. નાસ્તામાં દહીં અને ખાંડનું મિશ્રણ ખાવાથી શરીરની પાચનશક્તિ મજબુત બનવાની સાથે આંતરડા માટે પણ લાભદાયી સાબિત થાય છે.
દાડમ : દાડમ એક એવું ફળ છે જેમાં ભરપુર માત્રામાં આયર્ન, પોટેશિયમ, ઝિંક, વિટામિન-A, વિટામિન-C, વિટામિન-E અને ફોલિક એસિડની સાથે એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. નિયમિત દાડમ ખાવાથી હૃદય તંદુરસ્ત રહે છે. દાડમ ખાવાથી સ્તન અને ફેફસાના કેન્સર થવાની સંભાવના ઓછી રહે છે.
તુલસી : તુલસી એક એવી ઔષધી છે જેમાં એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો મળી આવે છે. તુલસી શરીરના દરેક રોગોમાં ઉપયોગી થાય છે. તુલસીના પાન ખાવાથી અથવા તેને ચામાં નાખી પીવાથી અથવા તેનો ઉકાળો બનાવીને પીવાથી શરદી, કફ, ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. તુલસી મોટા ભાગે દરેક ઘરમાં મળી આવે છે.
આમ, ઉપર જણાવેલ આરોગ્યપ્રદ વસ્તુનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહેવાની સાથે મોટી ઉમર સુધી નીરોગી રહેશો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબીત થવાની સાથે તમે પણ તંદુરસ્ત રહો.