નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ પોતાની આ ખરાબ આદતોને સુધારીને વધતા વજનને કઈ રીતે કાબુમાં રાખવું તેના વિષે. વધતું વજન હાલની સૌથી મોટી સમસ્યા છે. આ વધતા વજનને કંટ્રોલમાં રાખવા માટે ખાણી-પીણીથી માંડીને કલાકો સુધી જીમમાં મહેનત કરવી પડે છે. વધતું વજન માત્ર શરીરને જ બીમાર નથી બનાવતી પણ વ્યક્તિત્વને પણ કદરૂપું બનાવે છે.
આજકાલ વધતા વજનની સાથે લોકો બીજી ઘણી બીમારીઓનો ભોગ બનતા જાય છે જેમાં કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હદય રોગ જેવી સમસ્યાનો ભોગ બનતા જાય છે. આ બધાને રોકવા માટે આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે નહિતર વજન કંટ્રોલમાં નહિ રહે. ચાલો જાણીએ વધતા વજનને ઘટાડવા કઈ આદતોમાં ફેરફાર કરવાની જરૂર છે.
જમ્યા પછી તરત જ સુઈ જવું : ઘણા લોકોને જમ્યા પછી તરત જ સુઈ જવાની આદત હોય છે. ઘણી વાર રાત્રે મોડા જમવાથી વધારે ખવાઈ જાય છે અને પછી તરત જ સુઈ જતા હોઈએ, આમ કરવાથી ભોજન બરાબર પચતું નથી અને શરીરની ચરબી વધતી જાય છે. આ આદત ઝડપથી શરીનું વજન વધારવા માટે જવાબદાર હોઈ શકે છે.
ઝડપથી ખાવાની આદત : ઘણા લોકોને ઝડપથી અને ચાવ્યા વગર ખાવાની આદત હોય છે જે તમારું વજન વધારી શકે છે. ઝડપથી અને અધકચરું ખાવાથી તમારી પાચન શક્તિ નબળી પડે છે જે તમારું વજન વધવાનું કારણ બની શકે છે. ઝડપથી ખાવાથી પેટ સુધી મેસેજ નથી પહોચતો કે તમે શું ખાઓ છો અને પાચન ક્રિયા પર તેની અસર પડે છે. માટે શાંતિથી અને બરાબર ચાવીને ખાવું જોઈએ.
સવારમાં નાસ્તો ન કરવાની આદત : ઘણા લોકોને સવારમાં નાસ્તો ન કરવાની ટેવ હોય છે, પરંતુ આ ટેવ સુધારવાની જરૂર છે કારણ કે રાત્રી ભોજન અને સવારના નાસ્તા વચ્ચે લગભગ આઠ-નવ કલાકનો સમય હોય છે તેનાથી મગજ અને સ્નાયુઓ નબળા પડી જાય છે. આ સ્થિતિમાં સવારનો નાસ્તો ન કરવાથી અને માત્ર એક કપ ચા કે કોફી પીવાથી શરીરની સ્થૂળતા વધે છે. માટે સવારમાં જરૂર પ્રમાણે નાસ્તો કરવો અનિવાર્ય છે.
શરીરની જરૂરિયાત કરતા ઓછુ ખાવાની આદત : શરીરની જરૂરિયાત કરતા ઓછુ ખાવું અથવા ખાવાનું બંધ કરી દેવું અથવા સાવ ઓછુ ખાવાથી શરીરમાં મેટાબોલીઝ્મ સ્લો થઇ જાય છે જેના પરિણામે તમારું વજન વધવા લાગે છે. ઉમર વધવાના કારણે પણ શરીરમાં મેટાબોલીઝ્મ સ્લો થઇ જાય છે જે ફેટ ધીમે ધીમે બર્ન થાય છે અને વજનમાં વધારો કરી શકે છે.
લાંબા સમય સુધી ઓફિસમાં બેસીને કામ કરવાની આદત : આ આદત તો મોટા ભાગના લોકોને લાગુ પડતી હોય છે. આખો દિવસ ઓફિસમાં સતત એક જગ્યાએ બેસીને કામ કરવાથી પણ શરીરનું વજન વધી શકે છે. આખો દિવસ એક જગ્યાએ બેસીને કામ કરવાથી ડાયાબીટીસ અને હદયના રોગો પણ થઇ શકે છે.
વધારે પડતું સ્ટ્રેસ લેવાની આદત : આજનો મનુષ્ય કામના બોજના કારણે સ્ટ્રેસનો શિકાર બનતો ગયો છે. વધારે પડતું સ્ટ્રેસ લેવાથી પણ વજન વધી શકે છે, સ્ટ્રેસ ઘટાડવા માટે નિયમિત યોગા કરવા જોઈએ જેથી સ્ટ્રેસ ધટવાની સાથે વજન પણ કંટ્રોલમાં રહે.
પેટની સમસ્યાને કારણે : ઘણીવાર પેટની સમસ્યાને કારણે પણ શરીરનું વજન વધવા લાગે છે. કબજિયાત, ગેસના કારણે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી તેના કારણે વજન વધી શકે છે. માટે પેટની સમસ્યા થવા પર યોગ્ય ખોરાક લેવો.
વધારે પડતી દવાઓ લેવાથી : આપણે સામાન્ય બીમારીઓમાં પણ દવાઓનો સહારો લેતા હોઈએ છીએ, ઘણી વાર દવાઓની આડઅસરના કારણે પણ તમારું વજન વધી શકે છે.
આમ, શરીરનું વજન વધવા પાછળ આ બધી ખરાબ આદતો જવાબદાર હોઈ શકે છે. આપણે આ ખરાબ આદતોને સુધારીને શરૂનું વધતું વજનને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ આ સમસ્યાઓથી બચી શકો.