આપણા જીવનમાં ઘણા બધા એવા પડાવો આવતા હોય છે, કે જ્યાં તમારે અગત્યના નિર્ણય લેવાના હોય છે. આ નિર્ણય લેવામાં જો થોડી ભૂલ થઇ જાય તો તમારે જિંદગીભર મુશ્કેલીમાં પસાર થવું પડતું હોય છે, કે જેનો અફસોસ તમને આખી જિંદગી રહે છે.
આવો જ એક નિર્ણય લગ્ન બાબતનો છે. આ નિર્ણયથી તમારે આખી જિંદગી માટે લેવાનો હોય છે. જો તમે યોગ્ય નિર્ણય લો તો, તે તમારી આખી જિંદગી બદલી નાખે છે. જેમાં તમારૂ જીવનસાથી પાત્ર સારું મળી જાય તો તમે આખી જિંદગી અનેક પડકારોને જીલી શકો છો.
આ સમયે યોગ્ય કે અયોગ્ય પાત્ર કેવી રીતે પસંદ કરવું તેની બધી જ સમજ ચાણક્ય દ્વારા આપવામાં આવી છે. આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારે કેવું પાત્ર પસંદ કરવું જોઈએ. જે અનુસાર તમે તમારા જીવનસાથીને પસંદ કરશો તો તમારે ક્યારેય પસ્તાવું નહિ પડે.
ચાણક્યના કહેવા અનુસાર જે વ્યક્તિ ધાર્મિક વિચારોનો છે, તે પોતાનું નસીબ પણ બનાવે છે, અને જીવનસાથીનું પણ નસીબ બનાવે છે. તેના વિચારો શુદ્ધ છે, આવી વ્યક્તિ કોઈને નુકશાન પહોચાડવા માંગતી નથી અને હકારાત્મક રીતે અનેક સમસ્યાઓનો સામનો કરે છે.
જે વ્યક્તિ સંતુષ્ટ કેવી રીતે રહેવું તે જાણે છે, તે તમારા મારે સારો જીવન સાથી બની શકે છે. પ્રતિકુળતામાં પણ આવી વ્યક્તિ તમારી બાજુ છોડતી નથી અને સકારાત્મક રહે છે.
જીવનમાં કોઇપણ સંજોગો અચાનક બદલાતા નથી, તેથી ધીરજ રાખવી ખુબ જ જરૂરી છે, જે વ્યક્તિ ધીરજ રાખે છે, દરેક સ્થિતિમાં સકારાત્મક વિચારે છે અને સમયને અનુકૂળ કરવાનો પ્રયત્ન કરે છે, જે વ્યક્તિ સમજદાર જીવનસાથી સાબિત થાય છે.
જે વ્યક્તિ ગુસ્સાથી મુક્ત છે, તે દરેકને જીવનમાં જોડાયેલ રાખે છે. ગુસ્સો વ્યક્તિના અંતરાત્માને છીનવી લે છે અને ગુસ્સો કરનાર વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. તેથી, હંમેશા જુઓ કે કે તમે જે વ્યક્તિને પસંદ કરો છો તો તે ગુસ્સા વાળી તો નથી ને.
મીઠું બોલનાર વ્યક્તિ પણ અનેક લોકોનું મન મોહી લે છે. આ જે લોકો સારું મીઠું અને મધુર બોલે છે તે અનેક લોકોના હ્રદયમાં રાજ કરે છે. જેમાં આ રીતે મધુર બોલવાના ગુણ હોય તે વ્યક્તિ ક્યારેય પોતાના જીવનસાથી સાથે ખરાબ વર્તન કરતી નથી.
માટે જીવનસાથી પસંદગી કરતી વખતે આટલી બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ, જેનાથી તમને ખુબ જ આગળ સુખી જીવન જીવવામાં મદદ કરશે. તમારું જીવન આ રીતે આનંદમય કે સુખમય પસાર થઈ શકશો. આ રીતે તે તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.