ચેરી ચોમાસું અને ગરમી બંને ઋતુનું ફળ છે. આ ખાટુ-મીઠુ ફળ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે આરોગ્ય માટે પણ એટલું જ લાભદાયી હોય છે. તેમાં મળી આવતું કાર્બોહાઈડ્રેટ,વિટામીન-A, વિટામીન -B અને વિટામીન-C, બીટો કેરોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફોરસ શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ પોષક તત્વોના કારણે ચેરીને સૂપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવે છે. આ પોષક તત્વો શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો તમે નિયમિત ચેરી ખાવ છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો.
લાલ રંગનું આ ફળ આરોગ્ય માટે ખુબ લાભદાયી બને છે, એટલા માટે દરરોજ ચેરીનું સેવન કરવું જોઈએ. જો ચેરી રોજ ખાવામાં આવે તો આ આપણાં શરીરને અનેક બીમારીઓથી છુટકારો અપાવે છે. ચેરી ફળની ખેતી સૌથી વધું સંયુક્ત રાજ્ય અમેરિકા અને યૂરોપમાં કરવામાં આવે છે, આ ઉપરાંત ભારતમાં ચેરીની ઉપજ થનારા વિસ્તાર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વ રાજ્યોમાં ચેરીની ખેતી કરવામાં આવે છે. ચેરી ફળ ઠંડા પ્રદેશોનું ફળ છે. ચેરી આપણી આંખોમાં થનારા સોજાને પણ ઘટાડે છે. ચાલો જાણીએ ચેરી ખાવાથી સ્વાસ્થ્યને થતા અદ્ભુત ફાયદાઓ વિષે.
આંખો માટે ફાયદાકારક : ચેરીમાં વિટામીન-Aનું પ્રમાણ વધારે માત્રામાં મળી આવે છે. તેને ખાવાથી આંખોથી સંબંધીત સમસ્યા નથી થતી. આંખોને સ્વસ્થ રાખવા માટે ચેરીનું સેવન કરો કારણ કે ચેરીમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જેનાથી આંખોને નુકસાન કરનારા મુક્ત કણોથી રક્ષણ કરે છે સાથે જ આંખોની રોશની, અંધાપો, અને આંખોનું સૂકાપણુ સાથે સાથે સોજાને પણ ઘટાડે છે. તેનું સેવનથી આંખોમાં નવી રોશની આવે છે અને આંખ સ્વસ્થ રહે છે. આ કોઈ પણ સામાન્ય સંક્રમણથી આંખોને બચાવે છે.
હાડકાંને મજબૂત કરે : મોટાભાગના લોકોની ઉંમર વધવાની સાથે સાથે તેના હાથ-પગમાં દુખાવો શરૂ થઈ જાય છે. આજકાલ ઘણાં બધાં લોકોને હાથ-પગના હાડકાંમા દુખાવો થવો અથવા હાડકાંને લગતી અનેક તકલીફ થવા લાગે છે. હાડકાંની સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે દરરોજ ચેરી રાખો. આથી તમારી પીડા ઓછી થઈ જશે.
કેન્સરથી બચાવે : જો તમે ચેરીનું સેવન કરો છો તો આ તમને કેન્સર જેવી બીમારીથી બચાવે છે કારણ કે ચેરીમાં હાજર એન્ટ-ઓક્સીડેન્ટ શરીરને રોગોથી લડવાની શક્તિ આપે છે. તેની સાથે જ ચેરીમાં ફિનોનિક એસિડ અને ફ્લેવેનોયડ પણ હોય છે જે કેન્સર જેવી ગંભીર બીમારીઓની પેશીઓને આગળ વધવાથી રોકે છે. એટલા માટે કેન્સરના દર્દીઓ તેનું સેવન કરી શકે છે.
શરીરના વજનને કંટ્રોલ કરે : જે લોકો વજન ઓછું કરવા ઈચ્છે છે તેના માટે ચેરી કોઈ ઔષધીથી કમ નથી. ચેરીમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેની સાથે 70 ટકા પાણી હોય છે જે દ્રાવ્ય ફાઈબર માટે સારૂ હોય છે. રોજ ચેરી ખાવાથી વજન કંટ્રોલ રહેવાની સાથે જ પાચનતંત્ર પણ મજબૂત થશે.
હૃદયની બીમારીને દૂર કરે : તમે બધાં જાણતા હશો કે ચેરીમાં આયર્ન, જિંક, પોટેશિયમ, વગેરે જેવા પૌષ્ટિક તત્વો મળી આવે છે. તેની સાથે જ તેમાં બીટા કેરોટીન પણ હોય છે જે હૃદયની બીમારીને દૂર કરવામાં મદદ કરે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે.
બ્લડપ્રેશર યોગ્ય રાખે : ચેરીમાં પોટેશિમનું પ્રમાણ હોય છે જે શરીરમાં સ્થિત સોડિયમની માત્રાને ઘટાડે છે. આ કારણથી શરીરનું બ્લડ પ્રેશરનું સ્તર સામાન્ય થઈ જાય છે. તેની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર પણ કંટ્રોલમાં રહે છે.
યાદશક્તિ વધારે : ચેરીમાં યાદશક્તિ વધારવાના ગુણ મળી આવે છે. જે લોકો વાતો અથવા વસ્તુ ભૂલવા લાગે છે, તેના માટે ખાવું ખૂબ ફાયદાકારક હોય છે.
અનિદ્રાની સમસ્યાથી છુટકારો : ચેરીમાં મેલાટોનિનનું ખૂબ પ્રમાણ હોય છે, જે અનિદ્રાની સમસ્યાથી છુટકારો અપાવે છે. રોજ સવારે-સાંજે 1 ગ્લાસ ચેરીનું જ્યૂસ પીવાથી સારી નિંદર આવવા લાગશે.
ડાયાબિટીસમાં સહાયક : દરરોજ ચેરી ખાવાથી ડાયાબિટીસની સમસ્યાથી રાહત મળે છે. ચેરીમાં મળી આવતા ગુણ ચહેરાની રંગત સાફ કરવા સાથે જ શરીરમાં ઈન્સુલિનનુ પ્રમાણ ઘટાડીને ડાયાબિટીસનું સ્તર ઓછું કરે છે.
ત્વચામાં નિખાર લાવે : ત્વચાને નરમ બનાવવા અને રંગત નિખારવા માટે ચેરીનું ફળ ખાઓ. તમે ઈચ્છો તો ચેરીની પેસ્ટ બનાવીને પણ ચહેરા પર લગાવી શકો છો. ચેરીની પેસ્ટને નિયમિતપણે ચહેરા પર લગાવવાથી મૃત કોશિકાઓ હટી જાય છે ડેડ સેલ્સ હટવાથી ચહેરા પર નિખાર આવવા લાગે છે.
આમ, ચેરીના ફળનું સેવન કરવાથી શરીરની ઘણી બધી સમસ્યાઓને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.