નમસ્કા મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ ઘઉંના જુવારાના જ્યુસના સેવનથી થતા અદ્ભુત ફાયદા વિષે. આયુર્વેદ અનુસાર ઘઉંના જુવારા એક અમુલ્ય ઔષધી માનવામાં આવે છે. ઘઉંના જુવારમાં મળી આવતા પોષક તત્વો શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થતું હોવાથી તેને પોષક તત્વોનું ઘર કહેવામાં આવે છે. ખાલી પેટ ઘઉંના જુવારાના જ્યુસનું સેવન કરવું શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે. અનુકુળતા પ્રમાણે તમે ઘઉંના જુવારાનું જ્યુસ અથવા તેના પાવડરનું પણ સેવન કરી શકો છો.
ઘઉંના જુવારામાં મળી આવતા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ભાપુર માત્રામાં આયર્ન, ઝીંક, સેલેનીયમ, ક્લોરોફીલ, આયોડીન અને વિટામિન્સ મળી આવે છે. ઘઉંના જુવારાના સેવનથી શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરી શરીરને ડીટોકસીક કરે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાથી લઈને કેન્સર જેવી બીમારી સામે લડવા મહત્વનો ભાગ ભજવે છે. ચાલો જાણીએ ઘઉંના જુવારના સેવનથી થતા ફાયદા વિષે.
કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડવા ઘઉંના જુવારાનું સેવન લાભદાયી સાબિત થાય છે. ઘઉંના જુવારાના જ્યુસના સેવનથી કેન્સરના સેલ્સ ખુબ જ જલ્દીથી મરી જાય છે. લોહીના કેન્સર સામે લડવા પણ ઘઉંના જુવારાનું સેવન કારગત સાબિત થાય છે. આ જ્યુસનું સેવન લાંબા સમય સુધી કરવાથી કેન્સર જેવી ખતરનાક બીમારી સામે લડી શકાય છે.
ઘઉંના જુવારાના સેવનથી શરીરનું વજન ઘટાડી શકાય છે. તેમાં ભરપુર માત્રમાં ફાયબર હોય છે જે શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. તમે ઘઉંના જુવારાના પાવડરનું પણ સેવન કરી શકો છો, આ પાવડરને પાણી સાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે છે.
ઘઉંના જુવારામાં 70 ટકા જેલું ક્લોરોફીલ તત્વ હોય છે જે શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે. ઘઉંના જુવારાના જ્યુસનું નિયમિત સેવન કરવાથી એનીમિયાની સમસ્યાને દુર કરી શકાય છે. આ જ્યુસ શરીરમાં લોહીની ઉણપને દુર કરી એનીમીયાની સમસ્યાને દુર કરે છે.
ઘઉંના જુવારામાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી કબજીયાતની સમસ્યાને દુર કરવા માટે લાભદાયી બને છે. ઘઉંના જુવારા શરીરમાં મેટાબોલીસમ ક્રિયાને ઉત્તેજિત કરીને મળત્યાગ ક્રિયાને આસન બનાવે છે. ઘઉંના જુવારાના સેવનથી બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત મેળવી શકાય છે સાથે જ હૃદય સંબધિત બીમારીઓને દુર કરી શકે છે.
ઘઉંના જુવારાના જ્યુસના સેવનથી સ્કીન સંબધિત ઘણીબધી બીમારીને દુર કરી શકાય છે. શરીમાં ખંજવાળ આવવી, બળતરા, એક્સીમાં જેવી સમસ્યાને દુર કરવા ઉપયોગી સાબિત થાય છે. ઘઉંના જુવારામાં રહેલા તત્વો ત્વચાને યંગ જાળવી રાખે છે.
ઘઉંના જુવારાના જ્યુસના સેવનથી શરીરની ઇમ્યુનિટી સીસ્ટમ મજબુત બને છે. તેમાં ક્લોરોફીલ તત્વ હોય છે જે લોહીમાં વધારે ઓક્સીજન પહોચાડવાનું કામ કરે છે, સાથે જ બ્લડ સેલ્સમાં વધારો કરે છે. જે લોકોને લોહીની ઉણપ રહે છે તેના માટે ઘઉંના જુવારાનું જ્યુસ એક સારો ઉપાય છે.
આ રીતે બનાવો ઘઉંના જુવારાનું જ્યુસ : ઘઉંના જુવારાનું જ્યુસ બનાવવા સૌપ્રથમ જુવારાને કાપીને બરાબર ધોઈ લેવા. ત્યારબાદ તેમાં થોડું પાણી મિક્સ કરીને મિક્સરમાં બરાબર પીસી લો. ત્યારબાદ તેને સ્વચ્છ કપડા વડે ગાળી લો. આવી રીતે તમારું જુવારાનું જ્યુસ તૈયાર થઇ જશે. આ રસ હમેશા તાજો પીવો જોઈએ કારણ કે આ જ્યુસ માત્ર 2-3 કલાક સુધી સારું રહે છે, ત્યારબાદ તેમાં રહેલા પોષકતત્વો નાશ પામે છે.
આમ, ઘઉંના જુવારાનું જ્યુસ શરીર માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના સેવનથી શરીરની મોટા ભાગની બીમારીઓ દુર થઇ શકે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે.