ભારતીય રસોડામાં તજનો ઉપયોગ ઘણાં લાબાં સમયથી કરવામાં આવે છે. તજના ફાયદા જણાવતા લોકો એટલા વખાણ કરે છે કે થાકતા જ નથી. વિજ્ઞાન તો અહીં સુધી જણાવે છે કે તજ, લવિંગ પછી બીજો એવો મસાલો છે જેમાં સૌથી વધું એન્ટીઓક્સીડેન્ટ હાજર હોય છે. તજના પાવડરનો ઉપયોગ ચાથી લઇ અન્ય ખાદ્ય સામગ્રીમાં કરવામાં આવે છે. આજે અમે તમને તજથી થનારા ફાયદા જણાવીશું. જો તમે તજના લાભ, ઉપયોગ, તેનાથી જાડાયેલી બધી જાણકારી મેળવવા ઈચ્છો છો તો આ લેખ અંત સુધી જરૂર વાંચજો…
તજને તૈયાર કરવા માટે વૃક્ષની છાલને કાંઢીને સુકાવવામાં આવે છે. સુકાયા પછી આ લાંબુ અને ગોળ જેવું થઈ જાય છે. તેને આપણે તજના નામથી ઓળખીએ છીએ. તજનો ઇતિહાસ બહુ જ જૂનો અને આશ્ચર્ય કરનારો છે. ઇતિહાસકારની માનીએ તો વાસ્કો ડી ગામા અને ક્રિસ્ટોફર કોલંબસે તજની શોધમાં જ પ્રવાસ શરૂ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે તજ સૌથી પહેલા શ્રીલંકામાં થઇ હતી. તજની તાસીર અત્યંત ગરમ હોય છે. માટે તેનું સેવન માત્ર સીમિત પ્રમાણમાં જ કરવું જોઈએ. એવા લોકો જેની તાસીર ગરમ રહે છે તેને ખૂબ જ કાળજી પૂર્વક તજનો ઉપયોગ કરવો જોઈએ. તજ કફ તેમજ વાતના રોગથી છુટકારો અપાવે છે. તજનો ઉપયોગ ભલે જ મોટાભાગે લોકો માત્ર રસોઇમાં જ કરે છે. પરંતુ તજના સ્વાસ્થ્ય લાભ ઘણાં છે.
કેન્સરથી રક્ષણ કરે : કેન્સર આજના સમયનો ભયાનક રોગ છે, તેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે વ્યક્તિનો જીવ પણ લઇ શકે છે. જ્યારે કેન્સરને કારણે ઘણી વખત લોકોને તેના શરીરના અંગો સુધી હાથ ધોવા પડે છે. પરંતુ તજ દ્વારા કેન્સર નિવારણ શક્ય છે. તમને જણાવી દઈએ કે તજની અંદર એન્ટીઓકિસડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને અન્ય ઘણી ગુણધર્મો હોય છે. આ ગુણ શરીરમાં કીમોપ્રેન્ટિવ એજન્ટ તરીકે કાર્ય કરે છે અને શરીરમાં કેન્સરને ફેલાવવાથી અટકાવે છે. આ સિવાય ઘણા સંશોધન પણ દાવો કરે છે કે તજની અંદર એવા ઘણાં બધા ગુણ છે જે ત્વચાના કેન્સર સામે રક્ષણ આપે છે.
એચઆઇવીમાં તજના લાભ : એચઆઇવી સંક્રમિત લોકો માટે જીવન કેટલું મુશ્કેલ હોય છે. એચઆઇવીની સમસ્યાથી પીડાતા વ્યક્તિ માટે આમ તો ડોક્ટરની સારવાર લેવી વધુ ઠીક છે. પરંતુ એક સંશોધનમાં એનસીબીઆઈએ જણાવ્યું છે કે તજની અંદર એવા તત્વો હાજર હોય છે, જે એચઆઇવી -1 વિરોધી પ્રવૃત્તિ દર્શાવે છે. ખરેખર, તેની અંદર પ્રોઝોનિડિન પોલિફેનોલ હોય છે, જે શરીરમાં એચઆઇવી વાયરસના ફેલાવાને અટકાવે છે.
વજન કંટ્રોલ કરે : વજન વધવું આજે દર બીજી વ્યક્તિ માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. પરંતુ તજના ઔષધીય ગુણધર્મો આમાં પણ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે તજની અંદર પોલિફેનોલ્સ હોય છે. જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ તમારા શરીરમાં ઇન્સ્યુલિનને વધારે છે. ઇન્સ્યુલિન દ્વારા લોહીમાં ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો શરીરની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત ન હોય તો ડાયાબિટીઝનું જોખમ પણ વધી જાય છે. જેના પગલે મેદસ્વીપણું અને અન્ય સમસ્યાઓ પણ વધવા લાગે છે. આ સિવાય ઘણી સ્ત્રીઓ પોલિસિસ્ટિક અંડાશયના રોગથી પીડાય છે. તજના સેવનથી પણ તેની અસર ઓછી થઈ શકે છે.
હૃદય માટે લાભદાયી : આજના સમયમાં હૃદયને લગતી બિમારીઓ કોઈપણ સમયે વ્યક્તિને પોતાની ઝપેટમાં લઈ શકે છે. આ સિવાય કોલેસ્ટ્રોલનું સ્તર પણ ખૂબ સામાન્ય બની ગયું છે. લોકોની આ બેદરકારી તેનો જીવ સુધી લે છે. પરંતુ તજના ઉપયોગથી કોલેસ્ટ્રોલની સમસ્યાથી રાહત મળી શકે છે. વાસ્તવમાં ગત દિવસોમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું છે કે જે પણ વ્યક્તિ રોજ 6 થી 7 ગ્રામ તજનું સેવન કરે છે. તેના શરીરમાં કુલ કોલેસ્ટરોલની માત્રા નિયંત્રિત થવા લાગે છે. ધ્યાન રાખો કે કેસિયા તજની અંદર અને સિનામડિહાઇડ અને સિનામિક એસિડ હોય છે. તેમાં કાર્ડિયો રક્ષણાત્મક ગુણધર્મો હોય છે. આને કારણે તજ હૃદય રોગને લગતી સમસ્યાઓથી બચાવી શકે છે.
શ્વાસને લગતી સમસ્યા કરે : એવા ઘણા રોગો છે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જેમ કે ન્યુમોનિયા અને કેટરર્હાલિસ બેક્ટેરિયા. આ રોગો ક્રોનિક બ્રોંકાઇટિસ નામની એક નવી સમસ્યાને પણ જન્મ આપે છે. આ સમસ્યાઓથી બચવા માટે તજનો ઉપયોગ કરી શકાય છે. તજનું તેલ અને તેમાંથી લેવામાં આવેલ વરાળ બ્રોંકાઇટિસને રોકવામાં અસરકારક છે.
આમ, તજ રસોડાનો ખુબ જ ઉપયોગી મસાલો છે, તેના ઉપયોગથી ઘણી બધી ગંભીર બીમારીની સારવાર કરી શકાય છે. તજની તાસીર ગરમ પ્રકૃતિની હોવાથી હમેશા તેનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જેથી કોઈ આડઅસર ન થાય. આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરજો.