અમે તમને આજે વાત કરવાના છીએ કે જો તમે વધુ પડતા વજનથી પરેશાન છો અથવા તો સાવ કંટાળી ગયા છો તો તેને ઘરે બેઠા બેઠા અમુક તમારા રસોડામાં ઔષધીઓ હોય છે તેનો ઉપયોગ કરીને તમે વજન ઘટાડી શકો છો.
આપણે એવી ઔષધી વિશે વાત કરવી છે કે જેનો તમારે માત્ર ને માત્ર સેવન કરવાથી જ વજન સાવ ઉતરી જશે તમારે વધુ પડતી કસરત પણ કરવાની જરૂર નહિ પડે. તો ચાલો આપણે જાણી લઈએ તે ઔષધી વિશે, મોટા ભાગના રસોડામાં અજમા તો મળી જ રહેતા હોય છે. માટે તમારે આ અજમાનું ઓસડીયું બનાવવાનું છે.
આ અજમાને તમારે બહાર બજારમાંથી લાવવાની જરૂર નહિ પડે કારણ કે તે અજમા દરેક ના રસોડામાં હોય જ છે. અજમાના એક નહિ પરંતુ અનેકગણા ફાયદાઓ તેમાં જોવા મળે છે. જો તમે વજન ઘટાડવા માટે અમે જે નુસ્કાઓ બતાવી દઈએ તે મુજબ તમે અનુસરસો તો તમને વજન ને લગતી સમસ્યામાંથી છુટકારો મળશે.
તેના યોગ્ય ઈલાજ માટે તમારે થોડા અજમા લેવા અને તેને ગેસ ઉપર એક વાસણમાં ગરમ કરવા માટે મૂકી દેવા અને અજમાને તમે બરાબર હલાવતા જાઓ જેમ ગરમ થશે તેમ અજમા નો રંગ પણ સાવ બદલાતો જશે. અજમાને બરાબર શેકી લીધા બાદ તેમાં થોડી માત્રામાં કાળું મીઠું નાખવું અને તેને બરાબર હલાવી નાખો. કાળું નમક તમારું વજન ઓછુ કરવા માટે ખુબજ ફાયદો કરે છે. હવે આ શેકેલા અજમા અને તેમાં મિક્સ કરેલું કાળું મીઠું બંનેનો તમે મિક્સરની મદદથી ભૂકો કરી નાખો અને એકદમ ચૂર્ણ જેવું બનાવી નાખો.
ખાધેલો ખોરાક બરાબર પચતો ન હોય, પેટમાં દુખાવો થતો હોય, જે મહિલાઓ ગર્ભવતી હોય છે તેમને આ અજમાનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે આ અજમા એ ખાવામાં ખુબજ ગરમ હોય છે. હવે તમે એક તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી તેમાં નાખો અને તેને ધીમે તાપે ગરમ કરો ગરમ થઇ ગયા બાદ તે પાણીમાં આ જે ગરમ કરેલા અજમા છે તે એક ચમસી ભરીને નાખો અને હલાવી નાખો.
આ બનાવેલ અજમાના ઉકાળાને તમે બરાબર ગળણીની મદદથી ગાળી લો અને તે અજમા વાળું અને અને થોડા કોરા અજમા બંનેને એક સાથે સવારે ખાવાથી ફાયદો થાય છે ત્યારબાદ શેકેલા અજમાનું ચૂર્ણ સાથે તમારે ઘરે જે સામાન્ય પાણી હોય છે તેની સાથે લેવાથી પણ ફાયદો થાય છે. આ પ્રયોગ તમે એકાદ મહિના સુધી સતત કરશો તો તેનાથી તમને ખુબજ ફાયદો થશે અને તમારો વજન પણ સાવ ઘટી જશે.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા જો તમારો વજન વધી ગયો હોય તો તેને દુર કરવા માટે કેવા કેવા દેશી ઉપાયો અજમાવવા જોઈએ તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.