બદલાતા હવામાનને કારણે સૌથી પહેલી અસર ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર પડે છે. ઘરની વસ્તુઓ ખૂબ જ ઝડપથી બગડે છે. ચોખા પણ તે અનાજમાંથી એક છે. ચોખામાં ખૂબ જ ઝડપથી જીવત પડી જતી હોય છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ચોખાને સૂકી જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવે છે. જેથી ચોખામાં જીવાત ન પડે. પરંતુ ઘણી વાર સાવચેતીઓ રાખ્યા પછી પણ ચોખા બગડી જતા હોય છે. તો આવો અમે તમને કેટલીક એવી વાતો જણાવીએ જેના દ્વારા ચોખાને બગડતા બચાવી શકાય છે.
તમાલપત્ર અને લીમડાના પાનનો ઉપયોગ કરો : ચોખાને જંતુઓથી બચાવવા માટે તમાલપત્ર અને લીમડાના પાનનો ઉપયોગ કરો. જંતુઓને તેની સુગંધ ગમતી નથી. આ તમારા ચોખા બચાવશે. આ સાથે લીમડાના પાનને કારણે જંતુઓના ઈંડા પણ ખતમ થઈ જાય છે. આ પાંદડાઓની મજબૂત સુગંધ મૂળમાંથી જંતુઓને મારી નાખે છે. હવાચુસ્ત ડબ્બામાં ચોખામાં સુકા તમાલપત્ર અને લીમડાના પાન મૂકો. ચોખા લાંબા સમય સુધી સારા રહેશે. આ ઉપાય દ્વારા તમે ચોખાને સંપૂર્ણપણે જંતુમુક્ત રાખી શકશો.
લવિંગનો ઉપયોગ કરો : લવિંગ એક એવો મસાલો છે જે દરેક રસોડામાં જોવા મળે છે. રસોઈમાં તેનો ઉપયોગ ખોરાકની સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે. જંતુઓથી બચાવવા માટે, તમે બોક્સમાં 10-12 લવિંગ મૂકો. ચોખામાં થતા કૃમિ પણ ખતમ થઈ જશે. તમે જંતુનાશક દવા તરીકે ચોખામાં લવિંગનું તેલ પણ નાખી શકો છો.
લસણનો ઉપયોગ કરો : જ્યારે પણ ચોખાને ડબ્બામાં રાખવામાં આવે ત્યારે તેમાં લસણની ફોલ્યા વિનાની કળીઓ નાખો. આમ કરવાથી જંતુઓ ચોખાથી દૂર રહેશે. મજબૂત સુગંધને લીધે, લસણ જંતુઓને ચોખામાં પ્રવેશવા દેતું નથી. પરંતુ જ્યારે જૂનું લસણ સુકાઈ જાય તો નવા લસણને ફોલીને તેમાં નાખો.
ફુદીનાના પાન : ચોખાને જીવાતથી દુર રાખવા માટે જયારે તમે ચોખાને કન્ટેનરમાં મુકો ત્યારે તેમાં સુકા ફુદીનાના પાનને નાખો, આમ કરવાથી ચોખામાં જીવત નહિ લાગે. કારણ કે ફુદીનાની તીવ્ર સુગંધથી તેમાં જીવાત લાગશે નહી.
રેફ્રીજરેટરમાં રાખો : વરસાદની ઋતુમાં ચોખાને જીવાતથી બચાવવ માટે તમે રેફ્રીજરેટરમાં પણ રાખી શકો છો. ચોખાને બજારમાંથી લાવતાની સાથે જ ફ્રીઝમાં મૂકી દેવાથી બધી જ જીવાત નષ્ટ થઇ જશે અને ક્યારેય જીવત નહિ પડે. આ બધી બાબતોની સાથે બીજી આ વાતનું ધ્યાન રાખું કે વરસાદની ઋતુમાં જરૂરિયાત મુજબ જ ચોખા ખરીદવા જેથી કરીને કોઈ સમસ્યા ન ઉત્પન્ન થાય.
માચીસ બોક્સ રાખો : સલ્ફર માચીસના બોક્સમાં જોવા મળે છે. જે અનાજમાં પડતા જંતુઓનો નાશ કરે છે. જ્યાં પણ તમે ચોખા રાખવા જાવ ત્યાં માચીસની થોડી સ્ટિક તમારી સાથે રાખો. ચોખા જંતુઓથી બચી જશે.
ચોખાને તડકામાં રાખો : ચોખામાં રહેલા કીડાઓથી છૂટકારો મેળવવા માટે તમે ચોખાને તડકામાં રાખી શકો છો. તેનાથી ચોખામાં રહેલા જંતુઓ અને તેમના ઈંડાનો નાશ થશે. સાથે જ ચોખા લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે. તડકામાં ન રાખવા હોય તો ડ્રાય અને ક્લીદ જગ્યામાં હવાચુસ્ત ડબ્બામાં ચોખાને રાખવાથી પણ જંતુઓ દુર રહેશે.
આમ, આ ઘરેલું નુસ્કાઓ દ્વારા તમે ચોખાને લાંબા સમય સુધી જીવત મુક્ત અને સારા રાખી શકો છો. ચોખાની સાથે ઉપર જણાવેવી વસ્તુઓ રાખવાથી ચોક્કસ પાને જીવાત દુર રહેશે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ આવી નાની નાની સમસ્યાને દુર કરી શકો. આ ઉપયોગી અને સાચવવા જેવા ઘરેલું નુસ્ખાને મિત્રો જોડે જરૂર શેર કરજો.