નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ ડેન્ગ્યું તાવને મટાડવાના ઘરેલું ઉપાયો વિષે. ચોમાસામ ડેન્ગ્યું તાવ મચ્છરના કારણે થતો હોય છે. સામાન્ય રીતે ડેન્ગ્યું તાવ માદા એડીસ એજીપ્તી મચ્છરના કરડવાથી થતો હોય છે. આ તાવ ઘણીવાર જીવલેણ પણ સાબિત થઇ શકે છે. ચોમાસાની ઋતુમાં ઘરની આજુબાજુ પાણી ભરવાને કારણે આ મચ્છરનો ઉપદ્રવ વધતો જોવા મળે છે.
ડેન્ગ્યું તાવનું આ મચ્છર સામાન્ય મચ્છર કરતા ઘણું અલગ હોય છે, જે મોટાભાગે સવારે અને દિવસના સમયે કરડે છે. ચોમાસામાં આ મચ્છર જુલાઈથી ઓક્ટોબર સુધીમાં વધારે ફેલાય છે, કારણ કે આ સમયનું વાતાવરણ મચ્છર માટે અને તેના ઉપદ્રવ માટે વધારે અનુકુળ હોય છે.
શું છે આ ડેન્ગ્યુ તાવ : ડેન્ગ્યું તાવ આ માદા એડીસ એજીપ્તી મચ્છરના કરડવાથી વ્યક્તિના લોહીમાં ડેન્ગ્યું નામનો વાયરસ પ્રવેશે છે અને ડેન્ગ્યુંનું સંક્રમણ ફેલાવા લાગે છે. આ મચ્છર કરડયા બાદ લગભગ 3-4 દિવસમાં વ્યક્તિને શરીરમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાવા લાગે છે અને પછી ધીમે ધીમે વધી શકે છે. આ મચ્છર એક વ્યક્તિને કરડયા પછી બીજા વ્યક્તિને કરડીને તાવનો ફેલાવો કરે છે.
ડેન્ગ્યું તાવના ત્રણ પ્રકાર છે. 1) સાધારણ ડેન્ગ્યું, 2) હેમરેજીક ડેન્ગ્યું. 3) શો શોક સિન્ડ્રોમ ડેન્ગ્યું. જેમાં સાધારણ ડેન્ગ્યું તાવમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે જે આપમેળે પણ ઠીક થઇ શકે છે. હેમરેજીક ડેન્ગ્યુમાં અને શોક સિન્ડ્રોમ ડેન્ગ્યું તાવ વધારે ખતરનાક હોય છે જે ઘણીવાર જીવલેણ પણ સાબિત થઇ શકે છે.
ડેન્ગ્યું તાવના લક્ષણો : ડેન્ગ્યું તાવના ત્રણ પ્રકાર જોયા પછી તેના લક્ષણો વિષે વાત કરીએ. જેમાં સૌપ્રથમ સાધારણ ડેન્ગ્યું તાવમાં ઠંડી લાગ્યા પછી અચાનક તાવ આવી જવો, માથું દુખવું, સાંધાનો દુખાવો થવો, માસપેશીઓમાં દુખાવો થવો, ગરદન અને છાતી પર લાલ રંગના ચકતા થવા, ભૂખ ન લાગવી, મોળો જીવ થવો, ગળામાં દુખાવો થવો વગેરે જેવા લક્ષણો સાધારણ ડેન્ગ્યું તાવમાં જોવા મળે છે.
જયારે હેમરેજીક ડેન્ગ્યું તાવનાં લક્ષણોની વાત કરીએ તો તેમાં નાક અને મોઢામાં લોહી નીકળવું, ચામડી પર કાળા રંગના ચકતા પડી જવા, ઉલટી અને મળમાં લોહી નીકળવું વગેરે જેવા લક્ષણો હેમરેજીક ડેન્ગ્યું તાવમાં જોવા મળે છે.
શોક સિન્ડ્રોમ ડેન્ગ્યુ તાવના લક્ષણોની વાત કરીએ તો તેમાં ખુબ જ તેજ તાવ આવવો, દર્દી બેચેન થઇ જાય, ચામડી ઠંડી થવા લાગવી, બ્લડપ્રેશર લો થઇ જવું, પેટમાં પાણી જમા થવા લાગે જેના પરિણામે ફેફસા અને લીવર પર અસર પડવી, જો આવા લક્ષણો જોવા મળે તો તરત જ ટેસ્ટ કરાવીને સારવાર શરુ કરી દેવી જ ફાયદાકારક બનશે. ડેન્ગ્ય તાવના લક્ષણોની વાત કર્યા પછી તેના ઘરેલું ઉપાયો વિષે જાણીએ.
ઘરેલું ઉપાય – 1, ગળોનું અને પપૈયાના પાનનું જ્યુસ બનાવીને પીવો : ડેન્ગ્યું અથવા કોઈ પણ તાવની સારવાર માટે ગળો એક સારો ઘરેલું ઉપાય માનવામાં આવે છે. ગળોને આયુર્વેદમાં તાવની મહાન ઔષધી કહેવામાં આવી છે. ગળો, પપૈયાના પાન, એલોવેરા અને દાડમ, આ બધી વસ્તુનું જ્યુસ બનાવીને પીવાથી ડેન્ગ્યું તાવ મટી જાય છે. આ જ્યુસ બનાવતી વખતે બધી જ વસ્તુ એટલે કે આ ચારેય વસ્તુ 50-50 ટકા લેવું અને આ જ્યુસ બનાવવું.
આ રીતે બનાવો જ્યુસ : ડેન્ગ્યુના તાવ માટેનું જ્યુસ બનાવવા સૌપ્રથમ લીમડાના વૃક્ષની તાજી ગળો લેવી, પપૈયાના પાન લેવા, એલેઓવેરા અને દાડમ લો. આ બધી જ વસ્તુને એક પછી એક રસ કાઢીને લેવો. ત્યારબાદ આ ચારેયના રસને બરાબર મિક્સ કરીને તેનું જ્યુસ બનાવો. આ જ્યુસનું સેવન કરવાથી ડેન્ગ્યું તાવમાં ખુબ જ ફાયદો થવાની સાથે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે અને ડેન્ગ્યુંના વાયરસ પણ નાશ પામે છે. આ જ્યુસનું સેવન કરવાથી શરીરમાં ઘટતી પ્લેટલેટ્સની સંખ્યામાં પણ વધારો થાય છે.
ઘરેલું ઉપાય – 2 : આ ઘરેલું ઉપાયમાં સૌપ્રથમ એક કપ પાણીમાં એક ચમચી ગળોનો રસ, બે કાળા મરી, અને પાંચ તુલસીના પાનને પાણીમાં નાખીને ઉકાળો બનાવો, આ ઉકાળાનું સતત પાંચ દિવસ સુધી સેવન કરવાથી ડેન્ગ્યું તાવ મટી શકે છે.
આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું : સૌપ્રથમ એ વાતની તકેદારી રાખવી કે ઘરની આસપાસ મચ્છરનો ઉપદ્રવ ન હોવો જોઈએ. ઘરની આજુબાજુના ખાડા-ખાબોચિયા, વાહનોના ટાયરમાં પાણી ન ભરાવા દેવું, કારણ કે વધારે સમય પાણી ભરાવાને કારણે આ જગ્યા પર મચ્છરો ઇંડા મુકે છે અને તેનો ફેલાવો થવા લાગે છે. આવી જગ્યા પર દવાઓનો છટકવ કરવો અથવા ફટકડી નાખી દેવી જોઈએ જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય. તંદુપરાંત ઘરમાં કપૂરનો ધુમાડો કરવો. જો તમારા વિસ્તારમાં વધારે ડેન્ગ્યું તાવ હોય તો ડેન્ગ્યુની વેક્સીન પણ લેવી જેથી આ તાવથી બચી શકાય.
આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે ડેન્ગ્યું તાવને મટાડી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી થાય અને તમે પણ ડેન્ગ્યું તાવ મુક્ત રહો. આ ઘરેલું ઉપાયો દરેકની તાસીર અનુસાર કામ કરતા હોય છે માટે આ ઉપાયો જરૂર કરવા પણ જો વધારે તાવની અસર જણાય તો ડોક્ટરની સાલાહ મુજબ સારવાર શરુ કરી દેવી. આ સાચવવા જેવી અને ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.