નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ ચેહરાની સુંદરતા વધારનાર એક નેચરલ ફેસપેક વિષે, જેને તમે ઘરે જ બનાવી શકો છો. આજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હોય કે પોતે બીજા કરતા સુંદર દેખાય. પોતાને સુંદર દેખાવા માટે અવનવા પ્રયોગો કરતા હોય છે જેમ કે અવનવા સાબુ, ક્રીમ, ફેશપેકનો ઉપયોગ કરતા જોયા હશે.
વ્યક્તિ પોતાની સ્કીનની સંભાળ માટે દરરોજ 15-20 મિનીટનો સમય ફાળવવો જોઈએ જેથી પોતાની ત્વચા હેલ્ધી અને ચમકાર બની શકે. તમારી ત્વચાને સુંદર દેખવા માટે હાઈડ્રેટ રાખવી જરૂરી છે. આપણી ત્વચા અથવા ચેહરો હાઈડ્રેટ ન રહેવાને કારણે ચેહરા પર ખીલ, ફોલ્લીઓ વગેરે જોવા મળી શકે છે. તેને દુર કરવા આપણને બજાર માંથી કેમિકલ યુક્ત મોઘી મોઘી સ્ક્રીમ અને ફેશપેક વાપરતા હોઈ છીએ પણ ફાયદો થતો નથી.
ચેહરાને ચમકદાર રાખવા માટે વ્યવસ્થિત સારસંભાળ રાખવાથી પણ આ બધી સમસ્યાને દુર કરી શકાય છે. ઘણા લોકો સ્કીનને સુંદર બનાવવા ફેશવોશનો પણ ઉપયોગ કરતા હોય છે પણ પરિણામ મળતું નથી. આજે અમે તમને જણાવવાના છીએ એક એવી કુદરતી ફેશપેક વિષે જેનો ઉપયોગ કરીને તમે ચેહરાને સુંદર અને જવાન બનાવી શકો છો. તેને તમે ઘરે જ બનાવીને ઉપયોગ કરી શકો છો.
આ રીતે બનાવો નેચરલ ફેશપેક : આ ફેશપેક બનાવવ માટે સૌપ્રથમ એક કાચના બાઉલમાં એક ચમચી દૂધ લેવું, એક ચમચી મધ, બે ચપટી હળદર લેવી, આ બધાને બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને રાત્રે સુતા પહેલા ચેહરા પર લગાવીને 20 મિનીટ સુધી રહેવા દેવું. ત્યારબાદ સ્વચ્છ પાણી વડે ચેહરાને ધોઈ લો.
આ ઉપાય ઘરે નિયમિત 7 દિવસ કરવું ત્યારબાદ અઠવાડિયામાં 3 વાર કરી શકો છો. આ પેસ્ટ ચેહરા પર લગાવાથી ચેહરા પરના ખીલ દુર થવાની સાથે ચેહરા પરની ગંદગી પણ દુર થશે અને ચેહરો એકદમ ચમકીલો અને દૂધ જેવો સફેદ લાગશે.
આ ફેશપેક બનાવવા માટે વપરાયેલા ઘટકોમાં છે દૂધ, મધ અને હળદર છે. જેમાં દૂધમાં લેક્ટિક એસીડ મળી આવે છે જે સ્કીનને હેલ્ધી બનાવાવની સાથે સ્કીનને ટાઈટ રાખે છે અને સ્કીન પરની કાળાશને દુર કરે છે. દુધના ઉપયોગથી ચેહરાની સુંદરતા વધી શકે છે.
આ ફેશપેકનો બીજો ઘટક એટલે મધ. મધમાં એન્ટી ઓક્સીડેન્ટ અને મિનરલ્સ હોય છે જે ચેહરા પરની કરચલીઓને દુર રાખે છે. મધ ચેહરા પર કુદરતી નિખાર લાવવાનું કામ કરે છે.
આ ફેશપેકનો ત્રીજો ઘટક એટલે હળદર, હળદરમાં એન્ટી ઇન્ફ્રામેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે સ્કીનને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે.
આ કુદરતી ફેશપેક ચેહરા પર નિયમિત લાગવાવથી જે પરિણામ મળે છે અન્ય બ્યુટી પ્રોડક્ટના ઉપયોગથી પણ નહિ મળે. આ એક નેચરલ ફેશપેક હોવાથી ચેહરાની સુંદરતા જાળવી રાખવાની સાથે કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહિ કરે.
આ નેચરલ પેસ્ટને લગાવાથી ચેહરા પર નાની ઉમરમાં દેખાતી કરચલીઓ થોડા જ દિવસમાં દુર થઇ જશે અને લાંબા સમય સુધી ચહેરો સુંદર અને જવાન બની રહેશે.
આમ, આ કુદરતી પેસ્ટનો ઉપયોગ કરવાથી ચેહરા પરની સુંદરતા લાંબા સમય સુધી જળવાઈ રહેશે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી તાવાચા સુંદર બની રહે. આ ઉપયોગી અને સચવા જેવી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.