નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ ઘરમાંથી મચ્છરોને ભગાડવાની ઘરેલું ટેકનીક વિષે. ચોમાસાની ઋતુમાં ઘરની આજુબાજુ ખાડા-ખાબોચિયામાં પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. મચ્છર કરડવાને કારણે ઘણી બધી બીમારીઓ થવા લાગે છે.
મચ્છરનો ઉપદ્રવ વધવાના કારણે મચ્છર જન્ય રોગો જેવા કે ડેન્ગ્યું, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો થાય છે. આ બીમારીઓને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ નહિતર જીવલેણ સાબિત થઇ શકે છે. માટે આ મચ્છરોને ભગાડવા માટે આપડે કોઈ ને કોઈ ઉપાય જરૂર કરવા પડે છે.
મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે સફાઈ અભિયાન ચાલવામાં આવે છે તેમજ બજારમાંથી લોકો કેમિકલ વાળી લીક્વીડ સ્પ્રે, ઇલેક્ટ્રિક રેકેટ તેમજ વિવિધ પ્રકારની અગરબત્તીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ બધી વસ્તુમાં કેમિકલ યુક્ત હોવાથી તે આપણા શરીરમાં જવાથી આપણા ફેફસાને નુકશાન પહોચાડે છે. માટે અમે તમને કેટલી સરળ એવા ઘરેલું ઉપાયો વિષે જણાવવાના છીએ જેની મદદથી તમે ઘરમાંથી બધા જ મચ્છરોને બહાર ભગાડી શકશો.
ઉપાય -1) : મચ્છરોને ભગાડવા માટે સૌપ્રથમ એક માટીનું કોડિયું લેવું, 6-7 લસણની કળી લેવી, એક ચમચી અજમો, અડધી ચમચી ઘી લેવું, એક ચમચી ગુગળ, અને 5-6 કપૂરની ગોટી લેવી. જેમાં લસણની કળીને અધકચરી પીસી લેવી ત્યારબાદ કપૂરની ગોટીને પણ વાટી લેવી.
આ બધું જ વસ્તુ ભેગી કર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લેવી અને માટીના કોડિયામાં ભરીને કોડિયા ઉપટ 2-3 કપૂરની આખી ગોટી મૂકી દેવી. ત્યારબાદ તેને સળગાવીને તેના ધુમાડાને આખા ઘરમાં ફેરવી દો, ધુમાડાની સુગંધથી બધા જ મચ્છર ઘરમાંથી બહાર ભાગી જશે.
ઉપાય -2) : મચ્છરોને ભગાડવાના બીજા ઉપાયોની વાત કરીએ તો લીમડાના તેલનો ઉપયોગ કરીને પણ ભગાવી શકો છો. લીમડાના તેલને શરીર પર લગાવાથી મચ્છર તેની ગંધથી દુર જ રહેશે. લીમડાના તેલમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુનો હોય છે જે મચ્છરોને શરીરની આસપાસ ફરકવા પણ નહી દે.
ઉપાય-3) : આ ઉપાયમાં તજના પત્તા, લવિંગ, નીલગીરીના પાન અને કપૂરનો ધુમાડો કરવાથી મચ્છરો ઘરમાંથી ઉભી પુછડીયે ભાગી જશે. આમ કરવાથી મચ્છર ભાગી જવાની સાથે ઘરનું વાતાવરણ પણ સુવાસિત થઇ જશે.
ઉપાય-4) : આ ઉપાયમાં મચ્છરોને દુર કરવા તુલસી પણ અસરકારક સાબિત થાય છે. ઘરની બારી પાસે તુલસીનો છોડ રાખવામાં આવે તો મચ્છર ઘરમાં પ્રવેશતા નથી. આ વસ્તુનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે. મચ્છરોને દુર કરવા આ એક સારો ઉપાય માનવામાં આવે છે.
ઉપાય-5) : ઘરમાંથી મચ્છરોને ભગાડવા માટે ફુદીનાનું તેલ એક સારો ઉપાય છે. ફુદીનાનું તેલ શરીર પર પણ લગાવી શકાય છે. ઘરમાં ફુદીનાના તેલનું સ્પ્રે કરવાથી મચ્છર નજીક આવતા નથી અને ઘરમાંથી મચ્છર દુર જતા રહે છે.
ઘરની આસપાસ ખાડા ખાબોચિયામાં, વાહનોના પડતર ટાયરમાં પાણી ન ભરાવા દેવું, કારણ કે લાંબા સમય સુધી પાણી ભરાવાને કારણે એ જગ્યા પર મચ્છરો ઈંડા મુકે છે અને તેનો ઉપદ્રવ વધે છે માટે આવી જગ્યા પર ફટકડી નાખી દેવી અથવા દવાનો છટકવ કરવી જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય.
આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે મચ્છરોને સરળતાથી ઘરમાંથી બહાર કાઢી શકશો. આ માહિતી વાચ્યા પછી તમે પણ તમારા ઘરમાંથી આ ઉપાયો કરવાથી મચ્છરોને ભગાડી શકશો. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.