નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ આંખોના નંબર દુર કરવાના ઘરેલું ઉપાયો વિષે. આંખ એ આપણા શરીરનું એક મહત્વનું અંગ છે. આજનાના સમયમાં આંખોના નંબર અને આંખોમાં ઝાંખું દેખાવું જેવી સમસ્યાથી અનેક લોકો પરેશાન છે અને ચશ્માં પહેરવા પડે છે. આજનાં સમયમાં આંખમાં નંબરની સમસ્યા મોટી ઉમરના લોકોથી માંડીને બાળકોમાં પણ જોવા મળે છે અને ચશ્માં પહેરવા અનિવાર્ય બની ગયા છે.
આંખમાં નંબર આવવાના કારણો : આંખમાં નંબર આવવાના કારણોની વાત કરીએ તો તેમાં નિરંતર મોબાઈલનો ઉપયોગ કરવો, સતત કમ્પ્યુટર પર કામ કરવું, લાંબા સમય સુધી ટીવી જોવું, પ્રદુષણ, ભોજનમાં વિટામીન-A અને પોષક તત્વોની ઉણપના કારણે આંખોમાં ઝાંખું દેખાવાની સમસ્યા ઉદભવે છે. ચાલો જાણીએ આંખોના નંબરને દુર કરવાના અને આંખોની દ્રષ્ટી જાળવી રાખવાના ઘરેલું ઉપાયો વિષે.
આમળાં : આંખોની દ્રષ્ટી જાળવી રાખવા માટે આમળાં અમૃત સમાન માનવામાં આવે છે. આમળાના પાવડરના નિયમિત સેવન કરવાથી મોતિયો અને રતાંધળાપણાંની સમસ્યા દુર થઇ શકે છે. આમળા પાવડરને મધ સાથે સેવન કરવાથી આંખોની રોશની વધે છે અને આંખો માટે ખુબ ફાયદાકારક બને છે.
ત્રિફળા ચૂર્ણ : ત્રિફળા ચૂર્ણના ઉપયોગથી આંખોની રોશની વધારી શકાય છે. રાત્રે ત્રિફળા ચૂર્ણને માટીના વાસનામાં પાણીમાં પલાળીને સવારે સ્વચ્છ કપડા વડે ગલી લેવું, ત્યારબાદ આ ગાળેલા પાણીથી આંખોને ધોવાથી આંખોનું તેજ વધે છે સાથે જ નાક, કાન સંબધિત તકલીફોમાં પણ રાહત મળે છે.
ગાયનું ઘી : ગાયના શુદ્ધ ઘીના ઉપયોગથી આંખોની રોશની વધારી શકાય છે. દેશી ગાયના ઘીને કાનપટ્ટી ઉપર હળવા હાથે થોડીવાર મસાજ કરવાથી આંખોનું તેજ વધે છે. આંખોની ચારેય બાજુ ગાયનું ઘી લગાવવાથી આંખોની બળતરા અને સોજો દુર થાય છે. રાત્રે સુતા પહેલા ગાયના ઘીને ચેહરા પર માલીશ કરીને સવારે હુંફાળા પાણીથી મોઢું ધોવાથી ચેહરા પરના ડાઘ ધબ્બા અને કરચલીઓ ઓછી થવાની સાથે ચેહરાની ચમક વધે છે.
બદામ : બદામના ઉપયોગથી આંખોની તંદુરસ્તી જાળવી શકાય છે. રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે આ પલાળેલી બદામને પીસીને પાણી સાથે મિક્સ કરીને પીવાથી આંખોની સમસ્યા દુર થાય છે. બદામનું સેવન કરવાથી આંખોમાંથી પાણી પડવું, આંખો આવવી, આંખોની દુર્બળતા વગેરેમાં ફાયદો થાય છે. વરીયાળી, દૂધ અને પીસેલી બદામને સમાન માત્રામાં મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરવું, ત્યારબાદ એક ચમચી આ મિશ્રણને એક ગ્લાસ દૂધ સાથે રાત્રે સુતી વખતે પીવાથી આંખોની રોશની વધે છે.
પાલક : આંખોની દ્રષ્ટી જાળવી રાખવા માટે પાલકનું સેવન પણ ફાયદાકારક સાબિત થાય છે. પાલકમાં વિટામીન-A ભરપુર માત્રામાં હોય છે જે આંખોની દ્રષ્ટી જાળવી રાખે છે. તમે પાલકનું સુપનું પણ સેવન કરી શકો છો.
કાકડી : કાકડીના ઉપયોગથી આંખોની રોશની વધારી શકાય છે. કાકડી કે કાચા બટાકાની પાતળી સ્લાઈસ કાપીને 10 મિનીટ સુધી આંખો પર રાખવાથી આંખોની દ્રષ્ટી વધવાની સાથે આંખોની તંદુરસ્તી જળવાઈ રહે છે.
કારેલા : કારેલામાં બીટા કેરોટીનનું પ્રમાણ હોય છે જે આંખો માટે ખુબ જ લાભદાયી બને છે. જે લોકો સતત કમ્યુટર પર કામ કરતા હોય તે લોકોએ અઠવાડિયામાં એક-બે વાર કારેલાનું અથવા તેના જ્યુસનું સેવન કરવું જોઈએ જેથી આંખોની દ્રષ્ટી જળવાઈ રહે છે અને આંખો તંદુરસ્ત રહે છે.
ઠંડા પાણીથી આંખો ધોવી : ઠંડા પાણીથી દરરોજ આંખો ધોવાથી ખુબ જ ફાયદો થાય છે. નિયમિત દિવસમાં ઓછામાં ઓછું 2-3 વાર મોઢામાં પાણી ભરીને ત્યારબાદ આંખો પર ઠંડા પાણીથી છલકા મારીને આંખો ધોવાથી આંખો સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
અન્ય ઉપાયો : નિયમિત સવારે લીલા ઘાસ પર ઉઘાડા પગે ચાલવાથી આંખોની નબળાઈ દુર થવાની સાથે આંખોના નંબર દુર થાય છે. નિયમિત એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી પણ આંખોની દ્રષ્ટી ઝડપથી વધી શકે છે.
નિયમિત સરસિયાના તેલથી રાત્રે પગના તળિયા ઉપર થોડીવાર માટે માલીશ કરવાથી આંખોને તંદુરસ્ત રહે છે. ચણાને પાણીમાં પલાળીને સવારે ખાવાથી આંખોની દ્રષ્ટી સારી રહે છે. કાંસાની વાટકી પર ગાયનું ઘી લગાવીને તેના વડે પગના તળિયામાં રાત્રે મસાજ કરવાથી આંખો તેજસ્વી બનવાની સાથે ક્યારેય આંખોમાં નંબર નહિ આવે.
આમ, આ અસરકારક ઘરેલું ઉપાયો દ્વારા તમે આંખોના નંબરને દુર કરી આંખોની દ્રષ્ટી વધારી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ આંખોને તંદુરસ્ત રાખી શકો. આ સાચવવા જેવી અને ઉપયોગી માહિતીને મિત્રો સાથે જરૂર શેર કરવા વિનંતી.