મિત્રો અમે તમને આજના આ આર્ટીકલમાં તમને ખબર જ છે કે છેલ્લા ઘણા સમયથી લંપી વાઇરસ ખુબજ આગળ વધી રહ્યો છે માટે અમે તમને એક આ લંપી વાઇરસ માટેનો શોધાયેલો દેશી ઉપચાર વિશે માહિતી આપવાના છીએ અને એ મુજબ જો તમે અનુસરશો તો આ લંપી નામનો ગાયોમાં જોવા મળતો વાઇરસનો ઈલાજ કરી શકાશે.
મિત્રો તમેં બધા જાણો જ છો કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે માટે ગાય માતાની રક્ષા કરવી એ આપણા બધાની ફરજ પડે છે માટે આપણા દેશમાં ગાયને માતા સમાન ગણવામાં આવે છે અને તેનું પૂંજન પણ કરવામાં આવે છે. જો આ લંપી નામનો વાઇરસ કોઇપણ ગાયમાં થાય તો ગાય મૃત્યુ પામે છે તેથી દિવસેને દિવસે ગાયના મૃત્યુ દરમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.
ઉપાય: આ લંપી વાઇરસ માટેનો ઘરે બેઠા બેઠા એક દેશી ઓહડીયુ બનાવીને કઈ રીતે ઈલાજ કરી શકાય તેના વિશે ગધેથડ આશ્રમમાં સેવા કરતા એવા લાલ બાપુ એક સરસ દેશી ઉપાય દ્વારા કઈ રીતે તમે આ લંપી વાઇરસને મટાડી શકો તેના વિશે માહિતી આપતા જણાવે છે કે તમે એક રોટલી લ્યો અને એમાં દેશી ગોળ નાખો, તથા તેમાં થોડી સાકર નાખો, તથા થોડી હળદર, દેશી ઘી, મધ તથા થોડો કાળા મરીનો પાઉડર બનાવીને નાખો ત્યારબાદ આ રોટલીને બેવડી તેવડી વાળીને તમે ગાય માતાને ખવડાવી દ્યો. આ ઉપાય કરવાથી લંપી વાઇરસમાં રાહત થાય છે અને ગાય માતાને પણ થતી પીડામાં રાહત થાય છે.
ત્યારબાદ તમારે ફટકડી અને કપૂર લેવાનું છે અને તેનો બરાબર બારીક ભૂકો કરીને પાણીમાં ઓગાળી નાખવાનું છે અને તે પાણીથી ગાય માતાને માલીશ કરીને નવડાવવાથી અથવા તો ગામડાની ભાષામાં ધમારવાથી અથવા તો ગાય માતા ઉપર આ પાણીનો છંટકાવ કરવાથી લંપી વાઇરસની પીડામાંથી રાહત થાય છે તેમજ વધી રહેલો ગાયોનો મૃત્યુ દરમાં પણ ઘટાડો થાય છે આ ઉપાય તમારે દિવસ માં ત્રણ વખત અને ત્રણ દિવસ કરવાનો છે.
આ ઉપાયો જે લંપી વાઇરસથી પીડાઈ રહેલી ગાયો માટે એક અક્ષીર ઈલાજ સાબિત કરે છે તેમજ આ દેશી ઘરે બનવેલા ઉપાયને આપણા સૌના જાણીતા એવા લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી અને બીજા એવા લોકસાહિત્ય કલાકાર અને હાસ્યકાર એવા ધીરુભાઈ સરવૈયા પણ આ ઘરે બનાવેલા લંપી વાઇરસ આગળ વધતો અટકાવવા માટે દેશી ઓહડીયાને સમર્થન આપે છે.
આમ, અમે તમને લંપી વાઇરસ સામે કઈ રીતે ઘરે જ દેશી ઓહડીયું બનાવવું તેના વિશે જરૂરી એવા ઉપાયો વિશે માહિતી આપી.