આજના સમયે મેદસ્વિતા એટલે કે વજન વધવાની સમસ્યા ઘણા લોકોને જોવા મળે છે. આ સમસ્યાને લીધે ઘણા લોકો જાત જાતના ઉપાયો કરે છે જેમાં સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ગમે તેવા ઉપાયો બતાવતા હોય છે. આ ઉપાયોમાં ઘણા બધા ઉપાયો તો ઘણા નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ ઉપાયોમાં અમુક તો માત્ર સમયની બરબાદી છે. જેનાથી કોઈ વજનમાં ફેર પડત નથી.
સતત વધી રહેલુ વજન શરીરને સ્થૂળ બનાવે છે. જે પછી હાલવા ચાલવામાં કે ઉઠવા બેસવામાં પણ અનેક મુશ્કેલીઓ સર્જે છે તેમજ અનેક રોગો ઉત્પન્ન કરે છે. જેથી તેના ઉપાયો કરવા ખુબ જ જરૂરી બની જાય છે. જયારે આ માટે સોશિયલ મીડિયામાં જોવા મળતા ઉપાયો માત્ર એક પ્રકારની અફવા હોય છે. આવા ઉપાયો માત્ર આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાની ખ્યાતી માટે બનાવ્યા હોય છે. અમે આ આર્ટીકલમાં આપણને અમુક વજન ઉતારવા સાથે જોડાયેલી અફવાઓ વિષે જણાવી રહ્યા છે.
શરીરની નાની મોટી ક્રિયાઓ કરવા માટે કાર્બોહાઈડ્રેટ ખુબ જ જરૂરી છે. જયારે કાર્બોહાઈડ્રેટ પૂરતી માત્રામાં લેવામા આવે તો તેનાથી શરીરમાં કોઈ જ નુકશાન થતું નથી. વજન પણ વધતું નથી. ઘણા લોકો એવું સમજે છે કે કાર્બોહાઈડ્રેટ વજન વધારે છે પરંતુ તે અફવા છે. જયારે ભોજનમાં અનાજ, જટિલ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ખાવાથી વજન ઉતરે છે.
પેકેજ્ડ ફૂડનો આજના સમયે ભોજનમાં મોટાપાયે ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં ઓછી ચરબી, ચરબી વગરના તેમજ ગુલ્ટેન ફ્રી હોય છે. જેમાં સુગરનું પ્રમાણ પણ વધારે હોય છેલ. જે વજન વધારવા લાગે છે, જેથી બની શકે તો પેકેજ્ડ ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.
હર્બલ ટી માંગ આજે ઘણા લોકો કરે છે. જેમાફાયટોકેમિલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે શરીરના શુદ્ધિકરણમાં ખુબ જ ઉપયોગી છે પરંતુ પરંતુ વજન ઘટાડવામાં ટી તમને સીધી મદદ કરી શકતી નથી. જે જયારે શરીરને મેટાબોલિક એક્ટીવીટી અને એનર્જી બાળવામાં સુધારો કરે છે.
ભૂખ્યા રહેવાથી વજન ઘટાડવો: વજન ઉતારવાના શ્રેષ્ઠ ઉપાય તરીકે ઘણા લોકો ઓછું ખાવાનું વિચારે છે અને તેને શ્રેષ્ઠ ઉપાય સમજે છે. જેમાં ઘણા લોક વધુ ચાલવાનું અને ઓછા ખાવાનાં ઉપાયને વજન ઉતારવા માટે પસંદ કરે છે. જો કે આ ઉપાય કરવાથી જ્યાં સુધી આ ઉપાય ચાલુ રહે ત્યાં સુધી શરીર વજન કન્ટ્રોલમાં રહે છે. જયારે લાંબા સમય સુધી આ ઉપાય અનુસરવો મુશ્કેલ છે. જ્યાર થી તમે આ ઉપાય બંધ કરી દેશો એટલી ઝડપથી તમારું વજન વધવા લાગશે. એટલે ભૂખ્યા રહી ને વજન ઉતારવો એ કઈ અસરકારક ઉપાય નથી.
ઘણા લોકો વજન ઉતારવા તેમજ કાબુમાં રાખવા માટે ડાયટીંગ કરતા હોય છે. ફ્રેશ ડાયતો લાંબા ગાળે વજન ઉતારવામાં મદદ કરતા નથી અને તેમજ તેનું પાલન કરવું મુશ્કેલ બની જાય છે. જે લાંબા ગાળે વજન વધારે છે. જે જયારે ડાયટ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેથી અમુક પ્રકારના રોગો પણ થાય છે. જેમાં શરીરની એનર્જી ઘટે છે.
આમ, આ ઉપાયો શરીરમાં વજન ઉતારવા સાથે આ અફવાઓ પણ જોડાયેલી છે. જે અનુસરવાથી શરીરમાં અમુક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય છે. માટે આવી વાતો પર મોટાભાગે વિશ્વાસ ન કરવો જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.