આજકાલ ખોટી જીવન શૈલી અને બહારની ખાણીપીણીના કારણે તેની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડતી જોવા મળે છે અને તેના જ કારણે તેઓની રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ નબળી થઈ જાય છે અને તેઓ વારંવાર બીમાર થઈ જતા હોય છે. અને આમ તે બીમારીમાં તેમના હાડકા પણ સામેલ હોય છે. હાડકાને મજબૂત બનાવવા માટે હંમેશા યોગ્ય ખોરાક લેવો ખૂબ જ જરૂરી થઈ જાય છે. યોગ્ય ખોરાક લેવાથી આપણા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-D ની માત્રા જળવાઈ રહે છે.
આપણા શરીર માટે તથા હાડકા માટે કેલ્શિયમ યુક્ત ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. આપણે આપણા શરીરમાં પૂરતું કેલ્શિયમ મેળવવા માટે ઘણા બધા શાકભાજી તથા ઘણી બધી વસ્તુઓનો સેવન કરવાની ડોક્ટર સલાહ આપે છે. કેલ્શિયમ યુક્ત ખોરાકમાં સોયાબીન દૂધ પનીર તથા ઘણી બધી ડેરી પ્રોડક્ટ શામેલ હોય છે તથા લીલા પાંદડા વાળા શાકભાજીનું સેવન કરવાની ડોક્ટર સલાહ આપતા હોય છે. હાડકાને મજબૂત બનાવવા માટે કયા પ્રકારના ખોરાકનું સેવન કરવું જોઈએ.
પાલક : આપણા હાડકાને મજબૂત બનાવવા માટે પાલક ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે લીલા પાંદડા વાળા શાકભાજી ખાવાથી કેલ્શિયમ આપણા શરીરમાં ભરપૂર માત્રામાં આવે છે. અને તેનું સેવન કરવાથી આપણા હાડકા સ્વસ્થ રહે છે. પાલક આપણા શરીરમાં કેલ્શિયમની જરૂરિયાતને 25% પૂરી કરવાનું કામ કરે છે. તથા લીલા પાંદડા વાળા શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઇબર તથા વિટામિન-A અને આયર્ન હોવાના કારણે લીલા પાંદડા વાળા શાકભાજીનું સેવન કરવું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક બને છે.
દૂધની વસ્તુઓ : આપણે દરેક વ્યક્તિ જાણતા જ હોઈએ છીએ કે દૂધ દહીં અને પનીર જેવી વસ્તુઓ માંથી કેલ્શિયમ આપણને ભરપૂર માત્રામાં મળે છે. ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે. આમ દરરોજ એક કપ દૂધ અથવા તો એક કપ દહીંનું સેવન કરવું જોઈએ. તેનાથી હાડકા મજબૂત થાય છે.
કેળા : આપણે દરેક વ્યક્તિ જાણીએ જ છીએ કે કેળાનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. કારણ કે કેળામાં મેગ્નેશિયમ જોવા મળે છે અને તે આપણા હાડકાને મજબૂત બનાવવાની સાથે સાથે આપણા શરીરને પણ સ્વસ્થ રાખે છે. તેથી તમે દરરોજ એક કેળાનું સેવન કરી શકો છો અને તેનાથી તમારા હાડકાને મજબૂત બનાવી શકો છો.
સૂકા મેવા : સુકામેવા તથા નટ્સનું સેવન કરવાથી આપણા શરીરને ભરપૂર એનર્જી મળે છે. અને તેની સાથે સાથે જ તેમાં કેલ્શિયમ હોવા થી તથા મેગ્નેશિયમ અને ફોસ્ફરસના કારણે આપણા હાડકા ખૂબ જ મજબૂત બને છે. આમ આપણે આ ઉંમર સાથે સાથે હાડકાને મજબૂત રાખવા માટે સૂકા મેવા અને નટ્સનું સેવન કરવું જોઈએ.
નારંગી : તમે કદાચ નહીં જાણતા હોવ પરંતુ આપણા શરીરને નારંગીના રસમાંથી પણ કેલ્શિયમ અને વિટામિન-D મળે છે. અને તે આપણા શરીરમાં રહેલ હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો આપણે નિયમિત રૂપે નારંગીનું સેવન કરીશું તો ઓસ્ટીઓપોરોસીસ નું જોખમ પણ ખૂબ જ ઓછું થઈ શકે છે.
વિટામિન-D : વિટામીન-D આપણને સૂર્યપ્રકાશ માંથી મળે છે. તેથી જો તમે તમારા હાડકાને મજબૂત બનાવવા માંગો છો તો રોજ તમે સૂર્યપ્રકાશમાં થોડીવાર બેસવા માટેનો સમય કાઢો. સૂર્યપ્રકાશમાંથી વિટામીન-D ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે તેથી જ દરરોજ સવારનો કુમળો તડકો જરૂરથી શરીરને આપવો જોઈએ. આજકાલ દુકાનમાં વિટામીન-D ની ઘણી બધી ગોળીઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
આમ, આ બધી વસ્તુનું સેવન કરવાથી શરીરના હાડકાને મોટી ઉમર સુધી મજબુત બનાવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અમે તમારી સમસ્યાને દુર કરવા માટે સહાયક નીવડે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.