બધા લોકોએ હિંગ વિષે સાંભળ્યું કે જોઈ જ હશે અને એક સવાલ થતો હશે કે હિંગ શેમાંથી બને છે, તો આજે આ તમારા સવાલનો જવાબ મળી જશે. ભારતમાં દરેક રસોઈ ઘરોમાં સ્થાન પામતો જો કોઈ એક જરૂરી મસાલો હોય તો એ છે હિંગ. હિંગનો ઉપયોગ આખા ભારતમાં મોટા પાયે થાય છે. જોકે ઘણા લોકોને હિંગની ગંધ પસંદ નથી હોતી, પણ તેને પાચકના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.
આપડે જે પાવડર ના સ્વરૂપમાં હિંગનો ઉપયોગ કરીએ છે તેવા સ્વરૂપે હિંગ મળતી નથી, હિંગની ખેતી કરવામાં આવે છે. હીંગ કોઈ ફેક્ટરીમાં નથી બનતી પણ એક પ્રકારના છોડમાંથી મેળવવામાં આવે છે. હીંગનો છોડ બારમાસી ઔષધિ છે. આ છોડના વિવિધ ભાગોના ભૂગર્ભ રાઇઝોમ્સ અને ઉપરના મૂળમાંથી નીકળતું સૂકું વનસ્પતિ દૂધ હિંગ તરીકે વપરાય છે.

હિંગ નો આકાર એક વરીયાળીના છોડના આકાર જેવો હોય છે. જેની લંબાઈ ૧-૧.૫ મિટર જેટલી હોય છે. હિંગ ની ખેતી મોટા ભાગે અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કમેનીસ્તાન અને બલુચિસ્તાન માં થાય છે. હિંગના વાવેતર અને બીજ રોપ્યાં બાદ ચારથી પાંચ વર્ષ બાદ ઊપજ લઈ શકાય છે. એક વાર મૂળમાંથી રસ કાઢવામાં આવે પછી હિંગ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. એક છોડમાંથી અંદાજે 500 ગ્રામ જેટલી હિંગ નીકળે છે. તેમાં અંદાજે ચાર વર્ષ લાગે છે. આથી હિંગની કિંમત આટલી વધુ હોય છે. સાથે જ હિંગ કેવી રીતે ઉગાડવામાં આવે છે, તેના પર પણ ભાવ નિર્ભરતા રાખે છે.
આખી દુનિયામાં હિંગના અંદાજે 130 પ્રકાર છે. તેમાંના કેટલાક પ્રકાર પંજાબ, કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ઉગાડવામાં આવે છે, પરંતુ તેનો મુખ્ય પ્રકાર ફેરુલા ઍસાફોઇટીડા ભારતમાં થતો નથી. એક છોડમાંથી અંદાજે અડધો કિલો હિંગ નીકળે છે અને તેમાં અંદાજે ચાર વર્ષ લાગે છે. આથી હિંગની કિંમત આટલી વધુ હોય છે. એક અહેવાલ પ્રમાણે ભારતમાં દર વર્ષે 1,200 ટન હિંગ અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાનથી 950 કરોડ રૂપિયા ખર્ચીને આયાત કરવામાં આવે છે.