આપણે દરેક વ્યક્તિ જાણીએ જ છીએ કે આપણે આપણા દૈનિક આહારમાં દાળભાત શાક રોટલી દરેક વસ્તુને જરૂરથી સામેલ કરવા જોઈએ. કારણ કે આ દરેક વસ્તુમાંથી આપણને અલગ અલગ માત્રામાં પ્રોટીન અને વિટામિન્સ મળે છે. આપણે દરરોજ અલગ અલગ શાકભાજીનું સેવન કરવું જોઈએ, અલગ અલગ શાકભાજીનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. આજે આપણે વાત કરીશું એવા જ એક શાકની જેનું સેવન કરવાથી આપણને ઘણા બધા પોષક તત્વો મળે છે, અને આપણું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે અને તે શાક છે રીંગણનું.
આજે આપણે રીંગણ ના ફાયદા તથા તેના ગુણ વિશે જાણીશું કારણ કે ઘણા બધા લોકો રીંગણના ગુણને જાણતા નથી પરંતુ આ શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેમાં અદભુત પોષક તત્વો જોવા મળેલા છે. તેથી જ તેને ગુણોની વનસ્પતિ ગણવામાં આવે છે પરંતુ ઘણા બધા લોકોને તેના ફાયદા વિશે માહિતી ન હોવાથી તેનું સેવન કરતા નથી. આપણે જાણીશું રીંગણ ખાવાના ફાયદા વિષે.
ધુમ્રપાન જેવી આદત છોડવા માટે મદદરૂપ : તમે વિચારી નહીં શકો કે ધુમ્રપાનને છોડવા માટે પણ રીંગણનો ખૂબ જ અદભુત ભાગ હોય છે. જો તમારે ધુમ્રપાન છોડવું છે તો તમારે રીંગણનું સેવન શરૂ કરી દેવું જોઈએ કારણ કે તે નેચરલ નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી માટે ખૂબ જ મદદરૂપ થાય છે. જો તમે રીંગણનો નિયમિત રૂપે તમારા ડાયટમાં તેને સામેલ કરશો તો તે નિકોટિનનો સૌથી મોટો સ્ત્રોત હોવાથી ધુમ્રપાન ની આદત છોડવા માટે ખૂબ જ મદદરૂપ થશે.
હૃદય મજબૂત બનાવે : રીંગણનું સેવન કરવાથી હૃદય મજબૂત બને છે. રીંગણનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ લેવલમાં રહે છે, તથા બ્લડપ્રેશરને સામાન્ય રાખવા માટે રીંગણનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે.
યાદ શક્તિમાં વધારો કરે : તમે જાણીને આશ્ચર્યમાં મુકાઈ જશો કે રીંગણનું સેવન કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે અને આપણે મેમરીમાં પણ સુધારો થાય છે, કારણ કે રીંગણ માં ફોઈટોન્યુટ્રિઅન્ટ્સ નામના સેલ રહેલા હોય છે, તે આપણી મેમરી પાવર વધારવાની સાથે કોઈપણ નુકસાનથી બચાવવાનું કામ કરે છે. તેમજ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. તદુપરાંત તે વિટામિન-C થી ભરપૂર હોય છે.
ચહેરા માટે ખૂબ જ મદદરૂપ : રીંગણમાં ઘણા બધા એવા ખનીજ વિટામિન્સ જોવા મળે છે, તથા તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી શરીરમાં રહેલો કચરો દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે, રીંગણનું સેવન કરવાથી ત્વચાના રંગમાં પણ સુધારો આવે છે તદ્ઉપરાંત જો તમારી ત્વચા ડ્રાય થઈ ગઈ હોય તો તેમના માટે રીંગણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે રીંગણમાં ભરપૂર માત્રામાં પાણી જોવા મળે છે.
શરીરમાંથી બેક્ટેરિયાને દૂર કરે : ઘણી બધી વખત વાયરલ ઇન્ફેક્શન થઈ જવાના કારણે શરીરમાં બેક્ટેરિયા વધી જાય છે, તેમજ રીંગણમાં વિટામિન-C હોવાથી તે શરીરમાં રહેલા ઇન્ફેક્શન અને બેક્ટેરિયાને દૂર રાખવા માટે મદદરૂપ થાય છે.
આમ, રીંગણનું શાક ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે રીંગણ ગરમ પ્રકૃતિનું હોવાથી સગર્ભા મહિલા તથા બીજી કોઈ દવા લેતા હોય તે લોકોએ રીંગણનું સેવન ટાળવું જોઈએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય.