આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આપણી દરરોજની જીવનશૈલી ખૂબ જ અસ્તવ્યસ્ત હોય છે અને તેમાં આપણા ભોજનનો સમય પણ વ્યવસ્થિત હોતો નથી તથા બીજા કાર્ય કરવાનો સમય પણ યોગ્ય હોતો નથી. તમે બધા જાણો છો કે ધુમ્રપાન કરવાથી હૃદયનું જોખમ વધી જાય છે. અને આપણે આપણા દરરોજના જીવનમાં કસરત પણ કરતા નથી તેના કારણે હૃદયનું જોખમ વધી જતું હોય છે.
બીજી ઘણી બધી એવી બાબતો છે જેના કારણે આપણા હૃદય પર ભાર પડતો હોય છે અને જેના કારણે આપણા હૃદયને તકલીફ પડતી હોય છે, તેવી વસ્તુઓને જરૂરથી છોડી દેવી જોઈએ. તો આજે આપણે જાણીશું કે આપણા જીવનમાં એવી કઈ કઈ આદતોને બદલવી જોઈએ જેનાથી હૃદય રોગના જોખમને ઓછું કરી શકાય.
વધુ પડતા મીઠાનું સેવન : મીઠાનું વધુ પડતી માત્રામાં સેવન કરવાથી લોહીમાં પાણીની માત્રા વધી જાય છે અને તેના જ કારણે આપણું લોહી પાતળું થઈ જાય છે, આમ તેના લીધે જ હૃદય ઉપર વધુ દબાણ આવતા જ આપણું હૃદય ફેલ થઈ શકે છે અને તેના જોખમો ખૂબ જ વધી જાય છે. માટે મીઠાનું સેવન હમેશા યોગ્ય માત્રામાં કરવું જ આપણા હદય માટે લાભદાયી બને છે.
લાંબા સમય સુધી સતત સુધી ટીવી જોવું : લાંબા સમય સુધી ટીવી જોવું પણ આપણ શરીર માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આપણે આરામ કરવાના બહાને લાંબા સમય સુધી ટીવી જોયા કરીએ છીએ અને સતત એક જ જગ્યાએ બેસી રહીએ છીએ તે હદય માટે ખૂબ જ ઘાતક છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આપણે દર 30 મિનિટ થઈ ગયા બાદ થોડું ચાલવું જોઈએ. આમ સતત એક જગ્યાએ બેસી રહેવાથી આપણા હૃદયની તબિયત બગડવાના જોખમ વધી જાય છે.
પુરતી ઊંઘ ન લેવી : આપણે ખોટી જીવન શૈલીના કારણે આપણે રાત્રે મોડે સુધી જાગતા રહીએ છીએ અને સવારે મોડા સુધી ઊંઘતા રહીએ છીએ. પરંતુ આપણને જો પૂરતી ઊંઘ ન મળે તો તેની ડાયરેક્ટ અસર આપણા હૃદય ઉપર પડે છે અને તેના જ કારણે વ્યક્તિ ઘણી બધી વખત તણાવની સ્થિતિમાં પણ આવી જાય છે.
વધુ પડતું કામનું દબાણ : ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર નિલેશ ગૌતમ જણાવે છે કે લાંબા સમય સુધી તણાવમાં રહેવાના કારણે આપણા શરીરના ધબકારા તથા બ્લડપ્રેશર વધી જવાનું જોખમ રહે છે અને આમ તેના જ કારણે લોહીની ધમનીને પણ નુકસાન પહોંચે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવા માટે તમારે દરરોજ ઊંડા શ્વાસ લેવા જોઈએ તથા પોતાની ગમતી વસ્તુઓ માટે થોડો સમય કાઢવો જોઈએ. આમ વધારે પડતા કામના દબાણને કારણે પણ તમારા સ્વાથ્ય ઘટક અસર પડી શકે છે.
મોઢાની યોગ્ય રીતે સફાઈ ન કરવી : નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો આપણે મોઢામાં રહેલા બેક્ટેરિયાને યોગ્ય રીતે સાફ કરીશું નહીં તો આપણા હૃદયને ખૂબ જ નુકસાન થઈ શકે છે તેમજ અને મોઢામાં રહેલા બેક્ટેરિયા સીધા ગળામાં જાય છે અને તે હૃદયને નુકસાન પહોંચાડે છે. તેથી દરરોજ મોં ની યોગ્ય રીતે સફાઈ કરવી જોઈએ.
સતત નસકોરા બોલાવવા : જો તમને પણ રાત્રે સતત નસકોરા બોલાવવાની આદત પડી જાય છે તો તેનાથી ઊંઘને ખલેલ પહોંચે છે. અને આપણા ગળામાં રહેલા સ્નાયુઓ તથા શ્વાસ નળીમાં સ્થિરતા ઉત્પન્ન કરે છે અને તેના જ કારણે ગળામાં રહેલી નસો બ્લોક થઈ જતા જ આપણા શરીરને જરૂરી ઓક્સિજન મળી શકતો નથી અને આમ જો આ જ પ્રકારની પરિસ્થિતિ ઘણા બધા સમય સુધી રહેતો. તેના જ કારણે હાઇ બીપી તથા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
આમ, આ ખરાબ આદતોને સુધારીને તમે તમારા હદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકો છો. આ ઉપયોગી અને સાચવવા જેવી માહિતીને જરૂર અન્ય લોકો સુધી શેર કરજો.