નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ કુટ્ટુના લોટનો આહારમાં સમાવેશ કરવાથી થતા ફાયદા વિષે. કુટ્ટુને અંગ્રેજીમાં બકવીટ (Buckwheat) તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ઘરમાં કુટ્ટુ લોટનો વધુ ઉપયોગ ઉપવાસ દરમિયાન કરવામાં આવે છે. પરંતુ મૂળ રીતે તે અમેરિકામાં સૌથી વધુ ઉગાડવામાં આવે છે.
કુટ્ટુની અંદર પ્રોટીન, ફાઇબર જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત તે લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે. તમે બધાએ કુટ્ટુના લોટમાંથી બનાવેલી રોટલી, પકોડા, નૂડલ્સ અન્ય ખાદ્ય પદાર્થો ખાધા જ હશે. પરંતુ તમારા માંથી બહુ ઓછા લોકોને કુટ્ટુના ગુણ અને ફાયદાઓ વિશે જાણતા હશે.
બકવીટ નામનું આ સરળ દેખાતું અનાજ તમારા સ્વાસ્થ્યને તો ફાયદો કરાવે છે. સાથે તે તમને ઘણા રોગોથી રાહત આપવામાં મદદ કરી શકે છે. કુટ્ટુમાં મળી આવતા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, ફેટ, પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, આયર્ન, ઉપરાંત વિટામિન-K, વિટામિન B6, ફોલેટ, થાઇમીન, રિબોફ્લેવિન, નિયાસિન વગેરે જેવા ઘણા વિટામિન્સ ધરાવે છે. ચાલો જાણીએ કુટ્ટુના લોટના સેવનથી થતા ફાયદા વિશે.
પાચન માટે : કુટ્ટુની અંદર ફાઇબર અને નિઆસિન નામના તત્વો જોવા મળે છે. આ તમારા શરીરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીને ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. આના દ્વારા ખોરાકને પચાવવું પણ શરીર માટે સરળ હોય છે. આ ઉપરાંત કુટ્ટુની અંદર હાજર ફાઇબર વજન ઘટાડવા અને હૃદયની સંભાળ રાખવામાં પણ મદદરૂપ થાય છે.
વજન ઘટાડવામાં અસરકારક : જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે કુટ્ટુ અથવા કુટ્ટુના લોટનું પણ સેવન કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે કુટ્ટુની અંદર જોવા મળતા ગુણના કારણે તમે જ્યારે પણ તેનું સેવન કરો છો, ત્યારે તમારું પેટ જલ્દી ભરાઈ જાય છે અને તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ રીતે તમે અતિશય આહાર ખાવાથી બચી શકો છો, જેના કારણે તમે વજન ઘટાડી શકો છો. કુટ્ટુ પ્રોટીનનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે વજન ઘટડાવા માટે ઉચ્ચ પ્રોટીનવાળા ખાદ્ય પદાર્થ જરૂરી છે કારણ કે તે અન્ય પ્રકારની ભોજનની સરખામણીમાં ઓછી કેલેરી સાથે લાંબા સમય સુધી પેટન ભરેલુ રાખે છે.
હૃદય માટે ફાયદાકારક : આખા અનાજની અંદર રહેલા ગુણ તમારા હૃદય માટે અત્યંત ફાયદાકારક છે. તાજેતરમાં, અમેરિકન હાર્ટ એસોસિએશને તેના એક લેખમાં જણાવ્યુ છે કે, લોકોએ પોતાના આહારમાં અડધો ભાગ આખા અનાજ જ રાખવો જોઈએ. ખરેખર, આખા અનાજમાં ફાઇબર અને નિઆસિન હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમજ, વર્ષ 2015માં પ્રાણીઓ પર કરવામાં આવેલ સંશોધન પણ આવું જ કંઈક ધ્યાન દોરે છે. આ ઉપરાંત એવા લોકો જે ગ્લુટેન મુક્ત ભોજન કરે છે તેના માટે અન્ય આખા અનાજનું સેવન મુશ્કેલ હોય છે, પરંતુ તે કુટ્ટુથી બનેલા ખાદ્ય પદાર્થનું સેવન કરી શકે છે. તે બ્લડ પ્રેશરને સારું રાખે છે જે હૃદય માટે ફાયદાકારક છે.
ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક : જો તમે ડાયાબિટીઝના દર્દી છો અને તમારે તમારા બ્લડ શુગર લેવલનું ધ્યાન રાખવું પડે છે તો તમે કુટ્ટુનું સેવન કરી છો. તમને જણાવી દઈએ કે કુટ્ટુની અંદર એક ખાસ પ્રકારનું કાર્બોહાઈડ્રેટ હોય છે, જે તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. તે તમારા શરીરમાં લાંબા સમય સુધી બ્લડ શુગરને સ્થિર રાખે છે. આ અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો છે, જે જણાવે છે કે તે ડાયાબિટીસમાં ફાયદાકારક છે. પરંતુ મનુષ્યો પર તેની શું અસર પડશે તેના પર કેટલાક અન્ય સંશોધનો કરવાની જરૂર છે.
નોધ : જો કે કુટ્ટુ એક મહાન અનાજ છે, જેમાંથી કેટલાક ગેરફાયદા સામાન્ય રીતે જોવા મળતા નથી. પરંતુ ઘણા કિસ્સાઓમાં લોકોને તેના સેવનને કારણે મોમાં સોજો જેવી એલર્જી થઈ શકે છે. તેથી માત્ર મર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરવું અને જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો ડોક્ટરનો સંપર્ક કર્યા બાદ જ તેનું સેવન કરો.
આમ, કુટ્ટુના લોટથી બનેલી વસ્તુનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમરી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.