આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે ખૂબ જ તકલીફમાં મુકાઈ જતા હોય છે. કારણ કે તેઓ યોગ્ય સમયે જમતા નથી તથા યોગ્ય સમયે આરામ પણ કરતા નથી. આમ આ ખરાબ જીવનશૈલીના કારણે ઘણા બધા વ્યક્તિઓમાં આધાશીશીની સમસ્યા ખૂબ જ વધી રહી છે. આધાશીશી નો મુખ્ય કારણ તણાવને જ માનવામાં આવે છે. કારણ કે જોવામાં આવે તો આધાશીશી એક પ્રકારનો રોગ જ છે અને તેમાં માથાના અડધા જ ભાગમાં ખૂબ જ દુખાવો શરૂ થઈ જાય છે, અને અમુક વખત તો આ દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે કે સહન કરવો પણ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે, આ દુખાવો અમુક કલાકો કે પછી અમુક દિવસો સુધી પણ રહેતો હોય છે.
આધાશીશીથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા બધા ઉપાયો કરતા હોય છે તેમાં લોકો આયુર્વેદિક ઉપાય કરતા હોય છે, તો અમુક લોકો દવાઓ લેતા હોય છે. પરંતુ અમે આજે તમને આધાશીશી થી સંપૂર્ણ રીતે છુટકારો મેળવવા માટેના અમુક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ ફાયદાકારક અને અસરકારક સાબિત થશે.
આધાશીશી દૂર કરવા માટે આદુને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આદુનો ઉપયોગ દરેક મહિલાઓ પોતાના રસોડામાં જરૂરથી કરતા હોય છે તેઓ આદુનો ઉપયોગ ભોજનમાં કરે છે અથવા તો ચા બનાવવા માટે પણ કરતા હોય છે અને ઘણા બધા વર્ષોથી આદુનો ઉપયોગ ઘણા બધા રોગોને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. ઘણા બધા સંશોધનોમાં પણ જાણવા મળ્યું કે આદુ ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટેનો એક રામબાણ ઈલાજ છે.
આદુ માં ઘણા બધા ગુણ રહેલા હોય છે, આદુંમાં એક મહત્વનો ગુણ બળતરા વિરોધી ગુણ હોય છે અને તે આધાશીશીના લક્ષણો હોય તેની સામે લડવા માટે ખૂબ જ મદદરૂપ થતો હોય છે. આમ આ તત્વો પ્રોસ્ટાગ્લાન્ડિન્સના ટિંકચરને અવરોધવાનું કામ કરે છે અને તેના જ આધારે માથાનો દુખાવો થઈ જાય છે. આદુ પાચનમાં સુધારો કરવાના કામ માટે પણ અત્યંત ઉપયોગી છે તથા આધાશીશીના દર્દીઓને ઉલટીની સમસ્યા થાય છે તેને દૂર કરવા માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે.
આધાશીશી માટે આદુનો ઉપયોગ કરવાની રીત : આદુનો ઉપયોગ કરવાની બે રીત જણાવવામાં આવી છે, પ્રથમ રીતમાં આદુનો ઉપયોગ કરવા માટે પહેલા આદુ તથા લીંબુના રસની એક સરખી માત્રા લેવાની છે, ત્યારબાદ તે બંનેને મિક્સ કરીને તેને દિવસમાં ઓછામાં ઓછું એક થી બે વખત સેવન કરવાનું છે, તેનાથી આધાશીશીમાં થતો માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે.
બીજી રીતમાં આદુને છીણી નાખો ત્યારબાદ તેનો એક પાવડર તૈયાર કરો. હવે પાણી લઈને બે ચમચી આદુ પાવડરને તેમાં મિક્સ કરો, અને હવે તેને કપાળ ઉપર લગાવી દો. આમ કરવાથી માથાનો દુખાવો ખૂબ જ જલ્દી ગાયબ થઈ જાય છે. આ બંને ઘરેલું ઉપાયો દ્વારા તમે આધાશીશીના દુખાવાને દુર કરી શકો છો.
આધાશીશીની સમસ્યામાં અસહ્ય માથાનો દુખાવો થતો હોય છે અને તેવી પરિસ્થિતિમાં તમે આદુની ચાનું સેવન પણ કરી શકો છો. તેની માટે તમારે સૌ પ્રથમ આદુને એક કપ પાણીમાં ઉકાળવાનું છે અને જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળીને તેમાં મધ તથા લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરવાનું છે. આમ કરવાથી તમને આધાશીશી ની સમસ્યામાં ખૂબ જ ફાયદો થશે.
આમ, આ ઘરેલું ઉપાય દ્વારા તમે આધાશીશીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ આ સમસ્યાને દુર કરી શકો. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.