મિત્રો આજે મારે તમને એક એવા વિષય વિશે વાત કરવી છે કે આત્મા એ પરમાત્મા છે આત્મા હંમેશા અરમ હોય છે તેનો નાશ થતો નથી ફક્ત નાશ તો આપડા દેહનો થતો હોય છે. જીવ એ શિવમાં ભળી જતો હોય છે અને એક યોની માંથી તે બીજી યોનીમાં પ્રવેશ કરતો હોય છે.
આજે તમને આપડા જે સ્વજનો જયારે મૃત્યુ પામતા હોય છે ત્યારે ત્યાં દુ:ખદ વાતાવરણ ઉભું થયેલું હોય છે ઘરના, સગા વ્હાલા સૌ લોકો રડતા હોય છે તે સમયે કોઈ લોકો આવીને તેમને કહેતા હોય છે અને આશ્વાસન આપતા હોય છે કે રડશો નહિ દરેકને એક દિ ને સમયે તો જવું જ પડશે માટે પ્રભુનું સ્મરણ કરો, ભજન – કીર્તન કરો, ધૂન બોલો, રામનું નામ લ્યો આમ આશ્વાસન આપીને શાંત પડતા હોય છે.
મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને સ્મશાને લઇ જતા ડાઘુઓ પણ રામ રામ બોલતા હોય છે અને પ્રભુનું સ્મરણ કરતા હોય છે એક આધ્યાત્મિક વાતાવરણ ઉભું કરવામાં આવતું હોય છે. આપડે ઘરે કોઇપણ વ્યક્તિ મૃત્યુ પામેલા હોય તો તે સ્વજનના ફોટા હોય છે તો તે જોઈને આપણને તરત યાદ આવતું હોય છે કે આપડે ક્યારેય પણ આ આત્માને મન, વચન અને કાયાથી દુઃખ તો નથી અપાયું ને અને જો અપાઈ ગયું હોય તો તરત યાદ આવે છે અને ઘડીભર પસ્તાવો થતો હોય છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જનને કહે છે કે બ્રહ્માંડમાં એવી કોઈ તાકાત નથી હોતી કે તે આ આત્માનો નાશ કરી શકે આત્મા તો અમર છે, અમર હતો અને અમર રહેવાનો છે માટે આત્મા અવિનાશી છે.
મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા ક્યાં રાખવા જોઈએ ? જો તમારા ઘરે મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા હોય તો તેને દેવ સ્થાન કે મંદિરમાં ન રાખવા જોઈએ કારણ કે તમે જયારે પણ ઘરમાં કે દેવ સ્થાને કે મંદિરમાં ધ્યાનમાં બેચો છો ત્યારે તમારું મન એકદમ પ્રભુ ભક્તિમાં લીન હોય છે તેવામાં તમે આ સ્વજનોના ફોટા જુઓ છો ત્યારે તમેં થોડું દુઃખ અનુભવો છો માટે તે ફોટાને બેડ રૂમ કે પછી બીજી કોઇપણ રૂમમાં રાખી શકો છો પરંતુ મંદિર કે દેવ સ્થાનમાં નહિ.
સ્વજનોના ફોટા ઘરમાં રાખવા જોઈએ કારણ કે જયારે પણ તમે જોશો એટલે તમારાથી ક્યારેય પણ ભૂલ થઇ હોય તો તેમની પાસેથી પસ્તાવો લઇ લો અને આ સ્વજનો જે તે યોનીમાં હોય ત્યાં એક હકારાત્મક સંદેશો આપો અને તમે કરેલી ભૂલનું પ્રાયચિત કરો અને એ આત્મા હંમેશા સુખ અને શાંતિ અનુભવે તેવી અંતરથી પ્રાર્થના કરો. તમે કફત એક જ સેકંડ કોઈના પ્રત્યે ભાવ વ્યક્ત કર્યો હશે તો તે ક્યારેય પણ નિષ્ફળ જતો નથી અને એ જો નિષ્ફળ જાય તો કર્મનો સિધ્ધાંત ખોટો પડે છે આ કુદરતનો નિયમ છે.
કાળ તત્વ એવું છે કે તમારા કોઇપણ સ્વજનો મૃત્યુ પામ્યા હશે તો થોડાક સમય પછી તેને ભુલાવી દે છે. તમે 6 મહિના, 1 વર્ષ, દોઢ થી 2 વર્ષ સુધીમાં ભુલાવી દે છે પછી તમે તમારા રોજીંદા કામ – ધંધામાં પાછા લાગી જતા હોવ છો પરંતુ જો તમારા ઘરે આ મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા હશે તો તેને તમે બે ઘડી યાદ કરી શકશો અને ઋણ અદા કરી શકશો માટે સ્વજનોના ફોટા ઘરમાં હંમેશા રાખવા જ જોઈએ.
તમને કોઈ કહેતા હોય કે મૃત્યુ પામેલાના ફોટા ઘરમાં ન રખાય તો તે વાત સાવ ખોટી છે ઘણા લોકો કહેતા હોય છે કે માં – બાપમાં ફોટા પણ ઘરમાં ના રખાય તો આ વાત પણ સાવ ખોટી છે જે માતા એ તમને જન્મ આપ્યો છે તમને નવ – નવ મહિના પેટમાં રાખ્યા હોય તથા તમને મોઢામાંથી કાઢીને ખવડાવ્યું હોય તથા આંગળી પકડીને તમને ચાલતા શીખવાડ્યું હોય, જે માં બાપ તમારા સુખ – દુખના ભાગીદાર થયા હોય અને તેના ફોટા જો તમે કાઢી નાખો તો તમને ભયંકર દોષ લાગે છે. માટે આવું ક્યારેય પણ ન કરવું જોઈએ.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા આપણા ઘરે મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા ક્યાં રાખવા જોઈએ અને ક્યાં ન રાખવા જોઈએ તથા આત્મા એ પરમાત્મા અને અમર છે તેના વિશે માહિતગાર કર્યા છે.