નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ વાળને ઘાટ્ટાકાળા, મજબુત અને ચમકાર બનાવવા માટેના ઘરેલું ઉપાયો વિષે. આજના આ સમયમાં દરેક મહિલાઓ ઈચ્છે છે કે પોતાના વાળ લાંબા, ઘાટ્ટા કાળા અને સુંદર હોય એટલા માટે અવનવા પ્રયોગો કરતા જોયા હશે. તેના માટે કેટલાય મોઘા કેમિકલયુક્ત ઓઈલનો ઉપયોગ કરતા જોયા હશે પરંતુ તેનાથી કોઈ ફાયદો થતો નથી.
આજના આ સમયમાં કામના બોજને કારણે લોકો ઇચ્છીને પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. વર્તમાન સમયમાં તણાવ, પ્રદુષણ, કેમિકલ વાળી પ્રોડક્ટના કારણે, અનિયમિત આહાર વગેરેના કારણે વાળ ખરવા, વાળ સફેદ થવા, બેમુખા થવા જેવી વાળની સમસ્યાઓથી દરેક સ્ત્રીઓ ઝઝૂમી રહેલી હોય છે. ચાલો જાણીએ વાળને મજબુત અને કાળા બનાવી રાખવાનાઅસરકારક ઘરેલું ઉપાય વિષે.
મીઠો લીમડો : વાળને લાંબા, ઘાટ્ટા કાળા અને આકર્ષક બનાવવ માટે મીઠો લીમડો લાભદાયી સાબિત થાય છે. મીઠા લીમડાના પાનને બરાબર વાટીને પેસ્ટ બનાવો, આ પેસ્ટને વાળમાં અડધી કલાક સુધી રાખ્યા બાદ વાળને પાણીથી ધોઈ લો. આમ કરવાથી વાળ ચકદાર, લાંબા અને ઘાટ્ટા કાળા બનશે. વાળ માટે મીઠો લીમડો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે કારણ કે તેમાં વધારે માત્રામાં વિટામીન-B12 અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે.
એલોવેરા : એલોવેરાના ઉપયોગથી વાળને કુદરતી ચમક મળવાથી સાથે વાળનું ખરવું, માથાનો ખોડો જેવી સમસ્યાને દુર કરી શકાય છે. એલોવેરમાં ભરપુર માત્રામાં એમીનો એસીડ, વિટામીન અને પોષક તત્વો હોય છે જે વાળની ઘણી બધી સમસ્યાને દુર કરવા અસરકારક સાબિત થાય છે. એક ચમચી એલોવેરા જેલને વાળમાં લગાવીને એક કલાક બાદ ધોઈ લેવા આમ કરવાથી માથાનો ખોડો, વાળ ખરવા જેવી સમસ્યાને દુર કરી શકાય છે.
ગાજર : વાળની મજબૂતાઈ અને શાઈનીંગ જાળવી રાખવા માટે ગાજર એક સારો ઉપાય છે કારણ કે ગાજરમાં વધારે પ્રમાણમાં બીટા કેરોટીન મળી આવે છે. 2 ચમચી ગાજરના રસને વાળના મૂળમાં લગાવીને એક કલાક બાદ વાળને ધોઈ લેવા. આમ આ ઉપાય કરવાથી વાળને પોષણ મળવાની સાથે વાળ હેલ્ધી રહેશે. ગાજરના રસના ઉપયોગથી વાળનો ગ્રોથ વધશે અને વાળ કુદરતી રીતે કાળા બનશે. માટે ગાજર વાળ માટે એક સારો ઘરેલું ઉપાય છે.
બટાકા : વાળને મુલાયમ, ચમકીલા અને મજબુત બનાવવા માટે બટાકા ઉપયોગી સાબિત થાય છે. બટાકાને બાફીને વધેલા પાણીમાં એક બટાકાને બરાબર પીસીને તે પાણીથી માથું ધોવાથી વાળ કુદરતી રીતે ચમકદાર અને મજબુત બને છે. બે બટાકાને બરાબર પીસીને તેનો રસ કાઢો, આ રસને વાળમાં લગાવીને એક કલાક સુધી રહેવા દેવું, ત્યારબાદ વાળને ધોઈ લેવા, આમ કરવાથી વાળમાં ખંજવાળ, વાળ ખારવા, વાળ સફેદ થવા જેવી સમસ્યામાં ફાયદો થાય છે.
મેથી : વાળનો વિકાસ કરવા માટે પલાળેલી મેથીના દાણાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. એક કપમાં થોડા મેથી દાણાને 6 કલાક સુધી પલાળીને ત્યારબાદ તે દાણાને થોડા પાણી સાથે મિક્સ કરીને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં 3 ચમચી શીકાકાઈ મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણને વાળમાં લગાવો અને અડધી કલાક સુધી રહેવા દીધા પછી વાળને શેમ્પુથી ધોઈ લેવા. એક અઠવાડિયા સુધી આ ઉપાય કરવાથી વાળનો વિકાસ સારો એવો થાય છે.
બીટ : બીટના ઉપયોગથી વાળ ખરવાની સમસ્યાને દુર કરી શકાય છે. બીટના પાન અને મહેંદી બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવો. આમ કરવાથી વાળ ખરતા ઓછા થશે. બીટના પાન અને હળદર પાવડર મિક્સ કરીને માથામાં લગાવાથી વાળ ખરવાની સમસ્યા દુર થાય અને વાળ મજબુત બને છે.
લીંબુ : લીંબુનો રસ અને પાણીને મિક્સ કરીને વાળમાં લગાવાથી વાળનું ઇન્ફેકશન દુર થાય છે. વાળને શેમ્પુ કર્યા પછી 1-2 લીંબુનો રસ કાઢીને એક કપ પાણીમાં મિક્સ કરીને વાળમાં લગાવો અને 5-10 મિનીટ સુધી રાખ્યા બાદ વાળને પાણીથી ધોઈ લો, આમ કરવાથી એક નેચરલ કંડીશનીંગ જેવું કામ કરે છે અને વાળ સ્મુધ અને ચમકતા બને છે.
દહીં : વાળ સફેદ થવાની સમસ્યામાં દહીં અને છાશના નિયમિત સેવન કરવાથી વાળ સફેદ થતા અટકે છે. દહીં, મધ અને સફરજન નો સરકો મિક્સ કરીને પેસ્ટ બનાવો, આ પેસ્ટને વાળમાં લગાવીને અડધી કલાક સુધી દેવું, ત્યારબાદ પાણીથી વાળને ધોઈ લો. આમ કરવાથી વાળ લાંબા અને આકર્ષક બનશે.
આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે વાળને ઘાટ્ટાકાળા, ચમકદાર અને મજબુત બનાવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી સમસ્યાને દુર કરી શકો. આ ઉપયોગી માહિતીને મિત્રો જોડે જરૂર શેર કરવા વિનંતી.