નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ ચોમાસાની ઋતુમાં બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરવા આહાર સામેલ કરવાની અમુક વસ્તુઓ વિષે. ચોમાસાની ઋતુમાં હવામાન બદલાવના કારણે વધારે અસર બાળકો પર પડતી હોય છે. આ સીજનમાં બાળકોને શરદી-ઉધરસ અને તાવની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે.
આ ઋતુમાં શરદી-ઉધરસ, તાવ અને ત્વચા સંબધિત સમસ્યાઓ સરળતાથી થઇ જતી હોય છે, આવી સ્થિતિમાં બાળકોથી માંડીને દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવી ખુબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ સીજનમાં બાળકોના આહારમાં એવી બધી વસ્તુઓ સામેલ કરો જેથી તેની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થવાની સાથે રોગમુક્ત રહે. ચાલો જાણીએ ચોમાસામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.
આહારમાં ખાટા ફળોનું સેવન કરવું : ખાટા ફળોનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે કારણ કે ખાટા ફળોમાં વિટામીન-C ભરપુર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતાને મજબુત કરવાનું કામ કરે છે. બાળકોને નાસ્તામાં નારંગી, જામફળ, કીવી, બેરી, કેળા વગેરે જેવા ફળોનું સેવન કરાવવું જોઈએ.
લીલાપાન વાળા શાકભાજી : લીલા પાન વાળા શાકભાજીમાં આયર્ન, ફોલિક એસીડ, વિટામીન-A, વિટામીન-C, વિટામીન-K અને ખનીજ તત્વો હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરવાનું કામ કરે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ સીજનમાં લીલા પાન વાળી શાકભાજીમાં જીવાતો વધારે હોય છે માટે બરાબર જોઇને સેવન કરવું.
સફરજન : સફરજન સ્વાદિષ્ટ હોવાની સાથે એક સંપૂર્ણ આહાર છે, તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે છે. સફરજનમાં ફાયબર, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ અને આવશ્યક ખનીજ તત્વો મળી આવે છે. સફરજન બાળકોને તમે નાસ્તામાં અને લંચમાં સલાડ તરીકે પણ આપી શકો છો.
ડ્રાય ફ્રુટ્સ : ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે. ડ્રાય ફ્રુટ્સમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ઝીંક, આયર્ન, વિટામીન-E, ઓમેગા-3 ફેટી એસીડ વગેરે ભરપુર માત્રામાં હોય છે જે કોઇપણ પ્રકારના ઇન્ફેકશનને વધતા અટકાવે છે. આવી સ્થિતિમાં બાળકોને સવારે ભૂખ્યા પેટ નાસ્તામાં ડ્રાય ફ્રુટ્સ ખવડાવવી જોઈએ.
દહીં : શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરવા માટે દહીં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. દહીંમાં પ્રોબાયોટીક બેક્ટેરિયા હોય છે જે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને મજબુત બનાવવામાં મદદરૂપ બને છે સાથે પાચનતંત્રને પણ સારું રાખે છે. જો તમે બાળકોને ભોજન સાથે દહીં આપો છો તો તેમની રોગપ્રતિકારક ક્ષમતા સારી રહેશે.
આદું : ચોમાસાની ઋતુમાં રોગોથી બચવા માટે આદુનું સેવન કરવું લાભદાયી બને છે. આદુ આપણી રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરવા ફાયદાકારક સાબિત થાય છે. આદુમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરદી-ઉધરસ, ગળામાં ખરાશ વગેરેને દુર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. આદુના સેવનથી પાચનતંત્ર સારું રહેવાની સાથે શરીરને ઉર્જા આપે છે.
નારિયેળ પાણી : નારીયેલ પાણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબુત કરી શકાય છે કારણ કે નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન્સ ભરપુર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ખુબ ફાયદાકારક બને છે.
આમ, ચોમાસાની ઋતુમાં આ બધી વસ્તુનું સેવન કરવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે તથા તમારા બાળકો રોગમુક્ત રહી શકો. આ ઉપયોગી માહિતીને અન્ય લોકો સુધી પહોચાડવા જરૂર શેર કરજો.