સૃષ્ટિમાં દરેક જીવને પોતાનો વંશ આગળ વધારવો આધિકાર કુદરત દ્વારા પાવામાં આવેલો છે. કુદરતના નિયમ અનુસાર દરેક જીવ પોતાનો વંશ આગળ વધારવા માટે નર અને માદા ક્રિયા કરે છે જેના લીધે તેનો વંશ આગળ વધે છે, આ જ સૃષ્ટીનો નિયમ છે. દરેક પ્રાણીઓ અનુકુળ વાતાવરણ અને સમયે મેટિંગ કરતા હોય છે. મેટિંગ એટલે નર અને માદા દ્વારા થતું મિલન. આજના આ લેખમાં અમે વાત કરવાના છીએ ડોગ્સના મેટિંગ વિષે.
તમે ઘણીવાર જોયું હશે કે ડોગ્સ શ્રાવણ અને ભાદરવા મહિના દરમિયાન મેટિંગ કરતા હોય છે. આ સમય દરમિયાન ડોગ્સ નર અને માદા ચીપકી જાય છે. ડોગ્સના આ ચીપકવા બાબતે આપણને મનમાં ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે જેમ કે શા માટે ડોગ્સ આવી રીતે ચીપકતા હશે, તેનાંથી માદા ડોગ્સને શું નુકશાન થતું હશે વગેરે વગેરે જેવા પ્રશ્નો થતા હોય છે. આ લેખમાં અમે તમને આ બધા પ્રશ્નોનો હલ બતાવવાના છીએ.

ડોગ્સ ચીપકવાનો સમય 10-15 મીનીટ જેટલો કે પછી તેનાથી વધારે પણ હોઈ શકે છે. સામાન્ય રીતે ડોગ્સના મેટિંગ પછી 55થી 65 દિવસ બાદ ગલુડિયાનો જન્મ થતો હોય છે. આપણી સોસાયટીમાં એક એવો ગંદો નિયમ કે પછી મનમાં ખ્યાન છે કે ચિપકેલા બે ડોગ્સને કઈક અલગ રીતે જુવે છે અને તેમને અલગ અલગ રીતે હેરાન પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ હેરાન કરવાથી મેલ અને ફીમેલ ડોગ્સને શું શું નુકશાન થતું હોય છે, જે જાણીને તમને પણ દુખ થશે કે લોકો આ શું કરી રહ્યા છે.
શા માટે બે ડોગ્હસ ચિપકે છે: વે આપણે મુખ્ય વાત કરીએ કે જયારે ડોગ્સ ચિપકેલા હોય ત્યારે લોકો તેને બળજબરી કરીને અલગ કરવાની કોશિશ કરતા હોય છે, આમ કરવાથી બંનેના પર્સનલ અંગોને નુકશાન થાય છે. જયારે બંને ડોગ્સ મેટિંગ કરતા હોય છે અને જયારે આ ક્રિયા પૂરી થાય તરત જ મેલ ડોગના પર્સનલ ભાગ પર માંસપેશીઓની એક ગ્રંથી હોય છે જેને “બલ્બસ ગ્રંથી” કહેવાય તે એકદમ ફૂલી જાય છે જેથી મેલ ડોગનું પર્સનલ પાર્ટ એકએક આગળથી જાડું થઇ જાય છે અને ફીમેલ ડોગ્સના પર્સનલ પાર્ટ માંથી બહાર આવી શકતું નથી.

જયારે બીજી બાજુ મેટિંગ ક્રિયા પતિ ગયા પછી ફીમેલ ડોગના પણ આંતરિક માંસપેશીઓ થોડી સંકોચાવા લાગે છે અને મેલ ડોગની બલ્બસ ગ્રંથીને જકડી રાખે છે જેથી આ સમસ્યા ઉદભવે છે. મેલ ડોગની બલ્બસ ગ્રંથી ફૂલે છે અને ફીમેલ ડોગની ઇન્ટરનલ મસલ્સ સંકોચાઈ છે જેથી તે બલ્બસ ગ્રંથીને જકડી રાખે છે.
મેલ ડોગની આ બલ્બસ ગ્રંથીને સામાન્ય પોઝીશનમાં આવતા 10-15મિનીટ જેવો સમય લાગે છે ત્યારબાદ તેની મુળ સ્થિતિમાં આવી જાય છે. એટલે બંને ડોગ્સ આપમેળે છુટા પડી જાય છે. પરંતુ જયારે બંને ડોગ્સ એકબીજાને ચિપકેલા હોય છે ત્યારે તેને બળજબરી પૂર્વક અલગ કરવામાં આવે તો તેનાથી ફીમેલ ડોગના આંતરિક સ્નાયુ બહુ ખેંચાઈ છે અને ક્યારેક આ સ્નાયુઓ વધારે પ્રમાણમાં ખેંચવાથી ફીમેલ ડોગ બચ્ચાને જન્મ આપી શકે અથવા માં બની શકે તેવી સ્થિતિમાં રહી શકતી નથી જે ખુબ જ પીદાયક હોઈ શકે છે. ઘણીવાર ફીમેલ ડોગ્સના આ સ્નાયુઓ વધારે પ્રમાણમાં ખેચાઇ જાય તો તે બહાર પણ નીકળી જતા હોય છે.

જયારે લોકો તેને બળજબરી પૂર્વક અલગ પડે છે ત્યારે આવી પરિસ્થતિ સર્જાઈ શકે છે અને ફીમેલ ડોગને ખુબ જ નુકશાન થઇ શકે છે. ઘણા કિસ્સામાં ડોગ્સને બળજબરી પૂર્વક અલગ પાડવામાં આવે તો મેલ ડોગ્સની બલ્બસ ગ્રંથી ખેંચાઈ જવાના કારણે તેની કીડની પણ ફેલ થાય અથવા નુકશાન થઇ શકે છે. આપણે એક વાત જરૂર યાદ રખવ જોઈએ કે જયરે પણ મેટિંગ કરતા હોય ત્યારે આવી સ્થિતિમાં ડોગ્સને ક્યારેય પણ બળજબરી પૂર્વક અલગ કરવાની કોશિશ ન કરવી જોઈએ અને તમે જો આવું જુવો તો તેને લોકોને આવું કરતા અટકાવવા જોઈએ. કારણ કે સૃષ્ટિમાં દરેક જીવને પોતાનો વંશ આગળ વધારવો આધિકાર કુદરત દ્વારા આપવામાં આવેલો છે.
મિત્રો આપડા ગામ કે શહેરમાં બે ડોગ ચિપકેલા જોવે એટલે લોકો તેને છુટા પાડવા માટે લાકડી કે પથ્થર વડે મારે છે, માટે દરેક ને એક વિનંતી છે કે સાચી માહિતી લોકો સુધી પહોચાડો જે થી આવા જીવ ઉપર ખોટો અત્યાચાર ના કરે.