આપણે દરેક વ્યક્તિ જાણતા જ હોઈએ છીએ કે કઠોળ ખાવાથી આપણા શરીરને પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સ ભરપુર માત્રામાં મળી રહે છે. પરંતુ તેમાં પણ જો આપણે કઠોળમાં મગની વાત કરીએ તો તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક કઠોળ માનવામાં આવે છે, જો તમે મગને અંકુરિત કરીને તેનું સેવન કરશો તો તે તમારા શરીર માટે વધુ સ્વાસ્થ્ય લાભ આપે છે. આમ દરરોજ અંકુરિત મગનું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા પ્રકારના ફેરફાર થતા જોવા મળે છે.
તમે કદાચ જાણતા નહીં હોવ પરંતુ આપણે જો દરરોજ સવારે ખાલી પેટ એક મુઠ્ઠી અંકુરિત મગનું સેવન કરીશું તો આપણે ઘણી બધી બીમારીથી દૂર રહી શકીશું. કારણ કે ફણગાવેલા મગની અંદર ઘણા બધા પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ, વિટામીન-A, વિટામિન-B, વિટામિન-C, આયર્ન, ઝિંક, પોટેશિયમ, મિનરલ તથા એન્ટિઓક્સિડન્ટ જેવા ઘણા બધા પોષક તત્વો આપણને ફણગાવેલા મગમાંથી મળતા હોય છે. તેથી તેનું સેવન કરવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. ચાલો જાણીએ ફણગાવેલા મગનું સેવન કરવાથી શરીરને થતા ફાયદા વિષે.
ફણગાવેલા મગમાં મોટાભાગના રોગોની દવા કહી શકાય છે, તેનું દરેક ઉમરના લોકો સેવન કરી શકે છે. ફણગાવેલા મગમાં ફાયબરનું પ્રમાણ સારું એવું હોય છે માટે તેનું સેવન કરવાથી શરીરનું વજન ઘટવાની સાથે પેટ સંબધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. ફણગાવેલા મગમાં વિટામીન-A હોય છે જે આંખો માટે ખુબ જ જરૂરી હોય છે, અને આંખની રોશની વધારમાં મદદરૂપ થાય છે. મગમાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ એજંન્ટો આંખના કોષોને મુક્ત રેડીકલથી બચાવવા માટે ખુબ જ ફાયદાકારક બને છે.
ડાયાબીટીસની સમસ્યામાં ફણગાવેલા મગનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેમાં પોલીફીનોલ્સ નામનું તત્વ હોય છે જે કેન્સર સામે રક્ષણ આપે છે. ફણગાવેલા મગમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે સ્કીન કેન્સર જેવી બીમારીને દુર રાખવાની સાથે તમરી સ્કીનને હેલ્ધી રાખે છે. એસીડીટીની સમસ્યામાં પણ ફણગાવેલા મગનું સેવન કરવાથી રાહત મળે છે, તે શરીર માટે અલ્કાલાઇન હોય છે જે એસીડ લેવલને ઓછું કરી તમારા શરીરના PH લેવલને રેગ્યુલર રાખવામાં પણ મદદરૂપ બને છે.
બ્લડપ્રેશરની સમસ્યામાં ફણગાવેલા મગ ફાયદાકારક બને છે, કારણ કે તેમાં પેપીસાઈડ મળી આવે છે જે બ્લડપ્રેશરને સંતુલિત રાખે છે. કબજીયાતની સમસ્યાને દુર કરવા પણ ફાયદાકારક સાબિત થાય છે. વાળની સમસ્યામાં પણ ફણગાવેલા મગ ફાયદાકારક બને છે અને વાળને બરછટ થતા અટકાવે છે.
ફણગાવેલા મગનું સેવન કરવાથી શરીરની નબળાઈ દુર થાય છે અને શરીરને એનેર્જી આપે છે. તેમાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોવાથી આપણા શરીરના મસલ્સને મજબુત બનાવે છે. ત્વચા સંબધિત સમસ્યાઓમાં પણ ફણગાવેલા માગ લાભદાયી બને છે.
ફણગાવેલા મગનુ સેવન તમે સલાડ અથવા તો ચાટ સ્વરૂપે પણ કરી શકો છો. આ વસ્તુનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત કરી શકવાની સાથે કોઈ પણ પ્રકારના વાયરસના સંક્રમણથી બચાવે છે. મગમાં હાજર ઓમેગા-3 ફેટી એસીડ હદયને સ્વસ્થ રાખે છે. આ મગ બનાવવા ખૂબ જ આસાન છે અને તેને તમે ખૂબ જ આસાનીથી ફણગાવી શકો છો.
આ રીતે ફણગાવો મગને : ફણગાવેલા મગ બનાવવા માટે સૌપ્રથમ એક વાટકી મગ લેવા લેવા, ત્યારબાદ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મગ ખૂબ જ સારી ગુણવત્તાના હોય. હવે આ મગમાં પાણી ઉમેરો અને તેને ઓછામાં ઓછા છ થી આઠ કલાક સુધી રહેવા દો. મગને પાણીની અંદર સંપૂર્ણ રીતે ડુબાડીને રાખો.
હવે જ્યારે છ થી આઠ કલાક ઉપર થઈ જાય ત્યારે મગને પાણીમાંથી બહાર કાઢીને એક રેશમના કપડા ની અંદર મૂકો અને તે કપડું પોટલીની જેમ વીટીને 12 કલાક સુધી કોઈ સારી જગ્યાએ મૂકી દો. આમ 12 કલાક પછી તમારા ફણગાવેલા મગ બનીને તૈયાર થશે. તેનું તમે સવારે ખાલી પેટ સેવન કરી શકો છો. આ માગને તમે ચાત અથવા સલાડ પણ બનાવી શકો છો.
આમ, ફણગાવેલા મગનું સેવન કરીને તમે શરીરને એનેર્જીથી ભરપુર અને તંદુરસ્ત રાખી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ બીમાંરીમુક્ત બની શકો. આ ઉપયોગી માહિતીને મિત્રો તથા સગા-વ્હાલા જોડે જરૂર શેર કરવા વિનંતી.