મિત્રો અમે તમને અહી એક એવા વિષય વિશે આજે મારે તમને વાત કરવી છે કે ચોમાસાની ઋતુઆ સૌને આ શાકભાજી સહેલાઇ થી મળી જતું હોય છે અને ગામડામાં તો આ ફળ કયો કે શાકભાજી કયો બંને માં ચાલે છે અને લોકો તેનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં કરતા હોય છે માટે મિત્રો મારે આ શાકભાજી જો તમે આ સમય દરમિયાન ખાશો તો તેનું શું પરિણામ આવશે તેના વિશે વાત કરવી છે કેવા કેવા રોગો થવાની સંભાવનાઓ રહેલી છે તેના વિશે માહિતી આપવી છે તો ચાલો જાણી લઈએ કે એવું તો તે કયું શાકભાજી છે તે ?
તો મિત્રો તમે કાકડી એટલે કે ગામડાની ભાષામાં તેને શીભડા પણ કહેતા હોય છે જો તમે આ સમય દરમિયાન આ શાકભાજી ખાશો તો તમને ભયંકરમાં ભયંકર રોગો ઉત્પન્ન કરશે અને એમાં પણ ખાસ કરીને આ સમય દરમિયાન પિત્તનું પ્રમાણ વધુ હોવાથી કાકડી માં મોટા ભાગે આ સમય દરમિયાન પાણી જ હોય છે અને આ પાણી પણ તે પિત્તને વધુ ઉગ્ર બનાવતું હોય છે અને તમારી ડાયજેસ્ટ સિસ્ટરને નર્વસ પાડી દે છે. જે લોકો એસીડીટીથી પરેશાન થતા હોય છે તેવા લોકોએ કોઇપણ પરિસ્થિતિમાં કાકડી ખાવી જોઈએ નહિ કારણ કે કાકડી આમ જોઈએ તો બહારથી ઠંડી હોય છે પણ જ્યારે તમે ખાવ છો ત્યારે તે કાકડી પાચનતંત્ર માટે ગરમ સાબિત થાય છે.
રક્ષાબંધનથી લઈને શરદપૂનમ સુધી કોઇપણ તંદુરસ્ત માણસ જો કાકડી મફતમાં મળે તો પણ ખાવી જોઈએ નહિ કારણ કે જયારે શ્રાવણ મહિનો પૂરો થાય છે ત્યારે વાતાવરણમાંથી પિત્તનો પ્રકોપ થાય છે તેમજ ભાદરવા મહિનામાં આ પિત્તનું પ્રમાણ ખુબજ વધી ગયું હોય છે તથા ગામડાના લોકો આ જે ભાદરવા મહિનામાં જે તાપ એટલે કે તડકો પડે છે તેને ઓતરા ચિત્તરાનો તાપ કહેતા હોય છે તથા આ સમય દરમિયાન દરેક મનુષ્યની અંદર પિત્તનું પ્રમાણ વધતું હોય છે આ વધતું પિત્તનું પ્રમાણ શરદપૂનમ સુધી વધતું હોય છે માટે તમે જો આ સમય દરમિયાન કાકડી ખાશો તો એક કહેવત પ્રમાણે તે બળતામાં ઘી હોમે તેવું કહેવાય કારણ કે કાકડી પણ શરીરમાટે પિત્ત વધારવાનું જ કામ કરે છે શરદપૂનમ સુધી.
પિત્ત થવાથી ઉભી થતી સમસ્યા :જો તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધશે એટલે તમને એક નહિ પરંતુ અનેક ગણી સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે જેવી કે તમને છાતીમાં દુખાવો થાય છે ડાબી બાજુ તરફ, માથાનો દુખાવો થાય છે અને બને છે એવું કે ઘણી વખત તો ચક્કર પણ આવી જતા હોય છે, જે લોકોને પિત્તની બીમારી હશે અને તે જો કાકડી કે શીભડા ખાશે તો તેમને સ્ટમક અલ્સર, ડિયોડીન અલ્સર પણ થઇ શકે છે, હાથ-પગના તળિયામાં બળતરા થાય છે, પેશાબમાં બળતરા થાય છે, મળદ્વાર વાટે પણ બળતરા થાય છે. લીવરને લગતી સમસ્યા થાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર પિત્તના કારણે 40 કે તેથી પણ વધુ રોગો થતા હોય છે.
કાકડી ક્યારે ખાવી ફાયદાકારક છે? જો તમારે કાકડી ખાવી જ હોય તો તમે શિયાળાની ઋતુમાં કાકડીની બનાવેલી કચુંબર, કાકડીનું બનાવેલું સલાડ ખાવાથી તમને ખુબજ ફાયદો થાય છે કારણ કે શિયાળાની ઋતુમાં આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ ખુબજ શાંત હોય છે માટે નુકશાન કરતુ નથી.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા કાકડીનું સેવન ક્યારે કરવાથી નુકશાન થાય છે અને કાકડીનો ખાવાનો યોગ્ય સમય કયો કહેવાય તેના વિશે માહિતી આપી.