મિત્રો આજે અમે તમને એક એવા સરસ મજાના વિષય વિશે માહિતી આપવાના છીએ કે તમે જોયું હશે કે સોનાને શરીરના હાથ, કાન, નાક, માથામાં, અને ગળામાં પહેરતા જોયા હશે પરંતુ તમે ક્યારેય પગમાં સોનું પહેરતા હોય નહિ તે નહિ જોયું હોય તો આવું શા માટે ? તો તમને પ્રશ્ન થશે કે પગમાં સોનું શા માટે નહિ પહેરતા હોય એના માટે આજે અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ.
તમે લગ્ન પ્રસંગમાં પણ જોયું હશે કે સોનાના ઘરેણા પહેરવામાં આવે છે જે પરંપરા સદીઓ જૂની છે વેદો અને શાસ્ત્રોમાં પણ સોનાને ખુબજ પવિત્ર ગણવામાં આવ્યું છે સોનું પહેરવું શુભ માનવામાં આવે છે માટે લગ્ન પ્રસંગે સોનાને પહેરવાનો પ્રયોગ કરવામાં આવતો હોય છે લગ્નમાં દુલ્હનને સોનાથી સજાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સોનાને ધારણ કરવાના ઘણા નિયમો બતાવવામાં આવ્યા અને તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સોનાના કોઇપણ આભુષણોને તમારે શરીર પર કઈ કઈ જગ્યાએ પહેરવાથી ફાયદો અને લાભ થાય છે તેમજ કઈ કઈ જગ્યાએ સોનાના આભુષણો ધારણ કરવાથી તે શરીર માટે નુકશાન કરે છે તેના વિશે પણ જરૂરી માહિતી આપી છે.

સોનું પહેરવા અંગે શાસ્ત્રો કહે છે કે જો તમારે સોનાના આભૂષણો ધારણ કરવા હોય તો તેનું મુખ્ય સ્થાન કમરનો ઉપરનો ભાગ છે તમે સોનું કમરથી નીચેના ભાગે પહેરી શકો નહિ. આ ધાતુને પગમાં પહેરવી અશુભ માનવામાં આવે છે.
પગમાં શા માટે સોનું પહેરવામાં આવતું નથી ? આ અંગે શું કહે છે જ્યોતિષશાસ્ત્રો: જ્યોતિષશાસ્ત્રના કહ્યા અનુસાર પાયલ એટલે કે પગમાં પહેરવામાં આવતા સડા કે જાંજર તેનું મુખ્ય સ્થાન નીચે એટલે કે પગમાં હોય છે અને તે મોટા ભાગે ચાંદીના બનાવેલા હોય છે આથી જે જગ્યા એ શીતળતા બનાવી રાખવા માટે ચાંદીની પાયલ પહેરવામાં આવે છે અને પગમાં ચાંદીની પાયલ પહેરવાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે.
જ્યોતિષ શાસ્ત્રના કહ્યા અનુસાર પાયલ પહેરવાના સ્થાનને કેતુનું સ્થાન કહેવામાં આવે છે તેથી ચાંદીમાં શીતળતાનો ગુણ રહેલો હોય છે આથી કેતુંમાં શીતળતા જો ન હોય તો તે નકારાત્મક વિચાર પ્રદાન કરે છે આથી આ જગ્યા ઉપર શીતળતા બનાવી રાખવા માટે ચાંદીની પાયલ પહેરવાથી ફાયદો થાય છે. ભગવાન વિષ્ણુને સોનું અતિ પ્રિય છે કારણ કે સોનું એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે આથી સોનાને શરીરના નીચેના ભાગે પહેરવું યોગ્ય માનવમાં નથી આવતું માટે જો તમે સોનાને પગમાં પહેરો એટલે બધા દેવતાઓનું અપમાન થયું ગણાય છે.
આ બાબતે વિજ્ઞાનનું શું કહેવું છે? વિજ્ઞાને પણ સોનાને પગમાં પહેરવાની મનાઈ કહી છે તથા તેમણે વધુમાં એ પણ જણાવ્યું છે કે સોનાના આભુષણો શરીરને ગરમ રાખે છે અને ગરમી આપે છે જ્યારે ચાંદીએ શરીરને શીતળતા આપે છે ગરમી અને શીતળતા જળવાઈ રહે એટલા માટે સોનાને કમરની ઉપર અને ચાંદીને કમરની નીચે પહેરવું યોગ્ય ગણવામાં આવે છે. જેનાથી તમને ઘણીખરી બીમારીઓ દુર થાય છે.
આ રીતે તમે આભુષણો પહેરશો તો તમારા શરીરમાં ઉર્જા પગથી મસ્તક સુધી અને મસ્તકથી પગ સુધી જળવાઈ રહેશે તથા જો તમે મસ્તકથી છેક પગ સુધી તમે સોનાના જ આભુષણો પહેરશો તો તમારું શરીર એકસમાન ઉર્જાનો સંચાર કરે છે જેથી શરીરને નુકશાન થવાની સંભાવનાઓ રહેલી હોય છે.
ચાંદીની કબુતરી વિશે એવી માન્યતા છે કે જો સ્ત્રીઓ પગમાં પહેરે તો તેમને માસિક નિયમિત આવી જાય છે તેમજ પગમાં એક્યુપ્રેશર પણ સારા એવા પ્રમાણમાં થાય છે ચાંદીની પાયલ પગમાં પહેરવાથી હાડકામાં દર્દની સમસ્યા થતી નથી આથી કોઇપણ મહિલા ચાંદીના પાયલ પહેરી રાખે છે તેને સાંધાનો દુખાવો થતો નથી થતા ચાંદીની વસ્તુ પહેરવાથી રક્ત સંચારનું કામ સારી રીતે થાય છે.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા ક્યાં આભુંષણો કઈ રીતે અને ક્યાં સ્થાન પર પહેરવાથી શું શું ફાયદો અને શું શું નુકશાન થાય છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.