આજે આપડે જેની વાત કરવાના છીએ તે છે સરગવો. આ એક એવું શાકભાજી છે કે જેનું આયુર્વેદ અને આરોગ્યની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ રહેલુ છે. સરગવાના દરેક અંગો માણસને ઉપયોગી થાય છે જેમ કે સરગવાના પાનનો પાવડર, સરગવાની શીંગનો પાવડર તેના મુળિયાનો પાવડર વગેરે. અહી આપડે જાણીશું પાવડર ઘરે કઈ રીતે બનાવવો, પાવડરનું સેવન કઈ રીતે કરવું વગેરે. સરગવાના બધાં જ અંગો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. સરગવામાં પ્રોટીન, એમીનો એસિડ, બીટા કેરોટીન અને જાત જાતના પોષક તત્વો હોય છે. સરગવાના તાજા પાન અથવા પાવડર કરીને શાકમાં નાખવામાં આવે છે. સરગવો બે જેમાં મીઠો સરગવો અને કારેલીયો સરગવો. જેમાં કારેલીયો સરગવો સ્વાદે થોડોક કડવો હોય છે.
સરગવાની શિંગ નો પાવડર બનાવવાની રીત: સરગવાની શિંગ તોડી તેને સાફ કરી તેને સુકવી દેવામાં આવે છે. આ શીંગોને સુકવીને તેને નાના નાના કટકા કરીને તેને દળીને તેનો પાવડર બનાવી શકાય છે. આ પાવડર વજન ઘટાડે છે, વાળ અને ચામડી માટે શ્રેષ્ઠ છે, શરીરમાંથી ટોક્સીન બહાર કાઢે છે, પાચનશક્તિ સુધારે છે, ઊંઘ ન આવવાની બીમારી થાય છે, કામોતેજના વધે છે, હાડકા મજબુત કરે છે અને કેન્સરનું જોખમ ઘટાડે છે.
સરગવાના પાનનો પાવડર બનાવવાની રીત: સરગવાના પાનને સરગવા પરથી તોડીને તેને સારા પાણીથી ધોઈ લો. સારા પાણીથી ધોયા બાદ તેને તડકામાં સુકવીને બરાબર કડક થાય ત્યારે તેને ભેગા કરી ઘંટીમાં નાખીને તેને દળી નાખવા. દળતા જે પાવડર તૈયાર થાય છે તે પાવડરને કોઈ કાચના વાસણમાં ભરીને સાચવી રાખી જરૂરિયાત મુજબ ભોજનમાં, પાણી સાથે કે દૂધ સાથે ભેળવીને પીવાથી ખુબજ લાભ થાય છે. આ રીતે સરગવાના ફૂલ અને છાલનો પાવડર પણ બનાવી શકાય છે.
સરગવાને લેટિનમાં Moringa oleifera (મોરીન્ગા ઓલીફેરા) કહે છે, તેને હિન્દીમાં સહજન કે મુનગા કહેવામાં આવે છે. જ્યારે તેને અંગ્રેજીમાં Drum stick tree, Horse radish tree કહેવામાં આવે છે. આ સરગવો ખુબ જ અગત્યના ઔષધીય ગુણ ધરાવે છે જેથી અનેક રોગના ઇલાજમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અમે અહિયાં સરગવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.
માથાનો દુઃખાવો: સરગવાના મૂળના રસમાં બરાબર માત્રામાં ગોળ ભેળવીને એને ગાળીને 1-1 ટીપું નાકમાં નાખવાથી માથાનો દુખાવો મટે છે. સરગવાના પાંદડાના રસમાં કાળા તીખા વાટીને માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે. સરગવાના પાંદડા પાણી સાથે વાટીને લેપ કરવાથી શરદીના કારણે થનારો માથાનો દુખાવો મટે છે.
લોહીના દબાણને ઘટાડવા: પોટેશીયમની ઉચ્ચ માત્રા વાળા ફળ અને શાકભાજીઓ વધારે બ્લડપ્રેસરને ઘટાડવા સહાયક થાય છે. અન્ય લીલી શાકભાજીઓની જેમ સ્ર્ગવામાં પોટેશિયમ, વિટામીન અને ખનીજ ભરપુર માત્રામાં હોય છે. સરગવામાં કેળા કરતા ત્રણ ગણા વધારે પોટેશિયમ હોય છે. જે ઉચ્ચ બ્લડપ્રેસર વાળા વ્યક્તિઓ તેનું ખોરાકમાં સમાવેશ કરે તો બ્લડપ્રેસર ઘટે છે.
ડાયાબીટીસ: સરગવાની છાલ, ફળ અને અન્ય ભાગનો ખાવામાં ઉપયોગ કરવાથી ડાયાબીટીસની સમસ્યા મટે છે. જેમાં એન્ટી ડાયબીટીક ગુણ હોય છે જે લોહીમાં શુગરના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે. જે વધારે શુગરના પ્રમાણને ઘટાડે છે. સરગવામાં રાઈબોફ્લેવીન પ્રચુર માત્રામાં હોય છે જે લોહીના શર્કરા ઘટાડે છે જેથી સરગવાના પાંદડાની ગોળીઓ બનાવીને સેવન કરવું.
એનીમિયા: સરગવાની છાલ થવા તેના પાંદડાના સેવન દ્વારા એનીમિયા એટલે કે લાલ રક્ત કોશિકાઓની ઉણપથી બચાવવા માટે ખુબ જ ઉપયોગી છે. સરગવાના પાંદડાનો એથનોલીક એક્સટ્રેકસમાં એનીમિયા વિરોધી ગુણ હોય છે એટલા માટે તેના સેવનથી હિમોગ્લીબીનના સ્તરમાં સુધારો આવે છે. જેથી સરગવાથી લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મદદ મળે છે.
વજન ઘટાડવા માટે: મોટાપો એટકે કે જાડા થવાની અને મેદસ્વિતા ધરાવતા લોકોની સમસ્યા માટે સરગવાના આવેલા ક્લોરોજેનિક એસિડ મદદ કરે છે. આ એસિડ એન્ટી એબિલીટી ગુણ ધરાવે છે જેના કારણે વજન ઘટે છે. આ માટે વજન વધુ હોય તેમજ શરીર વધી ગયું હોય તેવા લોકોએ સરગવાનું નિયમિત ડાયટમાં સમાવેશ કરવો.
શુક્રાણુ વધારવા અને શારીરિક શક્તિ વધારવા: સરગવાનું નિયમિત રીતે સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે અને શુક્રાણુ સાથે તેની ગતિશીલતા પણ વધે છે. સરગવામાં જિંકની માત્રા મળી આવે છે જે મજબુત લિંગ નિર્માણ માટે ફાયદાકારક છે. સરગવો શુક્રાણુઓની સંખ્યા અને ગુણવતા સુધારે છે સાથે તે વીર્યને ઘટ્ટ કરે છે. મહિલાઓએ સેવન કરવાથી માસિક સંબંધી સમસ્યા દુર થાય છે.સાથે ગર્ભાશયની સમસ્યા પણ દુર કરે છે.
રોગ પ્રતિકારક શક્તિ: કોઈ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેને બીમાર પડવાની શક્યતાઓ વધી જાય છે. એવામાં ખાવામાં સરગવાનો સમાવેશ કરવાથી રોગ સામે લડવાની શક્તિ વધે છે. સરગવાની શિંગ અને તેના પાંદડા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેનું સંતુલિત માત્રામાં સેવન આ શક્તિ વધારે છે.
નવજાત બાળક માટે: સરગવાની સીંગોમાં કેલ્શિયમ હોય છે, જે બાળકો માટે ખુબ જ ફાયદાકારક છે, જેનાથી હાડકા અને દાંત બંને મજબુત થાય છે. જેને ગર્ભવતી મહિલાઓને ભોજનમાં આપવાથી તેના જન્મનાર બાળકમાં કેલ્શિયમની માત્રા ભરપુર મળે છે. જેનાથી જન્મનાર બાળક તંદુરસ્ત રહે છે. સાથે તેમાં લોહ તત્વ, મેગ્નેશિયમ, ફોસ્ફરસની માત્રા પણ ઉચ્ચ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ટાઈફોડ: સરગવાની ચાલને પાણીમાં ઘસીને તેના 1 થી 2 ટીપા નાકમાં નાખવાથી તથા સેવન કરવાથી મગજનો તાવ અથવા ટાઈફોડ ઉતરે છે. સરગવાના 20 ગ્રામ તાજા મુળિયાને 100 મિલી પાણીમાં ઉકાળી તેને ગાળીને પીવડાવવાથી ટાઈફોડ નાબુદ થાય છે.
આંખના રોગ: કફના કારણે આંખોમાંથી પાણી નીકળતું હોય તો સરગવાના પાંદડાને વાટીને તેની પુરીઓ બનાવીને આંખો પર બધ્વાથી આંખમાંથી પાણી નીકળતું બંધ થાય છે. સરગવાના પાંદડાના 50 મિલી રસમાં 2 ચમચી મધ ભેળવીને તે આંખમાં કાજળ આંજીએ તેમ આંજવાથી આંખોનું ધૂંધળાપણું દુર થાય છે. સરગવાના પાંદડાના રસમાં સમાન માત્રામાં મધ ભેળવીને 2-2 ટીપા આંખમાં નાખવાથી આંખનો દુખવો મટે છે.
કાનના રોગ: 20 મિલી સરગવાના મૂળના રસમાં 1 ચમચી મધ અને 50 મિલી તેલ ભેળવીને તેને ગરમ કરી ચાલીને કાનમાં 2-2 ટીપા નાખવાથી કાનનો દુખાવો મટે છે. સરગવાના ગુંદરને તલના તેલમાં ગરમ કરીને ગાળી લો. તેના 2-2 ટીપા ટપકાવવાથી કાનનો દુખાવો મટે છે. સરગવાની છાલ અને રાઈને વાટીને લેપ તૈયાર કરો. આ કાનના મૂળમાં માં સોજાની પરેશાની આ ઈલાજથી ઠીક થાય છે.
પેટના રોગ: સરગવાના તાજા મૂળ, સરસવ અને આદુને સરખી માત્રામાં લઈને તેને વાટીને 1-1 ગ્રામની ગોળીઓ બનાવીને તેને 2-2 ગોળીનું સવારે અને સાંજે સેવન કરવાથી જઠરાગ્ની સક્રિય થાય છે અને જેનાથી મંદાગ્ની દુર થાય છે. સરગવાના 10 થી 20 મિલી ઉકાળામાં 2 ગ્રામ સુંઠ નાખીને સવારે અને સાંજે પીવડાવવાથી પાચનશક્તિ વધે છે. સરગવાના મૂળ અને દેવદારના મૂળને બરાબર માત્રામાં ભેળવીને તેને કાંજી (ગાજર અને બીટનું જ્યુસ જેવું પીણું) સાથે વાટીને ગરમ કર્યા બાદ લેપ કરવાથી અપાચનના કારણે થતો પેટનો દુખાવો મટે છે.
આમ,સરગવો ખુબ જ અગત્યની અને અનેક રોગોનો નાશ કરતી ઔષધી છે. જે આયુર્વેદ મુજબ અહિયાં બતાવેલા રોગો સહીત 300 થી વધુ રોગોની સારવાર કરતી વનસ્પતિ છે. આશા રાખીએ કે સરગવા વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે માત્ર શાકભાજી તરીકે જ નહી પણ એક ઔષધી તરીકે સરગવાના ફળ, ફૂલ, મૂળ, બીજ, પાંદડા, છાલ અને ગુંદરનો ઉપયોગ કરીને અનેક રોગોથી છુટકારો મેળવી શકો.