નમસ્કાર મિત્રો આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ માતા ને બાળકના અદભુત અને પ્રેમાળ સબંધ વિષે. જયારે બાળકને ઘોડિયામાં સુવડાવે ત્યારે માતા દ્વારા પ્રેમ ભર્યા ગવાયેલા હાલરડ સાંભળવાથી બાળકને માતાના ગર્ભમાં હોય તેવો હૂફભર્યો અહેસાસ થાય છે એટલે બાળક હૂફ અને સુરક્ષા અનુભવે છે સાથે જ ખુબ જ સારી નીંદર કરી શકે છે. માટે જ દરેક માતાઓ પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવી પોતાના પ્રેમાળ ભર્યા હાલરડાં સંભળાવતી હોય છે.
દુનિયામાં માતા અને બાળકનો સબંધ ખુબ જ પ્રેમાળ હોવાની સાથે લાગણી ભર્યો હોય છે. એક માતા પોતાના બાળકને નવ મહિના પોતાના ઉદરમાં સાચવીને ખુબ જ વેદના સહન કરીને બાળકને જન્મ આપે છે. માટે જ બાળક અને માતાનો સબંધ દુનિયામાં સૌથી શ્રેષ્ટ લાગણીનો સબંધ માનવામાં આવે છે.
પહેલાના સમયમાં પણ માતાઓ પોતાના બાળકને શિવાજીનું હાલરડું સંભળાવતી હતી અને પોતાના બાળકને ખુબ જ હેત-પ્રેમથી સુવડાવતી પણ આજના સમયમાં આ સંસ્કારો ધીમે ધીમે ભૂસાતા જતા હોય એવું લાગે છે. આજના આ સમય માતાઓ મોડર્ન બનતી ગઈ છે અને આ બધી વસ્તુઓને ઇગ્નોર કરતી જોવા મળે છે. આજના બાળકો મોબાઈલ સોંગ સંભાળીને મોબાઈલના શોખીન બનતા જાય છે. ચાલો જાણીએ માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળક પર થાય છે આ અદભુત અસર વિષે.
ઘોડિયામાં સુતેલા બાળાકને માતાના હાલરડાં સાંભળવાથી થતી અદભુત અસરો : બાળક જયારે ઘોડિયામાં સુતું હોય ત્યારે માતા દ્વારા હાલરડાં સંભળાવવામાં આવે ત્યારે બાળક પોતાને માતાના ગર્ભમાં હોય તેવો હુફભર્યો અહેસાસ થવાની સાથે ખુબ જ સારી નીંદર કરી શકે છે. એક માતા સારી રીતે જાણતી હોય છે કે પોતાના દ્વારા ગવાયેલું હાલરડું પોતાના બાળકને કેટલી શાંતિ આપે.
જાણકારોનું કહેવું છે કે માતાનું હાલરડું સાંભળવાથી બાળકમાં જે ડર તેમજ મુશ્કેલીઓ છે તેની સામે લડવાની પ્રતિરોધક શક્તિ મળે છે તથા બાળક પોતાને સુરક્ષિત અનુભવે છે જેના કારણે બાળકનો બૌધિક, શારીરિક અને ભાવાત્મક વિકાસ થાય છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એક વાત સામે આવી છે કે માતાનું હાલરડું સાંભળવાથી બાળકના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક બને છે.
જયારે માતા પોતાના મધુર અવાજમાં હાલરડાં ગાતી હોય ત્યારે તેમાં બાળક પ્રત્યે એક મમતા છલકતી હોય છે જે બાળક પર જાદુની જેમ કામ કરે છે. જેથી તે બાળકની સૌથી નજીક આવી શકે છે અને માતા પોતાના અવાજથી પ્રેમની ભાષા શીખવે છે. જેથી તમે ઘણી વાર જોયું હશે માતાનો અવાજ સાંભળતા જ બાળક તેનો અવાજ ઓળખી જતું હોય છે.
માતા દ્વારા મધુર અવાજમાં ગવાયેલું હાલરડું સાંભળવાથી બાળકનું બેચેન મન શાંત થાય છે અને બાળકના મનને પ્રફુલ્લિત કરે છે. દુનિયામાં સ્ત્રી માટે માતા બનવા જેવું બીજું કોઈ સુખ હોતું નથી. બાળક જ પોતાની માતાની સૌથી નજીક હોય છે. દુનિયામાં માતા અને બાળકનો સબંધ એવો હોય છે જે બોલ્ય વગર પોતાના બાળકને સમજાવી શકે અને બાળકનો કોઈ પણ વેદના તથા દુખ માત્ર માતા જ સમજી શકે છે માટે જ માતા જયારે પોતાના બાળકને ગોદમાં લેતા જ બાળક શાંત થઇ જાય છે.
માતાના હાલરડાં સાંભળવાથી બાળકના મગજનો વિકાસ થાય છે તેમજ પોતાને સુખદ અનુભૂતિ કરે છે. માતા દ્વારા ગવાયેલું હાલરડું બાળકના મગજના ઘણા બધા ભાગને એક સાથે ઉત્તેજિત કરે છે જેને મેડીકલની ભાષામાં મ્યુઝીકલ લર્નિંગ કહેવામાં આવે છે.
બાળક જયારે ઘોડિયામાં સુતા-સુતા માતાના હાલરડાં સાંભળતું હોય ત્યારે તેના મગજના બે ભાગને હાલરડું પ્રભાવિત કરે છે. તેમાં એક ભાગ જે ગીતો સંભાળે છે અને તેનું વિશ્લેષણ કરે છે અને બીજો ભાગ કે જેના પર સંગીતની ભાવાત્મક અસર થાય છે. માટે જ બાળક હાલરડું સાંભળીને ખુશ ખુશાલ થઇ જાય છે.
આવી રીતે જ બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે અને તેની સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બાળક સુરક્ષિત, પ્રફુલ્લિત અને સુંદર નીંદર પણ માણી શકે છે. આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખીને માતાએ પોતાના બાળકને ઓછામાં ઓછા એકથી દોઢ વર્ષની ઉમર થાય ત્યાં સુધી બાળકને દરેક માતાએ પોતાના વાસલ્ય ભર્યા અવાજથી હાલરડાં સંભળાવવા જોઈએ.
આશા રાખીએ કે આજનો આ આર્ટીકલ વાંચીને દરેક માતા પોતાના બાળકને ખુબ જ હેત અને પ્રેમથી હાલરડાં સંભળાવવાનું ભૂલશે નહિ, આ ઉપયોગી અને સચવા જેવી માહિતીને જૌર શેર કરજો.