આજની વ્યસ્ત જીવનશૈલી તથા બહારનું વધુ પડતું ભોજન કરવાના કારણે તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે અને વધુમાં જોઈએ તો તેની અસર આપણા વાળ ઉપર પણ પડતી હોય છે. આમ જોઈએ તો આપણે આપણા વાળનું પુરતું ધ્યાન ન રાખવાને કારણે અવનવી સમસ્યાનો ભોગ બનતા હોઈએ છીએ. આજકાલ ની ફેશનના કારણે મહિલાઓ વાળમાં અવનવા પદાર્થો અને તેલનો ઉપયોગ કરે છે જેના પરિણામે વાળ ખરાબ થવા લાગે છે.
વાળમાં તેલ નાખવાની વાત કરીએ તો ઘણા લોકો ક્યારેક ક્યારેક વાળમાં ઘણું બધું તેલ નાખે છે અથવા તો ઘણા લોકો વાળમાં તેલ નાખતા જ નથી, તથા અમુક લોકોને દરરોજ વાળમાં તેલ નાખવાની આદત હોય છે. પરંતુ ઘણા બધા લોકો એ જાણતા નથી કે તેમના વાળમાં ક્યારે તેલ નાખવું જોઈએ અને ક્યારે ન નાખવું જોઈએ. આ વસ્તુ ન જાણવાને કારણે વાળથી જોડાયેલી ઘણી બધી તકલીફો ઊભી થાય છે. ચાલો જાણીએ કે કઈ પરિસ્થિતિમાં આપણે વાળમાં તેલ નાખવું જોઈએ નહીં.
ડેન્ડ્રફ : ઘણી વખત માથું બરાબર ન ધોવાના કારણે વાળમાં ડેન્ડ્રફ થઈ જાય છે, અને જો તમે આ જામેલા ડેન્ડ્રફ ને દૂર કરવા માંગો છો તો તમારે વાળમાં તેલ નાખવું જોઈએ નહીં. કારણ કે જો તમે વાળમાં તેલ લગાવશો તો તમારો ડેન્ડ્રફ વધુ ફેલાઈ જશે. તેથી જો તમારા વાળમાં ડેન્ડ્રફ હોય તો વાળમાં તેલ નાખવાની ભૂલ બિલકુલ કરશો નહીં.
વાળમાં ફોલ્લીની સમસ્યા: આપણને જ્યારે માથામાં કોઈ તકલીફ થઈ ગઈ હોય અથવા તો માથામાં ફોલ્લી થઈ ગઈ હોય ત્યારે આપણે માથામાં તેલ નાખવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે જો તમને માથામાં ફોલ્લી થઈ ગઈ હશે અને જો તમે વાળમાં તેલ નાખશો તો તે વાળમાં જામી જશે અને તેના કારણે તમારા વાળમાં થયેલ ફોલ્લીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. આમ જો તમને આ વાળમાં આ પ્રકારની તકલીફ જોવા મળતી હોય તો તમારે વાળનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને વાળમાં સફાઈ રાખવી જોઈએ. આ સમસ્યામાં વાળમાં તેલ નાખશો તો આ સમસ્યા વધી શકે છે.
વાળ ધોયા પછી : વાળમાં તેલ હંમેશા વાળ ધોયા પહેલાં જ લગાવવું જોઈએ. અને તેલ નાખવાનો તે જ એક યોગ્ય સમય છે ઓછામાં ઓછા એક કલાક પહેલા વાળમાં તે લગાવવું જોઈએ અને ત્યારબાદ વાળ ધોવા જોઈએ. પરંતુ જો તમે વાળ ધોયા પછી માથામાં તેલ લગાવો છો તો તમારા વાળ ચીકણા દેખાય છે અને તેને પૂરતું પોષણ મળતું નથી.
ઓઈલી સ્કાલ્પ : જો તમારું માથું પહેલેથી જ ઓઈલી હોય અને વાળમાં ગ્રીસ દેખાય ત્યારે તેમાં તમારે તેલ નાખવાની ભૂલ કરવી જોઈએ નહીં કારણ કે સ્કાલ્પ ઓઈલી હોવાના કારણે તેમાં મેલ વધુ જમા થઈ જાય છે, અને જો તમે તેલ નાખશો તો તે તકલીફ વધી શકે છે, તેથી ઓયલી સ્કાલ્પમાં તેલ નાખવાથી બચવું જોઈએ.
વાળ બાંધવા : આ વાતનો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેલ લગાવ્યા પછી તમારે વાળને બિલકુલ બાંધવા જોઈએ નહીં. તેનું કારણ એ છે કે તેલ લગાવીને વાળની માલીશ કર્યા બાદ વાળના ક્યુટિકલ્સ ખુલી જાય છે અને તેવી પરિસ્થિતિમાં જો આપણે વાળ બાંધીશું તો તે તૂટી શકે છે. માટે વાળમાં તેલ નાખ્યા પછી ક્યારેય કડક બાંધવા જોઈએ નહિ.
આમ, આ પરિસ્થિતમાં ક્યારેય વાળમાં તેલ નાખવું ન જોઈએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.